Abtak Media Google News

વડતાલ ધામે વચનામૃત દિશતાબ્દિ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિત

મુખ્યમંત્રીએ જ્ઞાન બાગ અને સ્વામીનારાયણના જીવન પ્રસંગો દર્શાવતા પ્રદર્શનને નિહાળ્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા પ્રસિધ્ધ સ્વામિનારાયણ તીર્થધામ વડતાલ ખાતે કાર્તિકી સમૈયાના અવસરે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ વડતાલ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના શ્રધ્ધા અને ભાવભક્તિપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ જ્ઞાન બાગ તેમજ ભગવાન સ્વામિનારાયણ જીવન પ્રસંગો, લીલા ચરિત્રો દર્શાવતા પ્રદર્શનને પણ ભાવપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે સીંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત ગુજરાતના નિર્માણ માટે હરિભક્તોને નોન પ્લાસ્ટીક બેગનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડતાલ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પાવન પવિત્ર યાત્રાધામ નગરી છે.

Img 20191111 Wa0028

ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું, તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડતાલની ભૂમિ પર વર્ષો પહેલા ભગવાને વચનામૃતની રચના કરી એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભગવાન સ્વામિનારાયણ રચિત વચનામૃત દ્વારા દિવ્ય અને આધ્યાત્મિક ચેતના પ્રગટશે જેનું મહિમા ગાન સમગ્ર માનવજાત અને માનવ કલ્યાણ માટે ઉપકારક બની રહેશે.

Img 20191111 Wa0029

વચનામૃતના અલગ-અલગ ભાષામાં થઈ રહેલા રૂપાંતરને તેમણે સરાહનીય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પવિત્ર યાધાત્રામો અંબાજી, ડાકોર, સોમના, દ્વારિકા અને પાલિતાણાની જેમ વડતાલનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ થતાં રાજ્ય સરકાર દ્વારા વડતાલધામનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે.

વડતાલનો પવિત્ર યાત્રાધામ હેઠળ વિકાસ હાથ ધરાતાં આવનાર સમયમાં વડતાલ સમગ્ર દેશ સહિત વિદેશોમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્તો માટે આગવું તીર્થ સ્થળ બની રહેશે તેવો વિશ્ર્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્વને બદલે સમષ્ટિ, આત્માી પરમાત્મા અને જીવી શિવ સુધી આધ્યાત્મિક ચેતના પ્રગટે તે માટે સૌને નેક બની શ્રેષ્ઠ બની વિશ્ર્વ ફલક ઉપર ગુજરાતની પ્રતિષ્ઠા-માન વધે તે માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ વડતાલ ધામની જન સેવા અને આરોગ્યલક્ષી સેવાઓની બિરદાવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યા રામ મંદિર અંગે આવેલા ચૂકાદાને આવકારતા જણાવ્યું કે, ઘણા વર્ષોથી જે પ્રશ્ર્ન હતો તેનો સર્વોચ્ચ અદાલતે ચૂકાદો આપીને કાયમી અંત લાવી દીધો છે. આ નિર્ણયને પરિણામે દેશની એકતા-અખંડિતતા અને સાંસ્કૃતિક ચેતના વધુ મજબૂત થશે.

Img 20191111 Wa0027

આ પ્રસંગે મુખ્યમંત્રીને વચનામૃત ગ્રંથ, વડતાલ ધામની ફોટો ટેબલ બુક અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીનું સંતો તેમજ હરિભક્તો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

વડતાલ સ્વામિનારાયણ સંસનના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે જણાવ્યું કે, વચનામૃત એ જ્ઞાનમાર્ગમાં આગળ વધવાનો ગ્રંથ છે. આજથી ૨૦૦ વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે માનવજાતના કલ્યાણ માટે સરળ ભાષામાં વચનામૃતની રચના કરી હતી.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

રાકેશપ્રસાદજીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર આત્મનિષ્ઠા અને દ્રઢતાથી લોક કલ્યાણના કાર્યો કરતી રહેશે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રારંભમાં જ્ઞાન જીવનદાસ સ્વામી, ઘનશ્યામદાસજી સ્વામી, કોઠારી નોતમ સ્વામી સહિત સંતો, ટ્રસ્ટી મંડળના સભ્યો, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, અર્જૂનસિંહ ચૌહાણ, કલેકટર ગીર્ગ જૈન, રેન્જ આઈજી એ.કે.જાડેજા, જિલ્લા પોલીસ અધિકારી દિવ્ય મિશ્ર, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત ગુજરાત અને દેશ-વિદેશના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યાં હતા.

રામ મંદિરના વિવાદનો ચૂકાદો આવતાં શિક્ષણમંત્રીએ ૨૯ વર્ષ બાદ મીઠાઈની બાધા છોડી

Img 20191111 Wa0015

યાત્રાધામ વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં રવિવારે બપોરપછીના સેશનમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, મુખ્યદંડક પંકજભાઈ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. રામ મંદિર વિવાદનો ચૂકાદો અને રામ મંદિરનું નિર્માણ થાય તે અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ૨૯ વર્ષ પૂર્વે મીઠાઈ નહીં ખાવાની બાધા લીધી હતી. ત્યારે શનિવારે રામ જન્મ ભૂમિનો ઐતિહાસિક ચૂકાદો અને રામ મંદિર નિર્માણ થશે તેવો સંકલ્પ પૂર્ણ થતાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીઠાઈ નહીં ખાવાની બાધા વચનામૃત મહોત્સવમાં પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે મીઠાઈ ખાઈને પોતાની બાધામાંથી મુક્ત બન્યા હતા. આ પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામીએ શિક્ષણમંત્રીને સાફો અને પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું હતું. સભામાં બેઠેલા સંતો તથા હકડેઠઠ સત્સંગી ભાઈ-બહેનોએ તાળીઓના ગડગડાટ ગુંજી ઉઠયો હતો.

શાસ્ત્રી માધવપ્રિયદાસજીનું આગમ-નિગમ અને વચનામૃત ઉપર તુલનાત્મક પ્રવચન

આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ ભગવાન સ્વામિનારાયણના વચનોની વૈદિક શ્રુતિઓ સો તુલના કરી હતી અને કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે. સનાતન ધર્મનું શ્રેષ્ઠરૂપ છે.

ભારતમાં વેદ-પુરાણની જેમ જ આગમ શાનુું ખુબ જ મહત્વ છે. ભારતીય દર્શનોમાં વૈષ્ણવ આગમ, શૈવ આગમ અને શાકત આગમ પ્રસિદ્ધ છે. એ જ રીતે જૈન આગમ પણ છે અને બૌધ આગમ પણ છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં પંચરાત્ર આગમને ખૂબ મહત્વ આપેલું છે. પરમાત્માના પર, વ્યૂહ, વિભવ, ચર્ચા અને અંતર્યામી આ પાંચ પ્રકારના જ્ઞાનનું શા હોવાી આ આગમ પંચરાત્ર આગમ ગણાય છે.

સ્વામીની વાત સાંભળી સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સુશિક્ષીત હજારો સંત અને હજારો હરિભક્તો ખૂબ જ રાજી યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.