Abtak Media Google News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે તેમની પત્ની સાથે અમદાવાદના મહેમાન બન્યા છે. વિશેષ વિમાનમાં તેઓ સાડા 3 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટથી ગાંધી આશ્રમ  સુધીનો તેમનો રોડ શો શરૂ થયો હતો. અહીં રોડ શો દરમિયાન માર્ગો પર વિવિધ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરતાં ડાન્સ કલાકારો રજૂ કરી રહ્યા છે.શિન્ઝો આબે અને તેમની પત્નીનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સેનાના ત્રણેય પાંખો દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો સાથે મોદીએ મુલાકાત કરાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.