Abtak Media Google News

નોકરી કરતી યુવતિ પર દુષ્કર્મ ગુજાર્યાની કારખાનેદાર ગોકુલ સગપરીયા સામે ગુનો નોંધાયો‘તો

શહેરના ગીતાંજલી પાર્ક, હસનવાડી મેઈન રોડ ખાતે રહેતા અને વાવડી ગામ ખાતે ગોકુલ ઓટો મેન્યુફેકચરર્સના નામે કારખાનુ ધરાવતા ગોકુલ બાબુભાઈ સગપરીયાએ પીડીતાને પોતાના કારખાનામાં નોકરી ઉપર રાખી બરોડા, મુંબઈ જેવા વિવિધ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાવેલી હતી.

સદરહું ફરિયાદ નોંધાતા આરોપીએ ફરિયાદ રદ કરતા હાઈકોર્ટમાં કવોલીસીંગ પીટીશન ફાઈલ કરેલી હતી જે પીટીશન સંદર્ભે હાઈકોર્ટે જે તે વખતે કવોસીંગ પીટીશનનો ન્યાયિક નિકાલ ન થાય ત્યાં સુધી આરોપી વિરુઘ્ધ સખત પગલા ન ભરવા અંગે મનાઈ હુકમ ફરમાવેલ પરંતુ પોલીસે કાયદા અનુસાર પોતાની તપાસ ચાલુ રાખવીનો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત હુકમ બાદ પોલીસ દ્વારા તપાસ બંધ કરી દેવામાં આવતા પીડીતાએ તેના એડવોકેટ મારફતે હાઈકોર્ટ પીટીશન દાખલ કરેલ તે વખતે જસ્ટીસ જે. બી. પારડીવાલાએ તપાસ કાયદા મુજબ ચાલુ રાખવા પોલીસને હુકમ ફરમાવેલો ત્યારબાદ સદરહું ગુન્હા સંદર્ભે પોલીસે પોતાનું આગળની તપાસ ચાલુ રાખેલી અને પીડીતાનું પણ સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબનું મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન લીધેલ.

પોલીસ પાસે આરોપી વિરુઘ્ધ ચાર્જશીટ કરવા અંગે પુરતા પુરાવાઓ ઉપલબ્ધ હોય પરંતુ આરોપીએ કરેલી કવોસીંગ પીટીશનમાં હાઈકોર્ટના આરોપી વિરુઘ્ધ સખત પગલા ન લેવા તથા હાઈકોર્ટની પૂર્વ પરવાનગી વિના ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ન કરવા અંગેનો મનાઈ હુકમ હોય અને લાંબા સમયથી કેસ પેન્ડીંગ હોય પીડીતાના એડવોકેટ સ્ટે પરત ખેંચી લેવા અને તાત્કાલિક સુનાવણી હાથ ધરવા પીટીશન ફાઈલ કરેલ.

જે અનુસંધાને સુનાવણી શરૂ થતા ગત તા.૧૩/૨/૨૦૧૯ના રોજ હાઈકોર્ટના જસ્ટીસ એ. એસ. સુપૈયાએ પોલીસને તમામ પુરાવાઓ સાથેનું ડ્રાફટ ચાર્જશીટ તૈયાર કરી હાઈકોર્ટ સમક્ષ રજુ રાખવાની સુચના આપેલી છે. જે અંગે વધુ સુનવણી તા.૧૩/૩/૨૦૧૯ના રોજ મુકરર કરવામાં આવેલી છે. આ કામે પીડિતાના એડવોકેટ તરીકે કિશોરભાઈ આણંદજીવાલા, સંજય એચ.પંડિત તેમજ કૃણાલ શાહી વિગેરે રોકાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.