Abtak Media Google News

મદ્રાસ હાઇકોર્ટે લગાવી’તી રોક: ગુજરાતમાં પણ થઇ હતી પિટીશન

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ના પરિણામો પર લાગેલી રોક પર આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો અને સુપ્રીમે પરિણામ જાહેર કરવાનો આદેશ કર્યો છે. ત્રણ અઠવાડિયા પહેલા મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે ૮ જૂને જાહેર નારાર પરિણામ પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ સીબીએસઈએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ રોકની અસર ૧૨ લાખ ઉમેદવારો પર પડી હતી. લગભગ ૧૦.૫ લાખ સ્ટુડન્ટ્સે હિન્દી અને અંગ્રેજી ભાષામાં આ પરીક્ષા આપી છે. બીજી તરફ, લગભગ ૧.૫ લાખ સ્ટુડન્ટ્સ સનિક ભાષા દ્વારા તેમાં સામેલ યા હતા.

આરોપ હતો કે NEETમાં તમામ ભાષામાં એક સરખા પ્રશ્નપત્ર નહોતા આપવામાં આવ્યા. આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક પિટીશન કરવામાં આવી હતી. ૨૪ મેના રોજ કોર્ટે પરિણામ જાહેર કરવા પર મનાઈ ફરમાવી હતી. મહત્વપૂર્ણ છે કે આવી જ પિટીશન ગુજરાત હાઈકોર્ટમાં પણ કરવામાં આવી હતી. આ વર્ષે NEETટેસ્ટ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ૮ ભાષાઓમાં લેવામાં આવી હતી. જેમાં આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ, ઓડિયા, તમિલ અને તેલુગુ સામેલ છે. મદુરઈ બેન્ચમાં કરવામાં આવેલી પિટીશનમાં કહેવામાં આવ્યું કે પ્રાંતિયા ભાષામાં પૂછવામં આવેલા સવાલ અંગ્રેજી ભાષામાં પૂછાયેલા સવાલો કરતા સરળ હતા.

બીજી તરફ, ગુજરાત હાઈકોર્ટમાં એક પિટીશન કરવામાં આવી હતી કે ગુજરાતીમાં પૂછાયેલા સવાલ અંગ્રેજી કરતા મુશ્કેલ હતા. સીબીએસઈએ આ મામલામાં કહ્યું હતું કે તમામ પેપર્સને મોડરેટરોએ નક્કી કરીને એક જ લેવલના તૈયાર કર્યા હતા. બોર્ડનું કહેવું છે કે તમામ ભાષામાં પેપરનું ડિફિકલ્ટી લેવલ એક સરખું જ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.