Abtak Media Google News

સુત્રાપાડાની કોર્ટે ખનીજચોરીના ગુનામાં સજાના હુકમ સામે ભગાભાઈને સેશન્સ કોર્ટે સ્ટે આપ્યોસ્ત્ર ‘તો

કાયદા વિભાગ દ્વારા અપીલના કામે સ્પે.પી.પી. તરીકે અભય ભારદ્વાજ અને તુષાર ગોકાણીની નિમણુંક

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા (ગીર)ના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગાભાઈ બારડને ખનીજ ચોરીના કેસમાં પોણા ત્રણ વર્ષની સજા સુત્રાપાડા કોર્ટે ફટકારતા તેની સામે થયેલી અપીલના કામે સરકારના કાયદા વિભાગ દ્વારા સીનીયર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ તથા તુષાર ગોકાણીની સ્પેશિયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુક કરવામાં આવેલી છે.

આ કેસની પ્રાપ્ત વિગત મુજબ સને ૧૯૯૫માં સુત્રાપાડાની ગૌચરની જમીનમાં ભગાભાઈ ધનાભાઈ બારડ તરફથી લાઈમસ્ટોનનું ખોદકામ કરી પીખોર ગામે માઈનીંગ લીજ ગોરધનભાઈ જેઠાભાઈ દેવળીયાનો રોયલ્ટી પાસનો ઉપયોગ કરી જીએચસીએલ કંપનીમાં લાઈમ સ્ટોન કાંકરી સપ્લાઈ કરવામાં આવતી હતી.

સુત્રાપાડામાં આવેલી ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું ખોદકામ કરી ૨૮૩૫૨૫ મે.ટન જેની ખનીજ કિંમત રૂ ૨,૮૩,૫૨,૫૦૦/-ની ખનીજ ચોરી કરવામાં આવેલી જે અંગેની ફરિયાદ રોયલ્ટી ઈન્સપેકટર એમ.કે.મા‚એ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ભગાભાઈ બારડ તથા અન્ય વિરુઘ્ધ આઈપીસી કલમ ૩૭૯, ૪૨૦ મુજબ રજીસ્ટર કરાવેલી જે ગુનાની તપાસ સુત્રાપાડાના તત્કાલીન પીએસઆઈ જે.એન.પરમારે કરી તપાસના અંતે આરોપીઓ વિરુઘ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલી જે કેસ ચાલતા દરમ્યાન ૨૩ સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી પુરાવા પ્રોસીકયુકશન દ્વારા રજુ કરાયેલા હતા જે ગ્રાહ્ય રાખી મેજીસ્ટ્રેટએ ધારાસભ્ય ભગાભાઈ બારડને તકસીરવાન ઠેરવી પોણા ત્રણ વર્ષની સજા અને રૂ.૨૫૦૦નો દંડ કરવામાં આવેલો હતો.

વિધાનસભાના અધ્યક્ષ ભગાભાઈ બારડને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યો હતો. સુત્રાપાડા કોર્ટ દ્વારા સજા કરાતા બારડે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા સેશન્સ કોર્ટ સજા પર સ્ટે અપાતા તે હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવેલો અને હાઈકોર્ટ દ્વારા તે હુકમ રદ કરી સજા સ્ટે કરવા સંદર્ભેની અરજી યોગ્ય સુનાવણી કરી પુન: ચલાવવા સેશન્સ કોર્ટને નિર્દેશ આપ્યો છે ત્યારે કાનુની મુદાઓની સરકાર તરફે સચોટ રજુઆત થઈ શકે તે માટે ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ તથા તુષાર ગોકાણીની સ્પે.પી.પી. તરીકે નિમણુક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.