Abtak Media Google News

દુબઈ મોકલાતા ૧૦,૦૦૦ ઘેટા-બકરાને રોકવાના કચ્છ જિલ્લા કલેકટરના નિર્ણય સામે નિકાસકારોનું એસોશીએશન હાઈકોર્ટમાં

જીવતા પશુઓની નિકાસ ગેરબંધારણીય છે. તાજેતરમાં કચ્છના જિલ્લા કલેકટરે ૧૦,૦૦૦ જેટલા ઘેટા-બકરાને તુણા બંદરેથી દુબઈ જતા અટકાવ્યા હતા. જેની સામે જીવતા પશુઓના નિકાસકારોનું એસોસીએશન હાઈકોર્ટમાં ગયુ છે અને ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ કેન્દ્ર સરકાર, દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને કચ્છના જિલ્લા કલેકટરને નોટિસ પાઠવી ૨૩ ઓગષ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે.

કચ્છના જિલ્લા કલેકટરે ગત તા.૫ના રોજ ૧૦,૦૦૦ ઘેટા-બકરાની નિકાસ થતી અટકાવી હતી. તુણા બંદરેથી ૧૦,૦૦૦ ઘેટા-બકરાઓને નિકાસ માટે વહાણમાં ચડાવાયા હતા. પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ થતો જણાતા આ ક્ન્સાઈન્મેન્ટ અટકાવાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, દર વર્ષે લાખો અને કરોડો પશુઓને વહાણ દ્વારા ગલ્ફ દેશોમાં કત્તલ માટે મોકલવામાં આવે છે.

જિલ્લા કલેકટરે મુકેલા પ્રતિબંધ સામે નિકાસકારોનું એસોશીએશન અદાલતમાં ગયુ છે અને જીવતા પશુઓની નિકાસ બાબતે તપાસ સમીતી રચાઈ હોવા છતાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાની દલીલ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, જીવતા પશુઓની નિકાસ આંતરરાષ્ટ્રીયસ્તરે પણ ગેરકાયદે છે. કોઈ દેશ જીવતા પશુઓની નિકાસને પરવાનગી આપતો નથી. બકરી ઈદ હોય ત્યારે ૨ લાખથી વધુ ઘેટા-બકરાને મીડલ ઈસ્ટના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હવે પ્રતિબંધ મુકાઈ જતા મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.