બે આતંકીને ઠાર કરનાર ગુજરાતીને શૌર્ય ચક્ર

126

આમીમાં રાયગફલમેન તરીકે ફરજ બજાવતા લલીશ રાઠવાને એક સમયે ભણવા માટે રાત્રે ફેકટરીમાં મજુરી કરવી પડતી હતી. છોટા ઉદેપુરના લેહવાટ ગામના આ સૈનિકની મહેનત વર્ષોથી પછી રંગ લાવી છે.  હાલમાં જ વતન પરત ફરેલા લલીશનું છોટા ઉદેપુર રેલવે સ્ટશન પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેને ઓળખતા પણ ન હોય તેવા સેંડકો લોકો તેને સત્કારવા રેલવે સ્ટેશન પહોચ્યા હતા. અને રાઠવાએ બતાવેલી બહાદુરીની આખા શહેરમાં ચર્ચા હતી.

આતંકવાદીઓએ ફાયરીંગ શરુ કરી દેતા રાઠવાના બે સાથીઓ ઘવાયા હતા. આ જોઇ રાઠવાએ પોતાના સાથીની લાઇટ મહીનગન લઇ ફાયરીંગ શરુ કરી દીધું હતું. જેમાં બે આતંકવાદીઓ માર્યા હતા. અને બાકીના ભાગી ગયા હતા. આ બહાદુરી બતાવવા બદલ લલી શ રાઠવાનું રાષ્ઠ્રપતિ દ્વારા શૌર્યચક્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુેં

લલીશ રાઠવાએ બતાવેલા આ પરાક્રમનું તેના ગામના લોકોને પણ ગર્વ છે. આર્મીમા જનારા લલીશ રાઠવા ગામના પહેલા યુવક છે. તેમની પસંંદગી બ્લેક કમાન્ડો ગ્રુપમાં થઇ છે જેની તેમણે ટ્રેનીંગ પણલીધી છે. સાત મહીના ટ્રેનીંગ લીધા બાદ લીલેશ પોતાના વતન આવ્યા હતા તેમણે માત્ર ૧૮ વર્ષની વયે ૨૦૦૮ માં આર્મી જોઇન કરી હતી.

Loading...