Abtak Media Google News

વૈદિક પરંપરાને વેગ મળે તેવો પ્રયાસ કરતુ ગીરગંગા ટ્રસ્ટ: હોળીમાં ગાયના ગોબરની સ્ટીક વાપરવા ગીરગંગા ટ્રસ્ટનો અનુરોધ

દર વર્ષે શિશિર અને ગ્રીષ્મ ઋતુના સંધિકાળે હોળી પ્રગટાવવાનો મહિમા છે. પૂરાણ કથશ અનુસાર ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને હોલિકાના વરદાનને ફોક કરેલ હતુ તેના નામ પરથી હોલિકા કે હોળી કહેવાય છે. આપણા ઋષિ-મૂનિઓ મહાન વૈજ્ઞાનિકો હતા, અને અર્વાચીન વિજ્ઞાનીકો જેટલું કે તેનાથી પણ વધારે જ્ઞાન ધરાવતા હતા તેમને ખ્યાલ હતો કે દેશી ગાયના છાણને બાળથી પ્રાણવાયું ઉત્પન્ન થાય છે. શિયાળામાં દિવસો નાના હોવાથી સૂર્ય પ્રકાશ ઉનાળાના પ્રમાણમાં ઓછો સમય હોય છે. જેથી વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ એટલો ઓછો સમય થાય છે તેથી પ્રાણવાયુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે આથી ઋષિ મૂનિઓએ આ વૈજ્ઞાનિક સત્યને ધર્મ સાથે જોડી હોળીનો તહેવાર સ્થાપ્યો આ પ્રણાલીકાથી ઢગલાબંધ ગાયના છાણ (ત્યારે ગાયો જ હતી બીજા પશુઓ નહીવત હતા બળે છે અને પુષ્કળ પ્રાણવાયું બને છે.જે વાતાવરણને વધુ આરોગ્યપ્રદ બનાવે છે. હોળી દહનમાં દર્શન કરવા આવનાર ગાયનું ઘી હોમે છે. જેથી હોળીની ગરમી અને ગાયના ઘીના દહનથી વાતાવરણમાંથી સઘળા પ્રદૂષણ દૂર થાય છે. સાથોસાથ જીવાણું અને વીજાણુ પણ નાશ પામે છે. આમ વાતાવરણ આલ્હાદાક, આરોગ્યપ્રદ અને રોગના જંતુમાંથી મૂકત બને છે.

બીજુ એક હોળીમાં કેટલા લાકડા વપરાય છે. જેટલા પણ લાકડા વપરાય છે. સારી રીતે ઉછેરેલ મોટુ વૃક્ષ જ હશે પંદરેક વર્ષની ઉંમરનું કે વધારે વર્ષોથી સચવાયેલુંક કે ઉછરેલ તો હશે જ આવા કેટલાય વૃક્ષોનું હોળીમાં નિકંદન નીકળી જશે? અર્વાચીન સમયની માંગ છે. વૃક્ષો વાવો ઉછેરો અને પર્યાવરણને બચાવો. આવા સમયે પર્યાવરણને બચાવવા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખીયાએ પહેલ કરી છેલ્લા સાત વર્ષ થયા રાજકોટને ગીર ગાયનું સો ટકા શુધ્ધ ઘી ગીરગંગા બ્રાન્હથી કાચની બોટલમાં સપ્લાય કરે છે.વિશેષ ગાયને સંવર્ધનમાં સપોર્ટ મળે તેથી ગીર ગાયના ગોબરમાંથી પોતાની આદર્શ ગૌશાળામાં છાણામાંથી ગોબર સ્ટીક બનાવી છે, અને પ્રાચીન પરંપરાને અર્વાચીન આપ્યો છે. આ સ્ટ્રીક વાપરવા મહાજનો અને નગરજનોને અપીલ કરી છે. આવા ગાયના ગોબરમાંથી બનેલી સ્ટ્રીકની જેટલી પણ જરૂરીયાત હશે તે તમારા ઓર્ડર મુજબ તમને ડિલિવરી કરવામાં આવશે. આ સ્ટીક પર્યાવરણને બચાવશે તેમજ સુધારશે.

વૈદિક હોળી માટે ગાયના છાણા, દેશી ગાયનું ઘી, ભીમસેન કપૂર, હવન સામગ્રી, નવગ્રહો ઔષધિ, સાત ધાન, શ્રીફળ અને માટલું આટલી વસ્તુની જરૂરિયાત રહે છે. ગૌ પ્રેમીઓએ હોળીમાં ગાયના છાણા વાપરવા ‘અબતક’ ના માધ્યમથી સર્વેને અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.