Abtak Media Google News

હાર્ટ એટકનું નામ સાંભળીને જ લોકો ડરી ઉઠે છે. જો આ સંકેતોને સમય રહેતાં ઓળખી લેવામાં આવે તો હાર્ટ એટેકને ટાળી શકાય છે.

જોર-જોરથી નસકોરા બોલાવવા. રાતે ઘણીવાર ઉંઘ ડિસ્ટર્બ થવાની પ્રોબ્લેમ રહેવી.

સંકેતો:

– અચાનક બહુ જ ગરમી લાગવી અને ઠંડો પરસેવો થવો.

– છાતીમાં દબાણ થતું હોવાનો અહેસાસ થવો અથવા છાતી પર કોઇએ ભાર મુકયો છે એવું લાગવું.

– માથું, પેટના ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ કારણ વિના સતત દુ:ખાવાનો અહેસાસ થવો.

– ડાબી સાઇડની પાંસળીઓની આસપાસ અથવા છાતીના વચ્ચેના ભાગમાં દુ:ખાવો થવો અને થોડા સમય બાદ આપમેળે જ સારું થઇ જવું।

– છાતી અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો.

– અચાનક શ્ર્વાસ લેવામાં પરેશાની થવી અથવા તો હાર્ટ બીટ તેજ થઇ જવી.

– ઇનડાઇજેશન અને વારંવાર વોમિટિંગ જેવું ફીલ થવું અથવા વારંવાર વોમિટ થવી.

– હંમેશા નબળાઇ લાગવી, થોડું કામ કરવાથી પણ થાક લાગવો.

– સતત બેચેની ફીલ થવી, માથું ભમતું હોવાનો અહેસાસ થવો.

– હાર્ટ પ્રોબ્લેમમાં હાર્ટ આખા શરીરમાં યોગ્ય રીતે બ્લડ પંપ કરી શકતું નથી, એવામાં પગમાં સોજાની સમસ્યા થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.