Abtak Media Google News

આવનારી ચૂંટણીઓમાં ઉમેદવારો સોગંદનામામાં ખોટી વિગતો ન આપે તે માટે નિયમોને કડક કરવાનો કેન્દ્રીય ચૂંટણી પંચનો નિર્ણય

દેશમાં કોઇપણ સ્તરે ચૂંટણી લડતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, મિલ્કત, ગુન્હાહિત પ્રવૃતિઓ વગેરેનો મતદારોને ખ્યાલ આવે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૧૩થી ઉમેદવારી પત્ર સાથે આવી વિગતોવાળુ સોગંદનામુ આપવું ફરજિયાત છે. પરંતુ આ નિયમ બન્યાના અત્યાર સુધીની ચૂંટણીઓમાં મોટાભાગના ઉમેદવારોએ ખોટી વિગતો આપતા સોગંદનામા રજુ કર્યાની ફરીયાદો ઉઠતી રહે છે. જેથી, કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી ચૂંટણીઓના ઉમેદવારો ખોટી વિગતોવાળા સોગંદનામા કરતા અટકે તે માટે નિયમ બન્યા બાદ અત્યાર સુધી યોજાયેલી તમામ ચૂંટણીઓના ઉમેદવારોના સોગંદનામાની ખરાઇ કરવાનો અને ખોટા સોગંદનામા રજુ કરનારા ઉમેદવારો સામે ફોજદારી કાર્યવાહી  કરવા સુધીનો નિર્ણય કરાયો છે. જેથી, ચૂઁટણીમાં સોગંદનામાનો રમત સજતતા અનેક લોકોના ‘ઠેબરા’અભડાશે તેમ મનાય રહ્યું છે.

જનપ્રતિનિધિ ધારા ૧૯૫૧ ની કલમ ૧રપ-એ અન્વયે આવી ફરીયાદો માટે સ્વાયત્ત રીતે ગુનો નોંધવાની જોગવાય છે. ફરીયાદોને લઇને ચૂંટણી પંચ ખોટા સોગંદનામા માટે દર વખતે ફરીયાદો સામે પગલા ભરવાથી દુર રહે છે. ચૂંટણી પંચ દ્વારા પંચના અઘ્યક્ષ સુનિલ અરોરા, ચુંટણી કમિશનર અશોક લાવાસા અને સુશીલચંદ્ર સહિતના તમામ પધાધિકારીઓની ઉ૫સ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મંગળવારે આ મુદ્દે હાથ ઉપર લીધો હતો. આ મુદ્દો અને ઉમેદવારો દ્વારા ખોટી હકિકતો સાથેનું સોગંદનામું મતદારોના અધિકારની સાથે સાથે નિષ્પક્ષ અને ન્યાયીક ચુંટણી પ્રક્રિયાની વિશ્ર્વસનીય અને પ્રતિભા માટે પણ નુકશાનકારક છે. ચુંટણી માટેના સોગંદનામામાં ખોટી વિગતો ભરવી એટલે મતદારોને ગેરમાર્ગે દોરી ચુંટણીની પારદર્શકતાનો પણ ભંગ કરવા જેવું ગણાય, ચુંટણી પંચ કહ્યું હતું કે આ પરિસ્થિતિના બદલાવ માટે તળિયેથી પરિવર્તનની જ‚ર છે.  આવીફરીયાદો સામે ગંભીરતાથી પગલા ભરાશે.

ઉમેદવારોની વિશ્ર્વસનીયતા સાથે સીધો સંબંધ ધરાવતી આ બાબતની ફરીયાદોમાં એક એક અરજી માટેની સઁપૂર્ણ તપાસ કરવાની વ્યવસ્થા ઉભી કરવાનો નિર્ણય  કરાયો છે. ઉમેદવાર પોતાના ઉમેદવારી પત્રક સાથે સોગંદનામામાં પોતાની ગુનાહિત પ્રવૃતિઓની ભુમિકા, મિલ્કત સમૃઘ્ધિ, શૈક્ષણીક લાયકાત ની વિગતો આપવા માટે પંચે ૨૦-૩ થી શ‚આત કરી છે.

ઉમેદવારના સોગંદનામામાં દર્શાવેલી મિલકતો અસકયામતોની ખરાઇ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ (સીબીડીઆઇ) દ્વારા કરવાની જોગવાય છે. સુપ્રિમ કોર્ર્ટે ને પણ એ વાત ઘ્યાનમાં આવી છે કે નાગરિક સ્વાયત્તા ધારા ૨૦૦૩ ના મુકદમાાં મંગળવારે સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે તંદુરસ્ત લોકશાહી માટે નાગરીકો મતદારોને માહિતગાર કરવા જરુરી છે. નાગરીકો પાસે ઉમેદવારની પુરેપુરી માહીતી હોવી જોઇએ જેનાથી તે ઉમેદવારોની મત આપવા માટે તટસ્થ નિર્ણય લઇ શકે પોતાનો ઉમેદવાર સાંસદ અને ધારાસભ્ય બનવા માટે યોગ્ય છે કે કેમ તેનો નિર્ણય ત્યારે લઇ શકે જયારે તે પોતાના ઉમેદવારની તમામ વિગતો જાણતો હોય

ચુંટણી પંચે આગળ એવો પણ નિર્દેશ આપ્યા છે કે કલમ ૧૯ (એ) અન્વયે નાગરીકોને ઉમેદવાર વિશે જાણવાનો અધિકાર છે પંચે આ બાબતને નાગરીકો ના મુળભુત અધિકારો સાથે ગણીને દેશમાં નિષ્પ પક્ષ ચુંટણી માટે ઉમેદવારો દ્વારા ભરવામાં આવતી સોગંદનામાની ખોટી વિગતોની પ્રત્યેક ફરીયાદો સામે સંપૂર્ણ તપાસ અને દંડાત્મક કાર્યવાહીની વ્યવસ્થા ઉભી કરવા કમર કસી છે. હવે કોઇ ઉમેદવાર ઉમેદવારી પત્રમાં જાહેર કરાયેલી મીલકત અને વ્યકિતગત ગુનાહિત ઇતિહાસની સાચી વિગતો છુપાવી નહિ શકે અને હવે આવી ફરીયાદોની એક એક અલગ અલગ તપાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.