Abtak Media Google News

ટેક્સ ચૂકવવા કે ફરિયાદ નોંધાવવા વોર્ડ ઓફિસે કે ઝોન ઓફિસે રૂબરૂ મુલાકાત લેવાને બદલે ઓનલાઈન સેવાનો ઉપયોગ કરવા લોકોને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની અપીલ

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનો પોઝીટીવ કેસ જોવા મળતા, કોરોના વાઇરસ સંક્રમણ સામેના સાવચેતીના  પગલાં રૂપે  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં સ્થિત પ્રણામી ચોક ખાતે આવેલ આરોગ્ય કેન્દ્ર ચોવીસે કલાક ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે, જ્યાં કોઇપણ સમયે નાગરિકોને પ્રાથમિક તબીબી સારવાર અને માર્ગદર્શન મળી રહેશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

કમિશનરે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની મેડિકલ ટીમો અને મોબાઈલ ટીમો પણ જંગલેશ્વર વિસ્તારમાં સતત રાઉન્ડમાં રહેશે અને નાગરિકોને આવશ્યકતા મુજબ સારવાર અને માર્ગદર્શન પણ આપશે. જો કોઈ નાગરિકને વિશેષ સારવારની આવશ્યકતા જણાશે તો તેમણે સિવિલ હોસ્પિટલમાં પણ મોકલાશે. આ પ્રકારે પ્રણામી ચોક ખાતેના અઆરોગ્ય કેન્દ્ર ખાતે અને ફિલ્ડ વર્ક માટે પણ મેડિકલ સ્ટાફ સતત ઉપલબ્ધ રહેશે.

Img 20200320 Wa0012

દરમ્યાન કમિશનરે જાહેર જનતાને અન્ય એક ખાસ અપીલ કરતા એમ કહ્યું હતું કે, જે નાગરિકો મિલકત વેરો ચૂકવવા માટે કે મનપાની સેવાઓ અંગે કોઈ ફરિયાદ હોય તો તે કામ માટે વોર્ડ ઓફિસ કે ઝોન ઓફિસમાં રૂબરૂ મુલાકાત લેવાને બદલે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરે. વર્તમાન સમય સંજોગોના ઉપલક્ષમાં નાગરિકો આ પ્રકારે રાજકોટવાસીઓના જાહેર હિતમાં વહીવટી તંત્રને સહયોગ આપી પોતાનો નાગરિક ધર્મ બજાવે તે ખુબ જ જરૂરી છે. નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવવા મહાનગરપાલિકાના ચોવીસે કલાક કાર્યરત્ત રહેતા કોલ સેન્ટરના ફોન નંબર  ૦૨૮૧ ૨૪૫૦૦૭૭ ડાયલ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.