Abtak Media Google News

Table of Contents

જીમ રસીયાઓની આતુરતાનો અંત, શહેરના ખ્યાતનામ જીમો પ ઓગસ્ટથી ખુલવા સજજ: ચાર મહિના જેટલા લાંબા સમય બાદ હવે લોકો જીમમાં મનભરીને કસરતનો લ્હાવો લઇ શકશે:

ચાર મહિનાના લાંબા સમય બાદ હવે જીમ ખુલવા જઇ રહ્યા છે જીમ રસીયાઓની આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે સરકારે પ ઓગષ્ટથી જીમને ખોલવાની મંજુરી આપી દીધી છે. સામે જીમ સંચાલકો પણ હવે ફરી જીમને શરુ કરવા માટે સજજ થઇ ગયા છે. જેથી હવે લોકો જીમમાં કસરત કરી તેઓની ઇમ્યુનીટી સીસ્ટમ વધારશે અને કોરોનાને ભગાડશે.

જીમ શરૂ થશે તો કોરોના ભાગી જશે: હાશિમભાઈ રાઠોડ (એથ્લેટીઝમ ફિટનેસ કલબ)

Vlcsnap 2020 07 31 13H22M25S162

એથ્લેટીઝમ ફિટનેસ કલબના માલિક હાશિમભાઈ રાઠોડે જણાવ્યું હતું કે હું છેલ્લા ૨૦ વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે. તેમણે કહ્યું હતું કે હવે જ્યારે જિમ – ફિટનેસ કલબની શરૂઆત થશે ત્યારે એક વાક્યમાં કહું તો કોરોના જતો રહેશે. કેમકે આ રોગ મોટાભાગે ફેફસા પર આક્રમણ કરે છે પરંતુ જિમ ખાતે જે વર્ક આઉટ કરવામાં આવે છે તેનાથી માનવ શરીરમાં એક ઉષ્મા ઉદભવે છે જે ઇમ્યુનિટી સિસ્ટમને વધુ મજબૂત બનાવે છે અને જો ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનશે તો ચોક્કસ કોરોના સામેની લડાઈમાં આપણે જીતી શકીશું. તેમણે કહ્યું હતું કે વાત રહી સેફટી મેઝરમેન્ટની તો જિમ ખાતે બે ટ્રેડ મિલ વચ્ચે ૧ ફુટનું અંતર હોય છે અને એક ટ્રેડ મિલની પહોળાઈ આશરે ૩ ફુટ જેટલું હોય છે તો આપોઆપ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે છે અને ત્યારબાદ ક્લિનિંગની વાત કરીએ તો અમે અમારા જિમ ખાતે જે સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ છે તે જ લિકવિડ તબીબો ઓપરેશન દરમિયાન ઉપયોગ કરતા હોય છે તો સેફટી મેઝરમેન્ટનું સંપૂર્ણપણે પાલન થશે. તેમણે કહ્યું હતું કે હું છેલ્લા

વીસ વર્ષથી આ ક્ષેત્ર સાથે જોડાયેલો છું અને વૈશ્વિક કક્ષાએ પ્રદર્શન કરી ચુક્યો છું જેથી મને બહોળો અનુભવ છે. જિમ એટલે ફક્ત ફિઝિકલ વર્ક આઉટ નહીં પરંતુ તેની સાથે જરૂરી આહાર, ડાયટ સહિતની બાબતો ધ્યાને લેવામાં આવે છે અને સાથે સાથે જે તે વ્યક્તિનું લાઈફ સ્ટાઇલ પણ ધાયને લઈએ છીએ તો આ તમામ બાબતને કેન્દ્રમાં રાખીને ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી હું કહી શકું કે  જિમ શરૂ થતા કોરોના ભાગી જશે. અંતે તેમણે કહ્યું હતું કે જેટલો સમય જિમ બંધ રહ્યું તે સમયગાળા દરમિયાન મને મારા મેમ્બટ્સના અઢળક ફોન આવ્યા, દરેકનો એક જ સવાલ હતો કે જિમ ક્યારે શરૂ થાય છે જેનો આખરે જવાબ મળ્યો છે કે ટોઇન્ક સમયમાં જિમ શરૂ થવા જઇ રહ્યું છે તો લોકો ખુશખુશાલ છે અને તેમનું સ્ટ્રેસ જિમ ખાતેથી દૂર થશે તે બાબતનો મને વિશ્વાસ છે.

સ્વાસ્થ્ય માટે મનોબળ અત્યંત જરૂરી:સમીર ડોડીયા (વાઈ નોટ જીમ)

Vlcsnap 2020 07 31 13H20M55S515

વાઈનોટ જીમ ઓનર સમીર ડોડીયાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે જીમએ માત્ર શારીરીક વિકાસમાં ફેરફાર નહિ પરંતુ માનસીક શકિતઓમાં પણ ફેરફાર કરે છે. તમારા મનોબળ ને વધારો આપે છે. શરીરમાં જોમ જુથો ઉત્પન કરે છે. જીમએ માનવી પાસે રહેલું આરોગ્ય માટેની જડીબૂટી છે.

તમારા ખોરાકમાં પણ ફેરફાર જોવા મળે છે. જેથી કહી શકાય કે તમારા શરીરમાં રહેલી ઈમ્યુનીટીને બૂસ્ટર આપવાનું કાર્ય રોજ કરતું હોય છે. હાલ લાંબા સમય બાદ જીમને શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે દરેક સાવચેતીઓની સલામતીની તકેદારીઓ રાખવી જરૂરી છે.

ઉતાવળે નહીં  સાવધાનીથી જીમને શરૂ કરવુ:રણજીતસિંહ રાઠોડ (આર.આર. ફિટનેસ કલબ)

Vlcsnap 2020 07 31 13H21M45S550

આર.આર. ફિટનેસ કલબનાં ઓનર રણજીતસિંહ રાઠોડએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, આગામી દિવસોમાં જીમ શરૂ કરવા માટે ઉતાવળ નહિ સાવધાની રાખવી જરૂરી જેટલુ જીમ શરૂ કરવા જરૂરી એટલું ત્યાં સાવચેતીઓની તકેદારીઓ જરૂરી હાલ કોરોનાની વેકસીન સોધાણી નથી ત્યારે માનવીની બોડી માટેની બેસ્ટ ઈમ્યુનીટી સીસ્ટમ વધારવા માટે જરૂરી જીમ છે. જે શરીરની અંદર રોગપ્રતિકારક શકિતનું સંમતોલન જાળવી રાખી છે. અને શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. હું અત્યારે મારી અને મારા જીમ મેમ્બરની સલામતીની તકેદારીને ધ્યાનમાં રાખી જીમ શરૂ કરીશ.

સાવચેતીઓ અને સલામતીની તમામ તકેદારીઓ સાથે ખૂલ્લુ મૂકવામાં આવશે જીમ: જયદિપસિંહ ખાચર (વાઈનોટ જીમ)Vlcsnap 2020 07 31 13H21M00S070

વાઈનોટ જીમ ઓનર જયદિપસિંહ ખાચરએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, છેલ્લા ૪ મહિનાથી જીમ બંધ છે. ત્યારે ફરી શરૂ કરવા માયે અમે લોકો ખૂબ ઉત્સાહી છો. જીમ શરૂ કરવાની સાથે સરકારની દરેક ગાઈડલાઈન અનુસરીને તમામ પ્રકારની સાવચેતીઓ

અને સલામતીની તકેદારી રાખીશું જેથી જીમના તમામ સભ્યો અને અમે ઓનરસ પોતાના સ્વાસ્થ્યની તકેદારીઓની જાળવણી કરી શકી. સેનેટાઈઝ, સોશ્યલ ડીસ્ટનીંગ સાથે જીમને ખૂલ્લુ મૂકવામાં આવશે.

વેકસીનનો પર્યાય એટલે જીમ:મુલરાજસિંહ ઝાલા (એમ ઝેડ ફિટનેશ)

Vlcsnap 2020 07 31 13H23M19S164

એમ.ઝેડ ફીટનેશના ઓનર મૂલરાજસિંહ ઝાલાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી જીમ સાથે સંકળાયેલા તમામ લોકોમાં રાહતનો અનુભવ થયો છે. તેમજ આ નિર્ણયથી અમે ખુશ છીએ રાજકોટમાં કેસનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જીમએ હાલ વેકશીન જેવું કામ કરી રહી છે.

માનવીના શરીરની રોગ પ્રતિકારક શકિતને જાળવી રાખે છે. તેમજ ઈમ્યુનીટી સીસ્ટમમાં બૂસ્ટર જેવું કામ આપે છે. ફીટનેશથી આપણા શરીરની સંમતુલનના સરખી રહે છે. સ્વાસ્થ્યમા સુધારો જોવા મળી રહે છે. ઈમ્યુન સીસ્ટમમાં ખૂબ સારો વધારો પણ થતો હોય છે. બ્રીથીંગ માટેની એકસસાઈઝ ને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે. જે શ્ર્વાચ્છોશ્ર્વાસની ક્રિયામાં ફેરફાર કરે છે. તેની માટે યોગા ખૂબ જરૂરી છે. આ બધુ અમે યોગ્ય માર્ગદર્શન આપી જીમમાં આવતા તમામ સભ્યોને ગાઈડ કરવાના છીએ અન્યની સરખામણીમાં ફીટનેશ ઈન્ડસ્ટ્રીઝને મોટો માર પડયો છે. જે અત્યાર સુધીનો સપોર્ટ મેમ્બર લોકોએ રાજકોટની જનતાએ તેમજ સરકાર તરફથી જે સપોર્ટ મળ્યો છે. તેને હજુ અમને જરૂર છે. તેમજ મારી દરેક નાગરીકને અપીલ છે. સ્વચ્છ રહો ખૂશ રહો જીમ કરતા રહો.

તમામ સેફટી મેઝરમેન્ટના પાલન સાથે જીમ શરૂ કરાશે: વિક્કીભાઈ શાહ (ફિટનેશ ફાઈવ જિમ)Vlcsnap 2020 07 31 13H22M52S781

ફિટનેશ ફાઈવ જીમના માલિક અને સૌરાષ્ટ્ર જિમ એસોસિએશનના પ્રમુખ વિક્કીભાઈ શાહે કહ્યું હતું કે જ્યારથી લોક ડાઉન અમલી બન્યું ત્યારથી જ અમારા મેમ્બર્સના અઢળક ફોન કોલ્સ કે મેસેજ અમને મળી રહ્યા હતા જેમાં જિમ શરૂ કરવાની જ વાત સામે આવ્યા હતા. પરંતુ રાજકોટ જેવા સ્થળ પર ઓનલાઇન વર્ક આઉટ જેવા ક્ધસેપ્ટ ચાલી શકે નહીં જેથી ચાર મહિના સુધી જિમ બંધ જ રહ્યા હતા. પરંતુ હવે જે રીતે જિમ શરૂ કરી દેવાનો આદેશ મળ્યો છે તેનાથી ખુશીની લાગણી છવાઈ છે. હાલથી જ મેમ્બર્સના ફોન કોલ્સ આવવા લાગ્યા છે તેમજ સેફટી મેઝરમેન્ટ સહિતના પ્રશ્નો પણ પૂછવા લાગ્યા છે જેથી એસોસિએશન દ્વારા અનેકવિધ તૈયારીઓ

કરવામાં આવી છે. જેમાં દર એક કલાકે તમામ સાધનો સેનીટાઈઝ કરવામાં આવશે. દરેક મેમ્બરએ પોતાનું સેનેટાઈઝર, વોટર બોટલ તેમજ ટુવાલ સાથે લઈને આવવાનું રહેશે. તેમજ હાલ સ્ટીમ સહિતની સવલત બંધ રાખવામાં આવશે. તેમણે ઇમ્યુનિટી સિસ્ટમ અને જિમ વચ્ચેના સબંધ વિશે જણાવતાં કહ્યું હતું કે જેટલું વધારે લોકો વર્ક આઉટ કરે છે તેનાથી કાર્ડિયાક સમસ્યાઓ દૂર થાય છે તેમજ ઇમ્યુનિટી સિસ્ટમ વધે છે તેમજ માનવ શરીરની તમામ જરૂરિયાત પુરી થાય છે.

વર્ક આઉટ અને ડાયટ પ્લાન ઇમ્યુનિટી સિસ્ટમ વધારવામાં મહત્વપૂર્ણ ફાળો આપશે : કિશન ગઢવી (ફિટ ફર્સ્ટ જીમ) Vlcsnap 2020 07 31 13H20M40S441

ફિટ ફર્સ્ટ જીમના ટ્રેઇનર અને ન્યુટ્રિશનિસ્ટ કિશનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારે જીમ શરૂ કરીશું ત્યારે તમામ પ્રકારની સુરક્ષાને તેમજ સાવચેતીઓ રાખવામાં આવશે. સેનેટાઇઝર, થર્મલ સ્ક્રીનીંગ સહિતની બાબતોનું ધ્યાન રાખીશું તેમજ તમામ સાધનોને દર એક કલાકે સેનેટાઇઝ કરીશું જેથી કોરોના ચેપનો ફેલાવો થાય નહિ. તેમણે જીમ અને ઇમ્યુનિટી સિસ્ટમ વચ્ચેના સબંધ અંગે જણાવ્યું હતું કે જીમમાં પ્રથમ વર્ક આઉટ કરાવવામાં આવે છે જેનાથી હૃદય રોગની સમસ્યાઓ દૂર થાય છે ત્યારબાદ ડાયટનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે જેથી માનવ શરીરને જરૂરી તમામ વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ મળી રહે છે જેથી ઇમ્યુનિટી સિસ્ટમમાં નોંધપાત્ર વધારો થાય છે. તેમણે અંતે કહ્યું હતું કે કોઈ પણ ઉદ્યોગ ધંધા બંધ થાય અને ત્યારબાદ ફરીવાર શરૂ કરવામાં અનેકવિધ પડકારોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મોટાભાગના જીમને ભાડા થી માંડી અનેકવિધ પ્રકારના ખર્ચાઓ થઈ રહ્યા છે જેથી જીમને આર્થિક મારનો સામનો કરવો પડશે.Vlcsnap 2020 07 31 13H21M45S550

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.