સ્વરક્ષણ માટે બંદુક રાખવાનો ટ્રેન્ડ વધ્યો, 5104 લોકો પાસે હથિયારના લાયસન્સ

42
the-gun-funding-for-self-defense-increased,-5104-people-have-a-weapon-license
the-gun-funding-for-self-defense-increased,-5104-people-have-a-weapon-license

ગુજરાતમાં સ્વરક્ષણ માટે હથિયાર રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને રિવોલ્વર અને બંદુક રાખવા માટે અરજીઓ કરવામાં આવતી હોય છે. અમદાવાદમાં 5104 લોકો પાસે સ્વરક્ષણ માટે હથિયારના પરવાના ધરાવે છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં 177 લોકોને નવા લાયસન્સ મળ્યા જ્યારે 1720 જેટલા રિન્યુ તેમજ 86 લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

સ્વરક્ષણ માટે હથિયારના લાયસન્સ માટે થતી અરજીઓ

ગુજરાતમાં વધતી ક્રાઈમ રેસિયો સામે લોકો પોતાના રક્ષણ માટે હથિયારના લાયસન્સ માટે અરજીઓ કરતા હોય છે. અમદાવાદમાં દર વર્ષે સરેરાશ 100 લોકો હથિયારના લાયસન્સ મેળવે છે. વિધાનસભામાં ગૃહવિભાગે આંકડા રજૂ કર્યા હતા કે અમદાવાદમાં પાકરક્ષણ માટે એક પણ વ્યક્તિને હથિયારનું લાયસન્સ આપવામાં આવ્યું નથી. જ્યારે સ્વરક્ષણ માટે 5104 લોકો હથિયાર માટેના પરવાના ધરાવે છે.

Loading...