પ્રેમમાં વ્યક્તિનો બદલાવ દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘લવની લવ સ્ટોરીસ’ ૩૧મીએ થશે રિલીઝ

પ્રસિદ્ધ કલાકારો પ્રતિક ગાંધી, શ્રદ્ધા ડાંગર, દિક્ષા જોશી, વ્યોમા નંદી, હાર્દિક સંઘાણીએ પાથર્યા છે અભિનયના ઓજસ: સ્ટાર કાસ્ટ ‘અબતક’ના આંગણે

મારુ પાત્ર છોકરાઓને કરે છે ક્ધફયુઝ: દિક્ષા જોશી

લવની લવ સ્ટોરીમાં કંઇક અલગ જ બતાવાયું છે: શ્રદ્ધા ડાંગર

ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય બહુ ઉજ્જવળ દેખાઇ રહ્યું છે: પ્રતિક ગાંધી

ફિલ્મમાં વુમન એમ્પાવરમેન્ટના દર્શન: વ્યોમા નંદી

આગામી ૩૧મી જાન્યુઆરીએ તમે પણ ખોવાશો ફરી પ્રેમમાં કારણ આવી રહ્યું છે  એક ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરીસ. જેના નિર્દેશક અને લેખક દુર્ગેશ તન્ના છે. આ ફિલ્મની લવની લવ સ્ટોરીસના નિર્માતા મનિષ અંદાણી અને કરીમ મિનસારીય છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ કાલકારો પોતાનો અભિનય કર્યો છે જેમાં પ્રતિક ગાંધી,શ્રદ્ધા ડાંગર, દિક્ષા જોષી, વ્યોમા નંદી, હાર્દિક સંઘાણી જેવા અનેક બીજા કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું નામ પોતેજ કહી દે છે કે લવની લવ સ્ટોરીસ તો ફિલ્મમાં એકથી વધુ લવ સ્ટોરીસ હશે. જેમાં પ્રતિક ગાંધી,શ્રદ્ધા ડાંગર, ભાવિની જાની,અલ્પના બુચ,હાર્દિક સંઘાણી,દિક્ષા જોશી, વ્યોમા નંદી ,હરિકૃષ્ણ દવે, તરજની ભાડલા,ભવ્ય સીરોહી, મેહુલ બુચ, વંદના વિઠ્ઠલાની પાત્રો પણ જોવા મળે છે.

ચાલ મારી લવ સ્ટોરી સાંભળ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦મા તમને થશે પ્રેમ

લવની લવ સ્ટોરીસનું ટીસર ખૂબ રસપ્રદ છે. જેમાં ક્યાય તેના પુરુષ કલાકારોના ફેસ રિવિલ નથી થતાં ખાલી પ્રેમ થતાંની અનુભૂતિ દરેકને સ્ત્રી અને પુરુષ કેવી થાય છે તે જોવા મળે છે. ત્યારે દરેક વ્યક્તિમાં શું પરીવર્તન આવે છે ?  આ પ્રેમની સાથે તેવું જોવા મળે છે. જેમાં ક્યારેક વ્યક્તિ લથડિયા ખાતો જાય છે, તો ક્યારેક ગોથા ખાતો જાય છે, ક્યારેક ઉધો ચાલવા માંડે તો ક્યારેક તે પોતાની જાતને પ્રેમની અનુભૂતિ થતાં ક્યાં લઈ જાય તે પોતાને પણ ખબર નથી રહેતી આ બધી પ્રેમની વાતો આવીજ કઈક પ્રેમની વાતો અને અનુભૂતિ આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.

જબરજસ્ત ગુજરાતી ફિલ્મની સ્ટારકાસ્ટ જેમાં પ્રતિક ગાંધી, શ્રઘ્ધા ડાંગર, દિક્ષા જોશી, વ્યોમા નંદીએ અબતકને ખાસ મુલાકાત આપી હતી હતી. પ્રતિક ગાંધીએ અબતક સાથેની વાતચીતમાં ગુજરાતી ફિલ્મોના બદલાવ વિશે વાત કરી હતી તેમનો જણાવ્યું હતુ કે પહેલા ગુજરાતી ફિલ્મો માટે આટલા સબ્જેકટ ન્હોતા.આજે ગુજરાતી ફિલ્મો વિશ્ર્વના દરેક દેશોમાં પહોંચ્યા છે.

આજે ગુજરાતી ફિલ્મોએ બદલ્યો છેઅને લોકચાહના મેળવી છેે તેથી આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. શ્રદ્ધા ડાંગરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે ઘણા ગુજરાતી સારા ફિલ્મો આવી રહ્યા છે જેને  ઓડિયન્સે ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે.ખાસ કરીને બોલીવૃડ ફિલ્મો વર્ષોથી ચાલે અને દરેકે બધુ જોઈ લીધુ છે ત્યારે  આજે લોકો ગુજરાતી કલ્ચર સાહિત્ય જોવા ઉત્સુક છે અમારી વલની લવ સ્ટોટીસ  માં દર્શકોને કઈંક અલગ જ બતાવાયું છ.ફિલ્મમં સોનમનું પાત્ર ભજવનાર વ્યોમા નંદીએ જણાવ્યું  હતું કે આ ફિલ્મમાં વૃમન એકવાવરમેન્ટના પણ દર્શન થશે. સમાજમાં અગાઉ સ્ત્રીઓએ ખુબ સહન કર્યુ છે. તે આજે બહાર નીકળી છે ફિલ્મમાં ત્રણ હિરોઈન જ બતાવે છે.સ્ત્રી સશકિતકરણ હવે દર્શકોને ગુજરાતી ફિલ્મો એટલા ગમવા લાગ્યા છે જેથી થીયેટરોમાં ત્રણ શો કરવાનો ચોકકસ સમય આવશે. દિક્ષા જોશીએ જણાવ્યું હતું કે  આ ફિલ્મમાં  મા‚ પાત્ર છોકરાઓને ક્ધફયુઝ કરે એવુ છે આ ફિલ્મોમાં સ્ત્રીને રીસ્પેકટ અપાયો છે. અબતકની મુલાકાતે આવેલ ફિલ્મની સ્ટાર  કાસ્ટે પ્રેમની અદભુત ફિલ્મ નજીકના સિનેમાધરોમાં નિહાળવા ચાહકોને જણાવ્યું છે.

Loading...