Abtak Media Google News

કોનુ એન્ડ મોનુ બ્યુટી સલૂન તથા આરડી ગ્રુપ દ્વારા કરાયું આયોજન

કોનુ એન્ડ મોનુ તથા આર.ડી ગ્રુપ દ્વારા ગુજરાત નેકસ્ટ ટોપ મોડેલ ફેશન શો ૨૦૧૮નું હેમુગઢવી હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાંથી ૨૦ થી ૪૨ વર્ષની ઉંમરની મહિલાઓએ ભાગ લીધો હતો. ફેશન શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાહતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન કોનુ એન્ડ મોનુ બ્યુટી સલૂનના ઓનર મિનીતકુમાર સોલંકીએ જણાવ્યું કે, ગુજરાત નેકસ્ટ ટોપ મોડલ ફેશન શોનું અમે આયોજન કરેલું છે. તેના વિશે હું જણાવીશ કે રાજકોટમાં ફેશન શો બહુ ઓછા થતા હોય છે અને એ લેવલ પર નથી થતા તો અમે એવો સ્કોપ અને સ્ટેજ રેડી કરેલ છે કે અહી રાજકોટ સહિત, જામનગર, જૂનાગઢથી છોકરીઓએ ભાગ લીધેલ છે. અને તેઓ બહુ ખુશ છે. અને તેને ખુશ જોઈને અમે પણ બહુ આનંદ અનુભવીએ છીએ.

અબતક સાથેની વાતચીત દરમિયાન ફેશન શોમાં ભાગ લેનાર ઉર્વિશાએ જણાવ્યું કે તે કોનુ એન્ડ મોનુ બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ છે. અને ફેશન શોમાં ભાગ લઈને ખૂબજ આનંદ થાય છે. અને તેને વધુમાં જણાવ્યું કે તેણે ઘણી વખત ફેશન શો ભાગ લીધેલ છે.

ફેશન શોમાં ભાગ લેનાર પ્રગતિ મિસ્ત્રીએ જણાવ્યું કે ફેશન શોમાં ભાગ લઈને તેને ખૂબજ આનંદ થઈ રહ્યો છે. તેમણે ઘણીબધી વખત ફેશન શોમાં ભાગ લીધેલ છે. અને તેના સારા અનુભવને કારણે આજ તે આ મંચ સુધી પહોચી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.