Abtak Media Google News

શનિવારથી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાશે: કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા

મગ પ્રતિ ક્વિન્ટલ રૂ.૬૯૭૫ અને અડદ પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૬૦૦ લેખે ખરીદાશે

ગુજરાત સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૧૦મી ડિસેમ્બરથી રાજયના ૧૮ જિલ્લાના ૩૭ ખરીદ કેન્દ્રો ખાતેથી મગની તથા ૨૮ જિલ્લાના ૩૭ ખરીદ કેન્દ્રો ખાતે અડદની ખરીદ કરવામાં આવશે. આગામી શનિવારથી ટેકાના ભાવે મગ તથા અડદની ખરીદ કરવા માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

1 116આ અંગે વધુ માહિતી આપતા રાજય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, હાલ રાજયભરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. રાજય સરકારે ખેડૂતો પાસેથી મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

સરકાર દ્વારા હાલ ડાંગર, મકાઈ અને બાજરી તથા મગફળીની ટેકાના ભાવે સંપૂર્ણ પારદર્શિતા પૂર્વક ખરીદી થઈ રહી છે. ડીસેમ્બરથી મગ અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું નકકી કરવામાં આવ્યું છે. ૧ ડિસેમ્બર અર્થાત આગામી શનિવારથી રાજયભરના ૧૮ જિલ્લાના ૩૭ ખરીદ કેન્દ્રો ખાતેથી મગની ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવશે. સાથો સાથ રાજયના ૨૮ જિલ્લાના ૬૨ કેન્દ્રો પર અડદની ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવશે.

મગ અને અડદની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા તા.૧૦મી ડિસેમ્બરથી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાશે. અડદની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૬૦૦/-ના ભાવથી થશે. ગત વર્ષે આ ભાવ રૂ.૫૪૦૦/- હતો. આમ અડદમાં પણ ટેકાના ભાવમાં ગત વર્ષ કરતા રૂ.૨૦૦/-નો વધારો કરાયો છે.

રાજયભરમાં ખેડૂતો પાસેથી વિવિધ ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યારે ખેડૂતોને કયાંય મુશ્કેલી ન પડે તેની વિશેષ કાળજી લેવામાં આવી છે. બારદાન અને ગોડાઉનોની ઉપલબ્ધતા અને સુરક્ષા પણ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. મગફળીના વધુ ઉત્પાદનવાળા જિલ્લાઓમાં માર્કેટ યાર્ડ ખાતે દરરોજ વધુમાં વધુ ખેડૂતો માલ સરળતાથી વેચી શકે એવી વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે. એમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં અધધ ૪ ટકાનો ઘટાડો

કપાસની માંગના અછતના કારણે તથા ડોલરની સામે રૂપિયો મજબૂત બનતાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે શંકર ૬-કોટન વેરાયટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે ગુજરાતમાં કપાસનું ૧૦૫ લાખ ગાંસડીનું ઉત્પાદન રહ્યું હતું જે આ વર્ષે ૮૦ લાખ ગાંસડીનું ઉત્પાદન થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

સાથોસાથ લોકલ માર્કેટમાં પણ કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આશરે ૪૦ હજાર ગાંસડીઓ દરરોજ આવતી જોવા મળે છે જે પહેલા ૭૦-૭૫ હજાર સુધી રહેતી પાછલા વર્ષોમાં ૨૦૧૮-૧૯ની વાત કરીએ તો ગુજરાતમાં કપાસ નું વાવેતર ૧૬% જેટલું ઘટશે તેવું માનવામાં આવી રહ્યું છે.

કપાસ માટે નિકાસની સ્પર્ધામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ ડોલર સામે રૂપિયાની મજબૂતાઇ વધતી જઇ રહી છે તે માનવામાં આવી રહ્યું છે. જો ડોલર મજબૂત હોય તો નિકાસકારો માટે કપાસનો ભાવ ખૂબ જ સારો મળે છે આંતરરાષ્ટ્રીય બજારમાં. પરંતુ રૂપિયાની સ્થિતિ સુધરતાં કપાસના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.