૧૯ સપ્ટેમ્બરે યોજાનાર જીએસટી કાઉન્સીલની બેઠક હવે ૫ ઓકટોબરે

જીએસટી કાઉન્સીલની આગામી બેઠક ૧૯ સપ્ટેમ્બરના બદલે હવે ૫ ઓકટોબરના રોજ યોજાશે તેમ માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળે છે. ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ કાઉન્સીલની બેઠક ૧૯ સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી. આ બેઠકમાં દર નિર્ધારણ અને રાજયોને વળતર બાબતે ચર્ચા થવાની હતી.

જીએસટી કાઉન્સીલની ૪૨મી બેઠક હવે ૫ ઓકટોબરે યોજાશે તેમ માહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું. જીએસટીનું રાજયોને વળતર આપવાના મુદ્દે વિવાદ ચાલે છે અને ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં દલીલો થશે.

બાદમાં કેન્દ્ર અને રાજયો વચ્ચે બેઠક યોજાશે તેમાં ચર્ચા થશે તેમ આધારભુત વર્તુળોએ જણાવ્યું હતું. આ અગાઉ ૨૭ ઓગસ્ટે મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં રાજયોને વળતરના મુદ્દે તથા જીએસટીની આવકમાં ઘટાડા અંગે પણ ચર્ચા થઈ હતી.

Loading...