Abtak Media Google News

એસબીઆઈ પાસે માગી માહિતી: કેન્દ્રીય મંત્રીને કરાશે રજૂઆત

કેન્દ્ર સરકારની નાના વેપારીઓ, ઉદ્યોગકારોને રાહત આપતી યોજનાઓના બેંકોએ કેટલાને ધિરાણ કર્યું ? કેટલા રકમનું ધિરાણ કર્યું ? વગેરે અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે માહિતી એકત્ર કરી સરકાર સમક્ષ રજૂઆત કરવા નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સને ૨૦૧૪ બાદ નાના વેપારી ઉદ્યોગકારોને આપવામાં આવતા ધિરાણ અંગે રાહત પુરી પાડતી કેટલીક યોજનાઓ જાહેર કરવામાં આવે છે. આવી યોજનાનો લાભ લાભાર્થી સુધી પુરતા પ્રમાણમાં પહોંચતો નથી. એવુ વેપારી તથા ઉદ્યોગકારોના માનસમાં રહેલ છે.  આ બાબતે હાલમાં તા. ૦૫/૦૬/૨૦૨૦ ના ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્રના કેબીનેટ કક્ષાના ખજખઊ વિભાગના મંત્રી નિતીન ગડકરી સાથે યોજાયેલ વેબ સેમીનાર દરમ્યાન પ્રશ્નોતરી કાળમાં ઉદ્યોગકારો તરફથી રજુઆત કરવામાં આવેલ. જેના પ્રત્યુતરમાં માનનીય મંત્રી દ્વારા જણાવવામાં આવેલ કે, આવી યોજના અંતગર્ત કેટલા ઉદ્યોગકારોને લાભ મળેલ છે અને કેટલાયે અરજી કરેલ હોવા છતાં લાભ પ્રાપ્ત થઇ શકયો નથી. તે અંગેની માહિતી એકત્રીત કરી ગ્રેટર ચેમ્બર દ્વારા રજુ કરવામાં આવે તો તે બાબતે યોગ્ય કરવામાં આવશે.

ઉપરોકત માહિતી મેળવવા માટે રાજકોટ જિલ્લા કક્ષાની લીડ બેન્ક તરીકે કાર્યરત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (લીડ બેન્ક મેનેજર)ને ઉદ્દેશીને પત્ર દ્વારા સંપૂર્ણ માહિતી જેવી કે, સને ૨૦૧૪થી અમલમાં આવેલ જુદી જુદી યોજના અંતગર્ત આવેલ કુલ અરજીઓની સંખ્યા, મંજુર કરવામાં આવેલ અરજીઓની સંખ્યા, મંજુર કરવામાં આવેલ ધિરાણની રકમ, ડિસ્બર્સમેન્ટ કરવામાં આવેલ લાભાર્થીઓની સંખ્યા, ડિસ્બર્સમેન્ટ કરવામાં આવેલ કુલ ધિરાણની રકમ, કરવામાં આવેલ ધિરાણના વ્યાજનો દર વગેરે માહિતી પુરી પાડવા પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી છે.  આ અંગે જિલ્લા લીડ બેન્કના ચેરમેન રમૈયા મોહન કલેકટર તથા રાજય કક્ષાની બેન્કર્સ કમીટીના ચેરમેનને પણ જાણ કરવામાં આવેલ છે. આ પ્રકારની માહિતી ઉપલબ્ધ થયેથી ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્ર સરકારના એમએસએમઇ વભાગના કેબિનેટ મંત્રી નિતીન ગડકરી તેમજ નાણામંત્રી મતી નિર્મલા સીતારામન સમક્ષ રજુઆત કરવામાં આવનાર છે. ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી અને ઇન્ચાર્જ માનદમંત્રી ઇશ્વરભાઇ બ્રાંભોલીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.