Abtak Media Google News

આજે તો ડિજિટલ યુગ છે પણ આજથી પાંચ કે છ દાયકા પહેલા ઓઇલ અને વોટર કલરથી તેમણે બનાવેલ અમુક ફિલ્મના લાજવાબ પોસ્ટરો આજે પણ લંડનના વિકટોરીયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં સંગ્રહિત છે

એક જમાનો હતો. ફિલ્મના પોસ્ટરો જોવાનો, સિનેમા ઘરોમાં બહાર વિશાળ પોસ્ટરો ગુરુવારે જ લાગી જતાં લોકો તેને જોવા દૂર દૂરથી આવતા પોસ્ટરો જોવે એ ફિલ્મ જોવા બરોબર હતું, ત્યાર આર્ટિસ્ટોની બોલબાલા હતી કે ફિલ્મ સ્ટારો પણ પોસ્ટર જોવા આવતા.

આજે તો ડિજિટલ આર્ટ આવી ગયું છે પણ એ જમાનામાં ફિલ્મી પોસ્ટરો દોરવાનો જબ્બર વ્યવસાય હતો. ચિત્રકારો હાથેથી વિશાળ પોસ્ટરોને કટ આઉટ સતત ત્રણ દિવસ મહેનત કરીને બનાવતા હતા. આ વ્યવસાય સાથે સંકળાયેલા અને ફિલ્મો પોસ્ટરોની દુનિયાના શહેનશાહ અને આ બાબતની કલાના પિતામહ દિવાકર કરકરનું ૯૦ વર્ષે ગત પાંચમી તારીખે મુંબઇ ખાતે દુ:ખ અવસાન થયેલ છે.

બોમ્બેમાં શિવાજી પાર્ક ખાતેના નિવાસ સ્થાને જ તેમનું અવસાન થતાં પરિવારજનો, મિત્ર વર્તુળ, ફિલ્મ કલાકારો તથા આર્ટ ક્ષેત્રમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. દિવાકર કરકરે જે.જે. સ્કુલ ઓફ આર્ટમાં ગ્રેજયુએશન કરેલું તેમને ઓઇલ કલર, વોટર કલર, કોલસાની મદદથી લાજવાબ પોસ્ટરો બનાવ્યા હતા. જેને જોઇને મશહુર ફિલ્મસ્ટારો પ્રભાવિત થયા હતા. દિવાકરજીના પોસ્ટરો આજે પણ લંડનની વિકટોરીયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં સંગ્રહિત છે.

Img 20210111 Wa0657

મશહુર અભિનેતા અમિતાભ બચ્ચનની એંગ્રિયંગ મેનની ઇમેજને પોસ્ટરમાં પ્રભાવી રીતે લાવવાનું કામ દિવાકરજી એ કર્યુ હતું. દિવારના પોસ્ટરમાં પીળો રંગ વાપર્યો પણ અમિતાભના ચહેરામાં રાતો રંગ ભર્યો હતો. તેવી જ રીતે શોલે ફિલ્મના પોસ્ટરોમાં પીળો રંગ ભર્યો, કાલા પથ્થરમાં ખાણીયા મજદૂરોના કલર માટે પોસ્ટર ‘કોલસા’ નો ઉપયોગ કરીને ખીણની ઇમેજ બ્લેક કલર સાથે ઉભી કરી હતી.

તેમના શ્રેષ્ઠ પોસ્ટરોમાં ‘ડોન’ ફિલ્મના પોસ્ટરમાં અમિતાભને ફલાંગ ભરતો બતાવ્યો હતો, જે ફિલ્મની નાસતા ભાગના ડોનની થીમ પ્રતિક હતું, અમર-અકબર- એન્થોની, કાલાપથ્થર, દિવાર, ડોન જેવી અમિતાભની હિટ ફિલ્મોના પોસ્ટર બનાવીને દેશનું નામ વિશ્ર્વભરમાં રોશન કર્યુ હતું.

ફિલ્મી પોસ્ટર દુનિયાની વિસરાતી યાદોમાં સદૈવે દિવાકર કરકરેનું નામ હમેંશા અમર રહેશે. તેમના પુત્ર ઉમેશ કરકરે કહ્યું કે, મારા પિતાજી એક જ ફિલ્મી પોસ્ટરમાં પુરી ફિલ્મ કહાની બતાવી દેતા હતા. દિવાકર કરકરેએ ૧૯૬૦ થી ૧૯૮૦ સુધી વિવિધ ફિલ્મોના પોસ્ટર બનાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.