Abtak Media Google News

ઉંટગાડી, ઘોડા, બગીનો કાફલો જમાવશે આકર્ષણ: રૂટમાં આવતા તમામ શિવાલયો પર ધ્વજારોહણ; ચોકે ચોકમાં લહેરાશે ભગવો ધ્વજ; રૂદ્રાક્ષનાં પારાનું નગરજનોને પ્રસાદી રૂપે થશે વિતરણ

દશનામ ગોસ્વામી સમાજ શિવરથયાત્રા સમિતિ દ્વારા કાલે બપોરે ૨ કલાકે રાજકોટના રાજ માર્ગ પર ભવ્ય સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રા

નિકળશે જેની તૈયારીનો ધમધમાટ શિવ રથયાત્રા સમિતિના સભ્યોરાત અને દિવસ એક કરીને કરી રહ્યા છે.

રાજકોટ નગરના સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રાના રૂટ પર આવતા તમામ શિવાલયો (શિવમંદિર)પર ધ્વજા રોહણ જેની પૂજા અર્ચના સમિતિના સભ્યો દ્વારા કરી અને ધ્વજારોહણ કરાશે. અને રાજમાર્ગો પર ભગવી ધ્વજા લગાવી મોટા મોટા ચોકમાંમોટા મોટા ભગવા ધ્વજ લગાવી આખો માહોલ ભગવોમય બની રહેશે અને સાથે સાથે રૂદ્રાક્ષના પારાઓનુ રૂદ્રાભીષેક કરી અને શિવરથયાત્રાના નગરજનોને પ્રસાદી સ્વરૂપે વિતરણ

કરવામાં આવશે. દર વર્ષે બહોળી સંખ્યામાં આ રૂદ્રાક્ષની પ્રસાદી સ્વરૂપે જાય છે. શિવરથયાત્રામાં ઉંટગાડી, ઘોડા, બગી, બાઈક તથા ૧૨ જયોતિલીંગના દર્શન રથયાત્રાને શોભાયમાન અને આકર્ષિત બનાવશે.

સર્વે નગરજનોને શિવરાત્રીનાં દિવસે બપોરે ૨ થી સાંજના ૮ સુધી આ રથયાત્રાના દર્શન કરવા તથા જોડાવા દશનામ ગોસ્વામ સમાજ શિવ રથયાત્રા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.