Abtak Media Google News

પપ૧ થી વધુ વિઘાર્થીઓનું સન્માન કરાશે. મહિલા મંડળની રચના થશે: તૃતીય વર્ષના આ કાર્યક્રમને લઇ કાર્યકરો અબતકને આંગણે

ચારણીયા સમાજને સેંકડો વર્ષો પહેલા આતમગૌરવ અપાવનાર જગદંબા આઇશ્રી નાગબાઇ માઁના પ્રાગટય મહોત્સવ નીમીતે રાજકોટમાં આગામી ૪ જુલાઇ ૨૦૧૯નાં રોજ ગુરુવારે અષાઢી બીજના પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા, વિઘાર્થીઓનો સન્માન સમારોહ અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન ગામડે ગામડે ચારણીયા સમાજનાં ઘરે ઘરે સ્ટીકર લગાવીને સૌ પ્રથમ વખત યોજાનાર ધાર્મિક અને સામાજીક પ્રસંગમાં પધારવા અનુરોધ છે.

આ તકે પ્રવીણ ગોગીયા, લલીત ચૌહાણ, અલ્પેશ મોખારા સહીતના કાર્યકરો અબતકની મુલાકાત લીધી હતી.

રાજકોટમાં કિસાનપરા ચોક ખાતે આગામી તા.૪ ને ગુરુવારે અષાઢી બીજના પાવન દિવસે સવારે ૯.૩૦ વાગ્યે ચારણીયા સમાજના જ્ઞાતિજનો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજના સામાજીક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ સ્વૈચ્વીક અને સેવાભાવી સંસ્થાઓના હોદેદારો વગેરે ખાસ ઉ૫સ્થિત રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. નાગબાઇ માતાજીની ૧૪ ફુટ ઉચી વિરાટ પ્રતિમાના પુજન-અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા  પ્રસ્થાન પામીને જીલ્લા પંચાયત ચોકથી ડો. યાજ્ઞીક રોડ થઇ માલવીયા ચોકથી ત્રિકોણબાગ થઇને જવાહર રોડ જયુબેલી ચોકથી આગળ આર.ડી.સી. બેન્ક રોડ થઇ ચૌધરી હાઇસ્કુલ ચોકથી બહુમાળી ભવન થઇ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૧.૩૦ વાગ્યે સમાપન થશે.

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શોભાયાત્રાનું વિસર્જન થયા બાદ બપોરે ૧ર વાગ્યાથી ચારણીયા સમાજનો તૃતીય વિઘાર્થી સન્માન સમારોહ યોજાશે. જેમાં ધો.૧ થી ૧ર સુધીનાં ૫૫૧ થી પણ વધુ તેજસ્વી વિઘાર્થીઓને આકર્ષણ મેડલ અને સર્ટીફીકેટ એનાયત કરીને સન્માન કરવામાં આવશે. વધુમાં વધુ વિઘાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે પણ પુરતા તમામ પ્રયાસો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહીત ગુજરાતમાં ચારણીયા સમાજની વસ્તી છે એવા નાના નેસડાથી લઇને મહાનગર સુધી ઘરે ઘરે જઇને મોટી માત્રામાં વિઘાર્થી સન્માનના ફોર્મ પહોચાડયા બાદ નિયમ સમયમાં પરત પણ લાવવા ચારણીયા સમાજના યુવાનોએ બે મહિના ખુબ મહેનત કરતા સારી સફળતા પણ મળી છે.

સમસ્ત ચારણીયા સમાજનાં યુવાનો છેલ્લા બે મહિનાથી પૂ. જગદંબા આઇશ્રી નાગબાઇ માઁ ના પ્રાગટય મહોત્સવની તૈયારી માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.