Abtak Media Google News

ભગવાન વિષ્ણુ છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતિની ઉજવણીના ભાગરુપે પરશુરામ જન્મોત્સવ સમીતી દ્વારા ભગવાન પરશુરામદાદાની મૂર્તિનું સ્થાપન ત્રિકોણબાગ કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે તા. ૧૮ ને બુધવારના રોજ ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા આવતીકાલે સાંજના ૪ કલાકે પંચનાથ મહાદેવ મંદીરેથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. તેમજ ત્યારબાદ ત્રિકોણબાગ, ગેસ્ફોર્ડ ટોકીઝ, માલવીયા ચોક, ડો. યાજ્ઞીક રોડ, ઇજનેર કચેરી, સ્વામી વિવેકાનંદ પ્રતિમા, જાગનાથ પોલીસ ચોકી, સર્વેશ્ર્વર ચોક, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, આમ્રપાલી રોડ, હનુમાનમઢી ચોક, બ્રહ્મસમાજ ચોક, રૈયા ચોકડી, રૈયા રોડ, રૈયા ગામથી વેજાગામ રોડ, પરશુરામ ધામ ખાતે ૭.૩૦ કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ શોભાયાત્રામાં પરશુરામ દાદાનો રથ ગાયત્રી યજ્ઞનો રથ, વિવિધ ક્રાંતિકારીઓ અને જેણે આઝાદી માટે સહાદત વહોરી લીધેલ હોય તેવા નામી અનામી ક્રાંતિકારીઓની ઝાંખીનું પ્રદર્શન કરતા ફલોટસ તેમજ ઋષીમુનીઓ દ્વારા ચાલી આવતી પ્રાચીન પરંપરાના ફલોટસ તથા ડી.જે. રથ તથા એક હજાર બાઇકો તથા પ૦૦ ફોર વ્હીલર સાથે ભગવાન પરશુરામ દાદાની જન્મ જ્યંતિની ભવ્યાતીભવ્ય શોભાયાત્રા નીકળશે.

ઉ૫રોકત કાર્યક્રમોને સફળ બનાવવા માટે પરશુરામ જન્મોત્સવ સમીતીના ક્ધવીનર ભરતભાઇ ઓઝા તથા પૂર્વ ક્ધવીનર મોનીશભાઇ જોશી તથા યુવાનો મહીલા સમીતીના સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

ભગવાન પરશુરામએ ચિરંજીવ, શોર્યતા અને જ્ઞાનનું પ્રતિક: ઠાકર, જોષી

જગતના આરાઘ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની આગામી  ર૮ એપ્રીલના રોજ જન્મજયંતિ આવી રહી છે.

આ મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ મહોત્સવમાં ભાગ લેવા જયંત ઠાકરે અને હરેશ જોશીએ શહેરીજનોનિે અનુરોધ કર્યો છે.

રામનાથપરામાં પરશુરામ મહોત્સવની  ઉજવણી અંતર્ગત કાલે મહાપૂજનરાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી અને યુવાનોના માર્ગદર્શક એવા બ્રહ્મઅગ્રણી જીતુભાઇ મહેતાના નિવાસસ્થાને ભગવાન પરશુરામજીનું મહાપુજન, અર્ચન તથા મહાઆરતીનો કાર્યક્રમ વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવશે. ત્યારે પંચઘાતુના ભગવાન પરશુરામજીની મૂર્તિનું શાસ્ત્રી રાહુલભાઇ ભટ્ટ અને ભૂદેવો દ્વારા સોળષોપચાર મંત્રોથી પુજન-અર્ચન કરવામાં આવશે. આ કાર્યક્રમમાઁ બ્રહ્મપરિવારોને ઉ૫સ્થિત રહેવા જીતુ મહેતાએ જાહેર અનુરોધ કર્યો છે.

પરશુરામ જન્મોત્સવને યાદગાર બનાવવા ભૂદેવોને અનુરોધ કરતા જીતુભાઇ મહેતા

 સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બહ્મસમાજના મુખ્ય ટ્રસ્ટી જીતુભાઇ મહેતાએ જણાવ્યું છે કે આગામી તા.૧૯ ના રોજ અખાજત્રીજના પવિત્ર દિવસે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા શહેરોમાં શોભાયાત્રા, યજ્ઞ, હવન, બ્લડ ડોનેશન કેમ્પ, મહાઆરતી સહીત મહાપ્રસાદ જેવા આયોજનો કરવામાં આવ્યા છે. જેનો લાભ સૌરાષ્ટ્રભરના ભૂદેવોને અનુરોધ કરવામાં આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.