વસંત પંચમીના પાવન દિવસે ગુજરાતી ફિલ્મ “ધૂંઆધાર “નું ભવ્ય મુહુર્ત

મોટા પડદે થ્રિલર ફિલ્મમાં ફરી જોવા મળશે ‘છેલ્લો દિવસ’ની આ જોડી

ઢોલિવૂડ એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ નેત્રી ત્રિવેદી અગાઉ ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?’ ફિલ્મમાં સાથે એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને હવે તેઓ બંને ફરી એકવખત સાથે જોવા મળશે.

આગામી ગુજરાતી થ્રિલર ફિલ્મ ‘ધૂંઆધાર’માં મલ્હાર ઠાકર અને નેત્રી ત્રિવેદીની જોડી જોવા મળશે. ‘ધૂંઆધાર’ નામની આ નૉયર-થ્રિલર ગુજરાતી ફિલ્મ રેહાન ચૌધરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે, ત્યારે આજે વસંતપંચમીના પાવન દિવસે, હેરિટેજ ફિલ્મ પ્રોડક્શન-રેહાન ચૌધરી ના બેનર હેઠળ, રાજેશ ઠકકર અને ટીમ ઓકે ઇન્ડિયા નિર્મીત મલ્ટી સ્ટારર ફિલ્મ “ધૂંઆધાર “નું ભવ્ય મુહુર્ત કરવામાં આવ્યું હતું.  મલ્હાર ઠાકર આ ફિલ્મમાં બોકસર ની ભૂમિકામાં જોવા મલશે.ત્યારે મલ્હારની ગર્લફ્રેન્ડનો રોલમાં નેત્રી ત્રિવેદી જોવા મળશે, સુપર સ્ટાર હિતેન કુમાર, આશિષ કકકડ,  રાજેશ ઠકકર, જીતેન્દ્ર ઠકકર મુખ્ય કલાકાર છે.આલિશા પ્રજાપતિ, નેત્રી ત્રિવેદી અને ડિમ્પલ બિસ્કીટ વાલા આ ફિલ્મ ની ત્રણ અભિનેત્રી છે…આ ફિલ્મ નું શુટીંગ ગુજરાતમાં થશે….

Loading...