Abtak Media Google News

૩૧મીએ રાત્રીના ભવ્ય હોમાદિક ક્રિયા : રાજાબાવા યોગેન્દ્રસિંહજી બીડુ હોમશે

માતાના મઢ કચ્છ ખાતે આગામી તા. ર૪-૩-૨૦૨૦ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ થશે. તા. ૩૧-૩-૨૦ મંગળવાર ના રોજ ભવ્ય હોમાદિક ક્રિયાનો પ્રારંભ રાત્રીના ૯ કલાકે બીડુ હોમવાનો સમય રાત્રે ૧.૧૫ કલાકે જેમાં રાજાબાવા યોગેન્દ્રસિંહજી હવનમાં બીડું હોમશે. ભુજથી ૧૦૦ કી.મી. અંતરે આવેલા ૧૯મી સદનું ભવ્ય તિર્થધામ માતાના મઢમાં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવર્ષની જેમ આસો નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે આઘ્યા શકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. ચૈત્રી નવરાત્રી શકિત ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવી શકિત માનવામાં આવે છે. પ્રાચીન કાળથી શકિત પ્રથા ભારતમાં કરવામાં આવે છે. શકિત સંહાર અને કલ્યાણકારી છે શિવ પત્ની પાર્વતી પણ શકિત અવતાર ગણાય છે. માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે ત્યાં ચૈત્રી નવરાત્રી તા. ૨૪-૩ ને મંગળવારના રોજ ભવ્ય પ્રારંભ થશે. તા. ૨૪-૩-૨૦ મંગળવાર રાત્રે ૮.૩૦ કલાકે ઘટ સ્થાપન થશે. તા. ૩૧-૩ મંગળવાર ચૈત્રી સુદ ૭ ભવ્ય હોમાદિક  ક્રિયા રાત્રે ૯ કલાકે શરુ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અઘ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહ પુજાવિધી કરશે. ગોર મહારાજ દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે. આ સમયે રાજવી પરિવાર, માઇભકતો, આમંત્રીત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્તુતિ, શ્ર્લોક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફૂલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે.

2.Tuesday 2

માં આશાપુરના જયઘોષ સાથે માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે. ચૈત્રી નવરાત્રી  સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડુ કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ-કચ્છના માઇભકતો માં આશાપુરાના દર્શન કરવા જાય છે. માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને રાહત કેમ્પોમાં વિનામૂલ્યે જમવાનું રહેવાનું મેડીકલ સારવાર નાતજાતના ભેદભાવ વગર પુરી પાડવામાં આવે છે. નવરાત્રી સમય દરમ્યાન દર્શનનો સમય સવારે પ થી રાત્રીના ૯ તથા બપોરે ૧ થી ૩ કલાક સુધી મંદીર બંધ રહેશે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા, રહેવા, ચા, વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે. માતાના મઢના ટ્રસ્ટીઓ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવાથી સર્વ દુ:ખાોનો નાશ થાય છે લાખો શ્રઘ્ધાળુઓની આશાએ પરીપૂર્ણ થાય છે ભકતોમાં આશાપુરાના વંદન કરી વિદાય લે છે ફરી આવે માં ના નોરતાની રાહ જોવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.