Abtak Media Google News

સમગ્ર રાજયમાંથી વિદ્યાર્થીઓએ લીધો ભાગ: રીલે કોડીંગ, કોડજામ, પેપર વિંગ્ઝ, નેનો સરકીટ, એલીવેટર પીચ, વગેરે સ્પર્ધાઓ આકર્ષણનું કેન્દ્ર

વી.વી.પી આયોજીત રાજય સ્તરની તકનીકી સ્પર્ધા ટેકનોથોન-૨૦૨૦ નું ભવ્ય ઉદ્દઘાટન આજરોજ કરવામાં આવેલ જેમાં એ.વી.પી.ટી.આઈ કોલેજનાં પ્રો.એન.એમ.મહેતા પ્રો.શોભાબેન ગોહેલ, પ્રો.પી.બી.ભટ્ટ, પ્રો.બી. એસ.ભટ્ટ,  પ્રો. દર્શીતાબેન પાઠક, પ્રો.એમ.પી. ગીરનારી પ્રો.એમ. પી.નથવાડ, પ્રો.એમ.એન.ઝાલા, પ્રો.ડી.જે.કપુપરા, પ્રો. એ.એલ. માવાણી, સંસ્થાના પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર તેમજ તમામ વિભાગીય વડાઓ ખાસ ઉપસ્થિત રહ્ય હતા. વી.વી.પી.ના આંગણે વી.વી.પી.ટેકનોથોન-૨૦૨૦માં સમગ્ર ઈવેન્ટનું ડેકોરેશન પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામનું લીઝન -૨૦૨૦ અને પૂજય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી સંદર્ભે મહાત્માના વિચારોનું ભવ્ય આકર્ષણ જમાવેલ. કુલ ૪૯ તકનિકી તેમજ બીન તકનીકી સ્પર્ધાઓનું જબરૂ આકર્ષણ જમાવેલ છે.જેમાં સમગ્ર રાજયમાંથી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ તકનીકી સ્પર્ધાઓમાં આર.સી.રેસ .એપ્ટીકલ્ચર, ઈલેકટ્રોકવેસ્ટ, સરકુટ્રીકસ મેઝ, રીલે કોડીંગ, કોડજામ,પેપર વીગ્ધ,નેનો  સરકીટ, સીમ્યુલેટર, ફાઈન્ડ મી ઈફ યુ કેન લાઈન ફોલેવર, સ્કાઈ બોલ, સરકીટ મેનીઆ,રેંજ ગીયર, ડીબગીંગ ડીઝાઈન યોર ડ્રીમ્સ, એલીવેટર પીચ,ઓેપન માઈક્રોફોનો, ૨૦૨૦ રીઝોલ્યુશન માઈક્રોસ્કોપસ, મારવેલ વર્સીસ ડીસી કવીઝ વગેરે સ્પર્ધાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ,ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે ભાગલેનાર તમામ કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.