Abtak Media Google News

પથ્થર પરનું ગીત તેમજ કાગબાપુ ઉ૫રની રચનાથી ભાવિકો મંત્રમુગ્ધ બન્યાં

પથ્થરના શહેર રાજુલામાં શશીભાઇ રાજયગુરુ લીખીત ગીત ગઝલ કાવ્ય રચનાઓ તેમના જ સ્વરમાં રજુ કરવાના સંગીત મઢયા કાર્યક્રમ પથ્થર ના શહેર માં તા. ૭-૧૦ ને રવિવારની સુરીલી સાંજે સંપન્ન થયો હતો.

Img 20181009 Wa0026અમરેલી સાહિત્ય સર્જક પરિવારના પ્રમુખ અને કેલિફોનિયા અમેરીકા સ્થિત ડો. પ્રતાપભાઇ ૫ંડયા  તેમજ પ.પ. ભાઇ રમેશભાઇના આશીર્વાદથી યોજાયો હતો. આ ઉદધાટન સમારંભમાં જાણીતા ભજન આરાધક નિરંજનભાઇ પંડયા, ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, બાબુભાઇ કાગ, મજાદર વિનયભાઇ પરમાર, ધીરુભાઇ કોટડીયા, ઘનશ્યામભાઇ સિંધવ, જે.પી. ડેર, બચુભાઇ ચૌહાણ, બાબભાઇ કોટિલા, રામકુભાઇ ધાખડા, દિલીપભાઇ જોશી હાજર રહ્યા હતા. આ પ્રસંગે અમરેલી સાહિત્ય સર્જક પરિવારના સભ્યો મૂર્ધન્ય કવિ હર્ષદભાઇ ચંદારાણા, ઉમેશભાઇ જોશી મહેન્દ્રભાઇ જોશી, પરેશભાઇ મહેતા, નીતીનભાઇ રાઠોડ, એ હાજર કવિઓને પ૦૦ ની કિંમતની પુસ્તકોની કીટનું વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે જી.શી. તાલીમ ભવનના રાજુભાઇ ભટ્ટ, દાદભાઇ વરુ, નનકુભાઇ વરુ, હસુભાઇ વરુ, મનુભાઇ વડલીવાળા ઉ૫સ્થિત રહ્યા હતા.

સ્થાનીક કવિઓ જોત્સાબેન, નસીબેન, કનાળા સાહેબ, ડો. હાર્દિશ જોશી, અશ્ર્વિનભાઇ જોશી, અંકિતભાઇ ઠાકર, અશ્ર્વિનભાઇ પેથાણી, હરેશભાઇ તેરઇયા, પ્રકાશભાઇ ઠાકર, હરેશભાઇ વાઢેર સુરેશભાઇ મકવાણા, જયરાજભાઇ ખુમાણ, કમલેશભાઇ વરુ, અશોકભાઇ સંગતાની પ્રવીણભાઇ ત્રિવેદી મનોજભાઇ વ્યાસ વિગેેરે ઉપસ્થ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.