Abtak Media Google News

સુરક્ષિત અને ભક્તિસભર માહોલમાં ૧૦ હજાર ખેલૈયાઓ ધૂમ મચાવશે

૭ વિશાળ ગેલેરી, ૭ ગેઈટ અને ર૫ થી વધુ પેવેલીયન સો જાજરમાન આયોજન: સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ સહિત સમાજ શ્રેષ્ઠીઓ ‘અબતક’ના આંગણે

નવું સ્થળ :-  સેક્નડ ૧પ૦ ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ હાઉસ ખાતે

રાજકોટ શહેરમાં કલબ યુવીની નવરાત્રી અલગ અંદાઝથી ભવ્યાતિભવ્ય, અદભુત આયોજન કરવામાં આવે છે, દસ વર્ષની સફળતા બાદ કલબ યુવી નવરાત્રી મહોત્સવ ર૦૧૯ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ૧૧માં વર્ષે ૧૦,૦૦૦ ખેલૈયાઓ ટ્રેડીશ્નલ ડ્રેસમાં નવરાત્રી મહોત્સવ માણે તે માટેનું :જરમાન આયોજન થયું છે. રાજકોટ શહેરમાં સેક્ધડ ૧પ૦ ફુટ રીંગ રોડ પર  રાધીકા ફાર્મ હાઉસ ખાતે સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ વિશાળ મેદાનમાં સમગ્ર નવરાત્રી મહોત્સવ યોજાશે.

સૈારાષ્ટ્રના પાટીદાર પરીવારનું પાટનગર એટલે રાજકોટ, સમગ્ર સૈારાષ્ટ્રમાં ક્રિકેટ સ્ટેડીયમ જેવી ભવ્ય સીટીગ વ્યવસ્થા સાથે નવરાત્રીનું પારીવારીક આયોજન કરતી સંસ્થામાં કલબ યુવી મોખરાનું સ્થાન ધરાવે છે, રાજકોટના સેક્ધડ ૧પ૦ ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ હાઉસ ખાતે કલબ યુવી દ્વારા તા. ર૯૯ થી ૭-૧૦ દરમ્યાન રાજકોટના આંગણે પારીવારીક માહોલમાં યોજાનારા નવરાત્રી મહોત્સવની સમ્રગ પાટીદાર સમાજ દ્વારા એક પર્વ તરીકે ઉજવણી થશે. જગત જનની ની ઉપાસના માટે પ્રાચીન સંસ્કૃતીને ધબક્તી રાખવા માટે કલબ યુવી દ્વારા સતત ૧૧માંં વર્ષે અનેરૂ આયોજન થઈ રહયુ છે. કલબ યુવી નવરાત્રી મહોત્સવ અંગે માહીતી આપતા કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી તથા મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઈ ફળદુએ જણાવ્યુ હતુ કે રાજકોટના અર્વાચીન રાસોત્સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબયુવી દ્વારા સતત અગીયારમાં વર્ષે પાટીદાર પિરવાર માટે નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. કલબ યુવીના નવરાત્રી મહોત્સવની તમામ તૈયારીઓ કલબ યુવીની ૧૦૮ની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. માતાજીની આરાધના સાથે સંપુર્ણ પારીવારીક માહોલમાં નવરાત્રી યોજાય તેવુ આયોજન કરવામાં આવ્યુ છે.

Dsc 5601

નવરાત્રી મહોત્સવમાં ખાસ ૭ ગેલેરી, સ્પોન્રશીપ કંપની માટે રપ થી વધુ પેવેલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આર્કષક લાઈટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં દરેક બાજુ પ૦ એલ.ઈ.ડી.થી ગ્રાઉન્ડમાં સજાવટ થશે તેમજ મેઈન સ્ટેજ પર એલ.ઈ.ડી. ફોરમેટથી સજાવટ થશે. સમગ્ર ઈવેન્ટનું લાઈવ પ્રસારણ તથા સ્પોન્સર દાતાઓની પ્રોડકટને ઉજાગર કરાશે.

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં આયોજકો દ્વારા ચુનીંદા કલાકારોનો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખૈલૈયાઓને ડોલાવે તેવું આયોજન કરાયું છે. જેમાં સિંગર તરીકે  મયુર બુધ્ધદેવ, રાજવી શ્રીમાળી, જપાબેન, અવનીબેન, શહેનાઈ વાદક નિલેષ ધુમાલ, પાર્થવી ગોહીલ, રીધમીસ્ટ તરીકે નાસીર, મ્યુઝીક એરેજમેન્ટમાં અંકુર ભટ્ટ  શ્રેયા કોટેચા સહીતના કલાકારોનો કાફલો કલબ યુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું ભવ્ય સામ્રાજય સર્જી સૌને એક તાલે ડોલાવશે.

નવરાત્રી મહોત્સવ ર૦૧૯ને સફળ બનાવવા માટે કલબ યુવી ૧૦૮ ની ટીમ સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, રેનીશ માકડીયા, બીપીન બેરા, પીયુષ રોકડ, આશીષભાઈ વાછાણી, રોહીત ફળદુ, વીનુભાઈ મણવર, અરવિંદભાઈ જીવાણી, રજનીભાઈ વિરોજા, જય કડીવાર, અતુલભાઈ ભુત, રજનીભાઈ ગોલ, મનીષ્ભાઈ વાછાણી, મિલાપ ધેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, જયેશભાઈ વાછાણી, સાગર ઓગણ:, કિશન સીણોજીયા, હરીભાઈ કલોલા, દિનેશભાઈ વિરમગામા, મનીષ્ ચનીયારા, શૈલેષભાઈ ફળદુ, વી.વી.માકડીયા, કપેશ અધેરા, વી.વી. માકડીયા, ભરતભાઈ ભલાણી, કેતન વડાલીયા, સાહીલ માકડીયા, વિજયભાઈ કાલાવડીયા, દિનેશ ચાપાણી, કપેશ ઉકાણી, કપેશ અધારા, વસંત કનેરીયા, રાજુ ધુલેશીયા સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.

કલબ યુવી નવરાત્રી મહોત્સવ અંગે કલબ યુવીના ડાયરેકટરો મહેન્દ્રભાઈ ફળદુ (એમ.ડી.)  જવાહરભાઈ મોરી, જીવનભાઈ વડાલીયા, કાન્તીભાઈ ધેટીયા તેમજ કલબ યુવીની કોર કમીટીના પુષ્કરભાઈ પટેલ, સુરેશભાઈ ઓગણજા, સંદિપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા કલબ યુવીના મીડીયા કોર્ડીનેટર રજનીભાઈ ગોલ, વિગેરે આજે ‘અબતક’ મુલાકાત લઈ વિવિધ માહીતીઓ આપી હતી.

કલબ યુવીની આ પારીવારીક નવરાત્રી મહોત્સવ ર૦૧૯ ખૈલયાના પાસ તેમજ ફોર્મ નું વિતરણ કલબ યુવીની ઓફીસ નક્ષત્ર હાઈટસ નક્ષત્ર-૩, કલબ યુવી અફિસ સામે, રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જ સામે, ૧૫૦ ફુટ રીગ રોડ તથા પુષ્કરભાઈ પટેલ હરીભાઈ પટેલનું કાર્યાલય પંચવટી મેઈન રોડ, શિતલ ટ્રાવેસ પંચાયત નગર, રૂપ બ્યુટી શોપ સ્વામીનારાયણ ચોક, ક્રિષ્ના ઝેરોક્ષ સરદાર નગર મેઈન રોડ,  રાધે પ્રવિઝન સ્ટોર ગાંધી સ્કૂલ નાનામૌવા રોડ,પટેલ પાન એન્ડ કોડીંક્સ કપવૃક્ષ કોમ્પલેક્ષ સીવરલ્ગોડ રેસીડેન્સી, ઉમિયાજી પાન યોગેશ્ર્વર પાર્ક, વલભ પ્રવિઝન સ્ટોર એલીના એકલેવ કસ્તુરી રેસીડેન્સી, ગાયત્રી સ્ટેશ્નરી એન્ડ ઝેરોક્ષ પ્રદ્યમન એપા. આલાપ હેરીટેજ સામે, સત્ય સાંઈ હોસ્પિટલ રોડ પર મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.