Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છના કોળી સમાજનું કોંગ્રેસ પ્રેરીત સંમેલન: પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની હાજરી

સૌરાષ્ટ્ર-કચ્છના કોળી સમાજનું કોંગ્રેસ પ્રેરીત સંમેલન ગઇકાલના રોજ બપોરે ર થી પ કલાક સુધી હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહીત કોંગ્રેસ પક્ષાના આગેવાનો તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભાઇઓ બહેનો ઉ૫સ્થિત રહ્યા હતા.

અબત સાથેની વાતચીત દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇચાવડાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ર૩ વર્ષના શાસનમાં જે ગરીબ સમાજને ખોટા વાયદા કરી વચનો આપી ભ્રમિત કરીને સરકારમાં બેઠેલા ભાજપના શાસકો દ્વારા આટલા વર્ષો પછી પણ કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે બક્ષીપંચ દલીત, આદિવાસી સમાજ, ગરીબ સમાજના ઉત્કર્ષ માટે જે કામ થવા જોઇએ.2 78યોજના અને નીતીઓ બનવવી જોઇએ. એવા કોઇપણ કાર્ય આટલા વર્ષોમાં ભાજપના શાસનમાં થયું નથી. આજે પણ સમાજના લોકોએ શિક્ષણ, આરોગ્ય માટે આવાસ માટે બૌઘ્ધિક સુવિધા અને વિકાસની ઝંખના લઇને સરકાર પાસે અપેક્ષા રાખે છે.

તેમને કયાંક ને કયાંક અન્યાય થઇ રહ્યો છે. એમની વાત સંભળાતી નથી અને સરકારમાં અનેક પ્રશ્નોની રજુઆત છતાં પણ એ ઠાકોર કોળી નિગમમાં બજેટ વધારવાની વાત હોય કે બાકી નાના મોટા યુવાનો ને રોજગારીના પ્રશ્નોની વાત હોય સરકાર તેમને ન્યાય નહી આપતી હોવાથી આજે સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે આજે કોંગ્રેસની ચુનિદા આગેવાનો કાર્યકર્તાનું સૌરાષ્ટ્રનું આ સંમેલન રાખવામાં આવ્યું છે. કાર્યકરોની રાય હોય તેના અભિપ્રાયો લઇ આગળની રણનીતી સાથે કોંગ્રેસ કાર્યક્રમો આપશે.

મગફળી કાંડમાં ભ્રષ્ટાચાર થયો છે. ખરીદીની પ્રક્રિયા ખોટી રીતે કરવામાં આવી છે. ભાજપના માનીતા લોકોને લાભ કરાવવા માટે પ્રક્રિયા કરવામાં આવી છે. આ વાત છેલ્લા એક વર્ષથી કોંગ્રેસના તમામ આગેવાનોએ ઉઠાવી છે. ગત વિધાનસભાના સત્ર વખતે પણ પુરાવા સાથે સરકારમાં રજુઆત કરવા છતાં કયાંકને કયાંક ભાજપના લોકો આમાં સંડોવાયેલા હોવાથી સરકારે તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો પણ જયારે પાપ છાપરે ચડીને પોકાર્ય  અને દરેક લોકોએ જોયું.

કે સમગ્ર ગુજરાતમાં જયાં જયાં મગફળીની ખરીદી કરવામાં આવી તે તમામ જગ્યાએ ગેરરીતી બહાર આવી છે અને ગેરરીતી છુપાવવા માટે ગોડાઉનોને આગ લગાડવામાં આવી અને મીડીયાના સહકારથી કોંગ્રેસના જે કાર્યકરોએ આની તપાસ માટેની ઝુબેશ શરુ કરી એના કારણે આખા દેશ સમક્ષ ચાર હજાર કરોડનું મગફળી કૌભાંડ થયું છે. આજે પણ તપાસ પંચનું નાટક કરવામાં આવી રહ્યું છે.

ફકત મુંઠીભર જગ્યાએ તપાસ થાય જોડા લોકોને જેલના સળીયા પાછળ નાખવામાં આવે અને મોટા માથા જે જવાબદાર લોકો છે જેમણે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે એવા ભાજપના માનીતા લોકોને બચાવવાનો પ્રયત્ન થયો છે. ભાજપ સરકાર પર જયારે જયારે મોટા ભ્રષ્ટાચાર બહાર આવે આક્ષેપ થાય ત્યારે તેને દબાવવા માટે અને વિલંબ કરવા માટે કયાંકને કયાંક તપાસ પંચ રચના કરવામાં આવતી હોય છે. અને નલીયા કાંડની વાત હોય કે જી.એમ.ડી.સી. કાંડની વાત હોય અનેક એવા પસંગો બન્યા કે જયારે સરકારની નિષ્ફળતાને સીધી સંડોવણી બહાર આવી ત્યારે તેનો છુપાવવા તેને છુપાવવા માટે તપાસ પંચ રચવાનું તરકટ થતું હોય છે.

આજે પણ મારી સ્પષ્ટ માંગણી છે કે તપાસ પંચના બદલે હાઈકોર્ટના સિટીંગ જજ મારફત પાસ થાય. ૬૦ દિવસની સમય મર્યાદા નકકી થાય. આવનારા સમયમાં સૌને સાથે રાખી એમના અભિપ્રાય લઈ અને આંદોલનના સ્વ‚પમાં લઈ જવા માટે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

પ્રદેશ સમિતિના નિરીક્ષકો દ્વારા સૌ કોર્પોરેટર મિત્રોને તમામ આગેવાનોને મળીને અભિપ્રાય લેવામાં આવ્યો છે. ગુજરાતના આઠ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાની પ્રક્રિયા ચાલી રહી છે એટલે બધાની પ્રક્રિયા પૂર્ણ થાય આગામી ટુંકા સમયમાં વિરોધ પક્ષના નેતાની નિમણુક પણ કરવામાં આવશે. બંને પ્રક્રિયા સંગઠનની અને વિરોધ પક્ષના નેતાની પ્રક્રિયા ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

અબતક સાથેની વાતચીત દરમિયાન વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, દરેક સમાજને સમાન પ્રતિનિધિત્વની વિચારધારા સાથે કોંગ્રેસના સંગઠનનું પુન:ગઠન કરવા માટે અમિતભાઈના નેતૃત્વ હેઠળ આગળ વધી રહ્યા છીએ અને એમાં કોંગ્રેસની અંદર દરેક વ્યકિત વર્ગ કે સમુહની વાત એ સંભાળય એનું સન્માન થાય અને સમાનતાના ધોરણે તેની હિસ્સેદારી નકકી થાય. એ વાતને આગળ વધારતા અમે સૌરાષ્ટ્રના આંગણે રાજકોટમાં કોળી સમાજના જે આગેવાનો છે

તેની સાથે સંવાદ કરવા અહીં આવ્યા છીએ. કોઈપણ રાજકિય પાર્ટી અને ચુંટણીઓ તેની સાથે જોડાયેલી હોય છે તે સતત ચાલતી પ્રક્રિયા છે અને આવતા દિવસોમાં જસદણની પેટાચુંટણી હોય કે આવતી લોકસભાની સામાન્ય ચુંટણી હોય તેને લઈને જે અમારા પાયાના આગેવાનો કાર્યકરો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને સાંભળીશુ સમજશુ અને તેના આધારે આવતા દિવસોની રણનીતિ નકકી કરશુ ભારતના નાગરીકને ન્યાય મળવો જોઈએ બંધારણીય અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને ગુનેગારોને કાયદામાં ઠરાવેલી જોગવાઈ મુજબ સજા થવી જોઈએ ત્રણ ધારાસભ્યો ગઈકાલે વિધાનસભા લોક દરબારમાં આવ્યા હતા.

મિડિયાની અંદર પણ સમાચારો પ્રસિધ્ધ થયા હતા અને કયાંય કોઈ વ્યકિત વર્ગ કે સમૂહને અહેસાસ થાય કે સરકારની અંદર વહીવટ તંત્રનો દૂ‚પયોગ થાય છે. અને એનાથી તેના હિતોને નુકશાન થઈ રહ્યું છે. તો તેની તટસ્થ તપાસ થાય એ લાગણી અને માંગણી સાથે મુખ્યમંત્રીને ગઈકાલે પત્ર લખ્યો છે મગફળી કાંડમાં મલાઈ કોણ તારવી ગયું તે ગુજરાતની જનતાનો સવાલ આજે પણ અનુતર છે.

પણ સત્ય લોકોની સામે આવ્યું છે. ચાર હજાર કરોડના કૌભાંડમાં સરકાર ખૂદ સંડોવાયેલી છે. અને સરકાર છેલ્લા છ મહિનાથી મગફળી કાંડ ઉપર પડદો પાડવા કયાંય મીઠી નજર નીચે ગોડાઉનો સળગાવ્યા પોલીસને પપેટ બનાવી અને તપાસને આડે પાટે દોરવાનો પ્રયાસ કર્યો મિડિયાએ સત્યને ઉજાગર કર્યું ત્યારે મજબૂરી વશ સરકારે વિરોધપક્ષની વાત સાથે અંશ:તક શૂર પૂરાવી અને નિવૃત જજના નેતૃત્વની અંદર કમિશન ઓફ ઈન્કવાયરી એકટ નીચે તપાસની માંગણી સ્વીકારી આ કમિશનની નિમણુંકથી જ મને લાગે છે

કે સરકાર બચાવો મિશન આગળ વધારવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. કૌભાંડનો પર્દાફાશ થયો છે. અને મગફળી કાંડનો રેલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાની સંભાવના છે. ત્યારે સરકારે આ કમિશનની અંદર પણ માત્ર સમિતિ દાયરો રાખ્યો છે. તેવું નાયબ મુખ્યમંત્રી આજે સ્વીકાર્યું છે કોંગ્રેસ પક્ષ એ આંદોલનમાંથી ઉભી થયેલી એક વિચારધારાનું સંગઠન છે.

અંગ્રેજોની ગુલામીમાં સબળતા હિન્દુસ્તાનને આઝાદ કરાવવા અહીંસાના માર્ગે આંદોલનના પાયા ઉપર આ દેશને આઝાદ કરાવ્યો હતો. અને આઝાદ ભારતમાં દરેક વ્યકિતને સરકારની અંદર કયાંય તેના હિતો જોખમાય કયાંય સરકાર પ્રત્યેની નારાજગી હોય, સરકારી યોજનાનો લાભ તેના સુધી ન પહોચતો હોયતો પોતાની વાતને રજૂ કરવામાં સામાન્ય માણસનો અધિકાર છે.

કોઈપણ વ્યકિત, વર્ગ કે સમૂહને બંધારણીય રીતે મળેલા અધિકારોનું રક્ષણ કરવા માટે પોતાને અન્યાય થતો હોય તો લાગણીઓને વ્યકત કરવા માટે અહીસાના માર્ગે આંદોલન નો પાયા ઉપર પોતાની વાત રજૂ કરશે તો કોંગ્રેસ પક્ષ બંધારણીય અધિકારોના રક્ષણ માટે ઉઠતા દરેક અવાજને સમર્થન આપશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.