Abtak Media Google News

કલેકટર, ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ ઓફિસર, મ્યુનિસીપાલીટી તથા અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી સહિતના તંત્રનેઝડપી અને સરળ કામગીરી માટે અપાયા આદેશ

બાંધકામની મંજૂરી આપવામાં તંત્ર દ્વારા કરાતા ઠાગાઠૈયાની ફરિયાદોને રાજય સરકારે ગંભીરતાથી લીધી છે. અને કલેકટર્સ, ડિસ્ટ્રીક ડેવલપમેન્ટ આફીસર, મ્યુનિસીપાલીટી તથા અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી સહિતનાક લાગતા વળગતા તંત્ર સામે લાલઆંખ કરી મંજૂરીની અરજીઓનો ઝડપી અને સરળતાથી નિકાલ કરવાનો આદેશ આપ્યો છે.

સરકારે તાજેતરમાં ઘડી કાઢેલી ઈઝી ડૂઈંગ ગાઈડલાઈન હેઠળ તંત્ર દ્વારા અસરકારક કામગીરી થઈ રહી નથી. આ ગાઈડલાઈન હેઠળ બાંધકામની મંજૂરી, ફાયર સેફટી સર્ટીફીકેટ, દુકાનના પરવાના, મિલકત વેરો, વીજ કનેકશન તથા રોડ રસ્તાના ઉપયોગ અને વ્યાપાર ધંધાને લગતી મંજૂરી સરળતાથી અને ઝડપથી આપવાની રહે છે. અલબત આ ગાઈડલાઈન હેઠળ નિશ્ર્ચિત સમયમાં યોગ્ય કામગીરી ન કરાતા સરકારે તંત્ર સામે લાલ આંખ કરી છે. અહી ઉલ્લેખનીય છે કે, રાજયમાં બાંધકામ કે અન્ય કામગીરી માટે મંજૂરીની અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ જટીલ કામગીરી ભ્રષ્ટાચાર પાછળ જવાબદાર બને છે. માટે સરકારે પ્રક્રિયા સરળ કરવાનો નિર્ધાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.