સરકારની મકાન ભાડાની નવી નિતિથી શ્રમજીવીઓને ઘરનો આશરો સરળતાથી મળશે

ઉદ્યોગપતિ દ્વારા આવાસ બનાવી મજુરોના પગારમાંથી ભાડુ વસુલ કરી દરેકને પરવડી  શકે તેવી સરકારની યોજના:પરપ્રાંતિય શ્રમજીવીઓને તાત્કાલિક ભાડાનું મકાન મળી રહેશે

ગુજરાતમાં રોજી રોટી મેળવવા આવતા શ્રમજીવીઓને ભાડાનું મકાન મેળવવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે રાજય સરકાર નવી એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમની મંજુરી આપી છે. જેના થકી પરપ્રાંતથી આવતા મજુરોને સારા મકાનો સરળતાથી રહેવા માટે મળી રહેશે તેમ સુત્રો જણાવી રહ્યા છે. ગુજરાતમાં ઉદ્યોગને ગતિસીલ રાખવા માટે શ્રમજીવીઓની જરૂરીયા સામે પરપ્રાંતથી આવતા શ્રમજીવીઓને રહેઠાણની મોટી મુશ્કેલી રહેતી હોય છે. તેઓ ઝુપડપટ્ટીમાં રહેતા હોવાથી તેના આરોગ્ય અંગેની પણ ઘણી સમસ્યા રહેતી હોય છે. ત્યારે ઉદ્યોગપતિ દ્વારા જ કામદારો માટે કોલોની બનાવી તેનું જરૂરી ભાડુ તેના પગારમાંથી વસુલ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેટ જગત અને ઉદ્યોગપતિ દ્વારા પોતાના કામદારોને રહેવા માટે મકાનની સારી સુવિધા પુરી પાડી કામદાર પાસેથી જરૂરી મકાન ભાડુ વસુલ કરવાની છુટ આપી છે. રાજય સરકાર દ્વારા શ્રમજીવીઓને અનુકુળ અને પરવડી શકે તેવા ભાડુ વસુલ કરી શકે તે માટે જરૂરી જાહેરનામું બહાર પાડી કેન્દ્ર સરકારની યોજના સાથે સુસંગત બનાવવામાં આવી છે. કોરોના મહામારીના કારણે પરપ્રાંતિય શ્રમજીવીઓ પોતાના વતન જતા રહ્યા બાદ કારખાનામાં મજુરોની સર્જાયેલી અછતના કારણે સરકાર દ્વારા આ જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે જેના કારણે અન્ય રાજયમાંથી આવતા મજુરોને રહેવા માટે સરળતાથી સારૂ મકાન મળી રહેશે બીજી તરફ ઉદ્યોગપતિ દ્વારા બનાવેલી આવાસનું જરૂરી ભાડુ વસુલ કરી શકશે જેનાથી મજુરોની અછત દુર કરી શકાશે અને મજુરોને રહેવા માટે ભાડાનું સારૂ મકાન મળી રહશે તેમ સુત્રોએ જણાવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના જાહેર કર્યા બાદ રાજય સરકાર દ્વારા આ યોજનાને મંજુર કરી હતી રાજય સરકાર દ્વારા રાજયના મોટા શહેરોમાં આ યોજનાના અમલ માટે કોર્પોરેશનને ભલામણ કરી મજુરોને ટૂંકા ગાળા માટે મકાન ભાડે મળી રહે તે માટે કોર્પોરેશનના ખાલી પડેલા આવાસ યોજનાના કવાર્ટર ભાડે આપી કોર્પોરેશન ભાડાની આવક ઉભી કરી શકે તેમ મકાન ભાડા અંગે નવી નિતિ દ્વારા જોગવાય કરવામાં આવી છે.

Loading...