Abtak Media Google News

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે સરકાર ઇ-પાસપોર્ટ બનાવવા તરફ આગળ વધી રહી છે અને પ્રથમ તબક્કામાં 2.2 કરોડ ઇ-પાસપોર્ટ જારી કરાશે. સરકારે ઇ-ચીપ અને નવી આધુનિક સુરક્ષાના ફીચર સાથે પાસપોર્ટ જારી કરવા નિર્ણય કર્યો હતો.

પાસપોર્ટમાં વ્યક્તિની તમામ અંગત બાબતોને ડીજીટલ સહી સાથે હશે અને તેને એક ચીપમાં સંગ્રહ કરવામાં આવશે જે હાલના પાસપોર્ટ બુકસેટમાં એમ્બેડેડ કરાશે.જો કોઇ એ પાસપોર્ટમાં ચેડાં કરશે તો આ સીસ્ટમ તેને પકડી પાડશે અને પાસપોર્ટની માન્યતાને રદ કરી દેશે.

મંત્રીએ કહ્યું હતું કે આ કામ છેલ્લા તબક્કામાં છે જેમાં બે ભાગ હશે, એક આંતરરાષટ્રીય અને રાષ્ટ્રીય. ‘પ્રથમ તબક્કામાં અમે 2.2 કરોડ ઇનલેઝ ઇલેકટ્રોનિક પાસપોર્ટ જારી કરીશું, એમ તેમણે ઉમેર્યું હતું. સરકારે કોન્ટેક્ટલેસ ઇનલેઝની ખરીદી માટે મંજૂરી આપી દીધી હતી જે ઇન્ડિયન સીક્યોરિટી પ્રેસ, નાસિકમાં છપાશે.

આ અંગે આઇએસપી નાસિકને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનને અનુરપ ઇલેકટ્રોનિક કોન્ટેકલેસ માટે ત્રણ તબક્કામાં ટેન્ડર બહાર પાડવા કહેવામાં આવ્યું હતું. કોન્ટેકલેસ ઇનલેઝ ઇ-પાસપોર્ટના ઉત્પાદન માટે જરરી છે. આઇએસપી દ્વારા આ તમામ વસ્તુઓ ખરીદી લેવામાં આવશે ત્યાર પછી તેના ઉત્પાદનની પ્રક્રિયા શર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.