ટ્રાન્સજેન્ડર્સને સમાજમાં સ્થાન આપવા સરકાર નવા નિયમ અમલી બનાવશે

૩૧મી માર્ચ સુધીમાં સરકાર ટ્રાન્સજેન્ડર્સને લગતા નવા નિયમોની અમલવારી કરવા તૈયાર

સમાજમાં ટ્રાન્સજેન્ડર્સ એટલે કે, ત્રીજા લીંગને યોગ્ય સ્થાન મળે તે માટે સરકાર નવો કાયદો ઘડ્યો હતો. જે ગત તા.૧૦ જાન્યુઆરીથી અમલમાં પણ આવી ચૂકયો છે. જો કે, મીનીસ્ટ્રી ઓફ સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવર્મેન્ટ દ્વારા તા.૩૧ માર્ચ સુધીમાં કાયદાને લગતા અન્ય કેટલાક સુચનો પણ આવરી લેવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. ટ્રાન્સજેન્ડર્સ યોગ્ય પ્રમાણમાં મહત્વ મળે તે માટે સરકારે તૈયારી કરી છે.

આ મામલે ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશ્યલ સાયન્સને ડ્રાફટ તૈયાર કરવા માટે પણ સુચન કરાયું છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિના અધિકારોનું રક્ષણ થાય તે માટેનો ડ્રાફટ સરકાર ઘડવા જઈ રહી છે. આ મામલે યુનિયન સોશ્યલ જસ્ટીસના સેક્રેટરી આર.સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ડ્રાફટને લગતા કેટલાક નિર્ણયો અમે કર્યા છે. આગામી તા.૩૧ માર્ચ સુધીમાં અમે આ નિર્ણયોની અમલવારી કરશું. આઈડેન્ટી સર્ટીફીકે ટ્રાન્સજેન્ડર્સ વ્યક્તિને સરળતાથી મળી રહે તે માટેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે.

નવા કાયદા મુજબ સેલ્ફ પરસીવેડ આઈડેન્ટીટીના ધારણે ટ્રાન્સજેન્ડર્સ વ્યક્તિને લાભ મળશે. આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર્સ વ્યક્તિને સમાજમાં યોગ્ય સ્થાન મળી રહે અને હિંસાત્મક ઘટનાથી રક્ષણ મળે તે માટે વ્યવસથા થવા જઈ રહી છે. ટ્રાન્સજેન્ડર્સ સાથે એબ્યુસના કિસ્સામાં ૬ મહિનાથી ૨ વર્ષના કારાવાસની સજાની જોગવાઈ કરવામાં આવશે. સેકસ રીએસેસ્મેન્ટ સર્જરી માટે અને હોર્મોન્સ થેરાપી માટે સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. તાજેતરમાં બજેટમાં ટ્રાન્સજેન્ડર્સને લગતી વિવિધ યોજનાઓ પાછળ રૂા.૧૦ કરોડની ફાળવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી.

Loading...