Abtak Media Google News

જુલાઈ વર્ષ ૨૦૧૭માં જીએસટીના અમલ બાદ વેપાર-ઔધોગિક ક્ષેત્રે વેટ રીફંડ આપવાનું સરકારે બંધ કરી દીધુ હતું

ગુજરાતમાં વેપાર-ઉધોગને રાહત આપી બુસ્ટર ડોઝ આપવા સરકારે કવાયત હાથધરી છે ત્યારે નાણાકીય પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત વેપાર અને ઔધોગિક ક્ષેત્રને ૨.૫ ટકા સ્ટેટ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ એટલે કે એસજીએસટી રીફંડ મળશે.

જોકે, આ ૨.૫ ટકા એસજીએસટી રીફંડ શરૂઆતમાં માત્ર ટેકસ ટાઈલ ઈન્ડસ્ટ્રીને જ આપવાનું નકકી કયુર્ં છે અને ત્યારબાદ આગામી સમયમાં તમામ વેપાર-ઉધોગ માટે લાગુ પડાશે. ગુડસ એન્ડ સર્વિસ ટેકસ અંતર્ગત ઈન્ડસ્ટ્રીઅલ પોલીસી અને દુકાનોને વેટ (વેલ્યુ એડેડ ટેકસ) પ્રોત્સાહન આપવા સહિતની પોલીસીઓમાં સુધારા કરવાનું રાજય સરકારે વિચાર્યું છે. જેનું કામ અંતિમ તબકકામાં ચાલી રહ્યું છે.

તાજેતરમાં ઘણા ઈન્ડસ્ટ્રીઅલ શેક હોલ્ડર સાથે વાટાઘાટો કરી અંતે ગુજરાત સરકારે નકકી કરી આ નિર્ણય લીધો છે અને વેપાર-ઉધોગને એસજીએસટીના ૨.૫ ટકા રીફંડ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ઔધોગિક ક્ષેત્રે આવકાર્ય ગણી શકાય. આ પઘ્ધતિમાં પ્રથમ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીને સરકારે પ્રાથમિકતા આપી છે. કારણકે આ ક્ષેત્રે મોટી સંખ્યામાં કારીગરો જોડાયેલા છે અને રોજગારી મેળવે છે.

સરકારના આ નિર્ણયથી સરકારી તીજોરી પર કરોડો રૂપિયાનું નવું ભારણ આવશે. ઉલ્લેખનીય છે કે જીએસટીનો અમલ થયો ત્યારથી અત્યાર સુધી એટલે કે લગભગ પુરા એક વર્ષ સુધી વેપાર-ઉધોગને વેટ રીફંડ મળવાનું બંધ થઈ ગયું હતું જે હવે ફરીથી મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.