ક્રિપ્ટો કરન્સીના ‘વ્યવહાર’ ઉપર પ્રતિબંધ મુકશે સરકાર

વર્ચ્યુઅલ કરન્સીના કારોબારમાં વ્યાપક પ્રમાણમાં છેતરપિંડી-કૌભાંડોની લટકતી તલવાર અને અર્થતંત્ર પર ભારણની શકયતાને લઈને ભારતમાં આ વ્યવહાર ગેરકાનૂની જાહેર કરાશે

૨૧મી સદીના આધુનિક યુગમાં તમામ વ્યવહારોનું જ્યારે ડિજિટલાઈઝેશન થતું હોય તો નાણાકીય વ્યવહાર પણ કેમ બાકાત રહે. એશિયા સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે ડિજિટલ કરન્સીનું અર્થતંત્રના સમાંતર માળખુ રચાઈ રહ્યું છે અને આ ક્ષેત્રમાં વારંવાર અનેક કૌભાંડો આચરવામાં આવે છે અને માન્ય અર્થ વ્યવસ્થાને પરોક્ષ રીતે મોટુ નુકશાન થાય છે ત્યારે ભારતમાં અર્થતંત્રને કોરી ખાતા કહેવાતા ડિજિટલ વર્ચ્યુઅલ કરન્સી ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર પર પ્રતિબંધ મુકવાનું સરકારે આયોજન કર્યું છે. એશિયાના અર્થતંત્ર પર પ્રભુત્વ વધારવા લાગનાર ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર પર ભારતમાં પ્રતિબંધ મુકવાની દિશામાં સરકારે કવાયત હાથ ધરીને સંસદમાં ટૂંક સમયમાં જ એક વિધેયક ચર્ચા માટે લાવવામાં આવશે. ફેડરલ કેબીનેટને સંસદે આ ધારો સમીક્ષા માટે મોકલી દેવામાં આવ્યો છે. આ અંગે જાણકાર સુત્રોએ કોઈપણ પ્રકારની માહિતી આપવાનો હાલ પુરતો ઈન્કાર કર્યો છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા કેટલાક સમયથી અવેધ રીતે ક્રિપ્ટો કરન્સી કરન્સી અને વર્ચ્યુઅલ ચલણના કૌભાંડ માટેના બનાવો બહાર આવવા લાગ્યા છે. તાજેતરમાં જ ક્રિપ્ટો કરન્સીના અવેધ વ્યવહાર અંગે ચર્ચાસ્પદ બનેલા એક બનાવમાં સુરતના એક ઉદ્યોગપતિ પાસેથી અબજો રૂપિયાના મુલ્યોના બીટકોઈનનો વ્યવહાર સુલટાવવા માટે અમરેલીના તત્કાલીન એસપી અને એલસીબીની આખી ટીમ આરોપીના કઠહરામાં આવી ગઈ હતી. બીટકોઈન સહિતની વર્ચ્યુઅલ કરન્સીના આ મુદ્દે સુરતના ઉદ્યોગપતિનું અપહરણ કરી ગાંધીનગરમાં બળજબરીથી ગોંધી રાખવાનો ઘટનાક્રમ બહાર આવ્યો હતો. અત્યારે લગભગ વિશ્ર્વના તમામ દેશો અર્થતંત્ર સામેના પડકારોના રૂપમાં બનાવટી ચલણી નોટોની જેમ જ વર્ચ્યુઅલ કરન્સીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

ભારત સરકાર દ્વારા વર્ચ્યુઅલ કરન્સીના વેપારને નિયંત્રણમાં લેવા માટે એક કાયદાની રચના કરી રહી છે. ઈન્ડિયન સેન્ટ્રલ બેંક દ્વારા ૨૦૧૮માં ક્રિપ્ટો વ્યવહાર પર કૌભાંડના પગલે પ્રતિબંધ મુક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલીક ધોરણે ૮૦ ટકા જેટલા ચલણ ઉપર પ્રતિબંધ લગાવીને અર્થતંત્રને સધ્ધર કરવાનો પ્રયાસ કર્યો હતો. બે જ મહિનામાં માર્ચ મહિનાથી જ આ ક્ષેત્રમાં ક્રિપ્ટો કરન્સીના વ્યવહારને ૪૫૦ ટકા જેટલું નિયંત્રણ કરવામાં સફળતા મળી હતી. ટેક સાયન્સ રિસર્ચના અહેવાલો મુજબ અત્યારે બેરોજગારી અને આર્થિક મંદીના કોરોના કાળમાં બીટકોઈનનું નેટવર્ક ૮૮૩ ટકા જેટલો જાન્યુઆરીથી મે ૨૦૨૦ સુધીમાં વધ્યું છે. લગભગ ૨.૨ બીલીયન ડોલરથી ૨૨.૧ બીલીયન ડોલર સુધી મુંબઈનું વર્ચ્યુઅલ બિઝનેશ માર્ચ ૨૦૨૦માં ૪૦૦ ટકા અને એપ્રિલમાં ૨૭૦ ટકા મહિનાની પરિસ્થિતિમાં ઉંચુ આવ્યું હતું. સરકારે ભારત ઉપરાંત સમગ્ર એશિયાના દેશોની અર્થ વ્યવસ્થા સામે પડકાર ઉભો કરનારી વર્ચ્યુઅલ કરન્સી પર નિયંત્રણ લાવી ચીન સહિતના હરિફોને કાબુમાં રાખવા માટે ડિજિટલ કરન્સી પર પ્રતિબંધ મુકવાની કવાયત હાથ ધરી છે. સિંગાપુર અને દક્ષિણ કોરીયા પોતાની વર્ચ્યુઅલ કરન્સી ચલાવી રહ્યાં છે. ભારત સરકારના તજજ્ઞો નીતિ આયોગે વર્ચ્યુઅલ કરન્સીના દુરઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારીને ફાર્માસ્યુટીકલ અને દવાના વેપારીઓની શ્રૃંખલા, શિક્ષણ ક્ષેત્ર અને કારોબાર પર હાવી વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મુકવાનો સરકારે નિર્ણય લીધો છે.

સરકારના આ નિર્ણયથી સિંગાપુરની કોઈન સ્વીચ કે જેના ૨ લાખથી વધુ વપરાશકારોને અસર થશે અને ૨૦૦ થી ૩૦૦ બીલીયન ડોલરના કારોબાર પર અસર થશે તેમ આશિષ જીંગલે જણાવ્યું હતું. કોઈન સ્વીચ, કુબેર પ્લેટફોર્મને ભારતીય રૂપિયામાં વિજાણુ ચલણ ખરીદવાની મંજૂરી મળી હતી. જીંગલના જણાવ્યા મુજબ આ વ્યવહારથી મોટાપાયે છેતરપિંડી થવાની દહેશત રહે છે. ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવા માટે કાયદાકીય માળખુ ઉભુ કરવાની જરૂર છે. આરબીઆઈએ ક્રિપ્ટો કરન્સીના ધંધાને નિયંત્રણમાં લેવા માટે જહેમત ઉઠાવી છે. સરકારના આ પગલાથી દરેકને લાભ થશે અને કૌભાંડ કરનારા કાબુમાં આવશે.

Loading...