૫.૩૬ લાખ કરોડની ખાદ્યને સરભર કરવા સરકાર બજારના શરણે

મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી…

કેન્દ્રની ધારણા મુજબ ફિશ્કલ ડિફિસીટ ૩.૮ ટકાની આજુબાજુ રહેશે તો પણ આગામી નાણાકીય વર્ષ સરકાર માટે લોઢાના ચણા ચાવવા જેવું

ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા દ્વારીકા જવા માટે નિકળેલા વટેમાર્ગુઓને હુંડી લખી આપવાનું સંકટ નરસિંહ મહેતા સામે ઉભુ રહ્યું હતું. કોઈએ ટીખળ કરવા વટેમાર્ગુઓને નરસિંહ મહેતા પાસે હુંડી લખાવવા મોકલી દીધા હતા. નરસિંહ મહેતા ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા. તેમની પાસે વેપાર નહીં પરંતુ હરીનું નામ હતું. આવી સ્થિતિમાં હુંડી લખ્યા બાદ નરસૈયાને કરેલી વિનંતી એટલે કે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી આજે પણ લોકજીભે છે. આવી જ હાલત કેન્દ્ર સરકારની છે. એક તરફ તિજોરીના તળીયા દેખાય છે. ફિશ્કલ ડિફીસીટનું પ્રમાણ ચિંતાજનક છે. ત્યારે બજારમાંથી રૂા.૫.૩૬ લાખ કરોડ ઉપાડવાની તૈયારી સરકારે કરી છે.

આગામી વર્ષ ૨૦૨૦-૨૧માં સરકાર રૂા.૫.૩૬ લાખ કરોડ બજારમાંથી  ઉપાડશે તેવું જાણવા મળી રહ્યું છે. આ સો જ રૂા.૩૦,૦૦૦ કરોડના બોન્ડને પણ બાયબેક કરશે. એકંદરે સરકાર ફિશ્કલ ડિફીસીટના માયાજાળમાંથી બહાર આવવાની મામણ કરી રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામનને તાજેતરમાં જાહેર કરેલા બજેટ બાદ શનિવારે બજારમાં બ્લડબા જોવા મળ્યું હતું. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ફિશ્કલ ડિફીસીટ ૩.૫ થી ૩.૮ ટકા રાખવાની મામણ કરશે. આ સાથે  જ બજારમાંથી સરકાર ૨.૧ લાખ કરોડ રૂપિયા વિવિધ એકમોમાં પોતાનો હિસ્સો મેળવી ઉભા કરશે.

ગત વર્ષની જેમ આગામી નાણાકીય વર્ષ પણ કેન્દ્ર સરકાર માટે ચેલેન્જીંગ બની જશે તેવું ર્આકિ નિષ્ણાંતોનું કહેવું છે. સરકારે બજારમાં તરલતા લાવવા કરેલા પ્રયાસોના અનુસંધાને બજારમાં સરપ્લસ લીકવીડીટી જોવા મળી છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નજીકના સમયમાં કોઈ મોટી જાહેરાત કરે તેવા એંધાણ ની. બીજી તરફ ડાયરેકટ ટેકસની આવકમાં પણ આગામી સમયમાં ગાબડુ જોવા મળે તેવી સ્થિતિ વચ્ચે સરકાર ચિંતામાં મુકાશે. સરકારે બજેટમાં આવકવેરાનું નવું માળખુ જાહેર કર્યું છે.

બીજી તરફ ફિશ્કલ ડિફિસીટ માટે સરકારે ધારેલો અંદાજ બજારને માફક આવ્યો નથી. ડિફિસીટ માટે બજારના નિષ્ણાંતો થોડું અલગ રીતે વિચારી રહ્યાં છે. પરિણામે શનિવારે બજારમાં મસમોટું ગાબડુ પડ્યું હતું. કેન્દ્ર સરકાર જો ફિશ્કલ ડિફિસીટના ટાર્ગેટ પુરા કરવામાં નિષ્ફળ રહેશે તો બજારમાંથી વધારાનું ફંડ ઉપાડશે તેવું માનવામાં આવે છે. અલબત ફિશ્કલ ડિફિસીટને સરભર કરવા માટે સરકાર સરકારી બોન્ડ સહિતના તૂક્કા આજમાવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આગામી નાણાકીય વર્ષ કેન્દ્ર સરકાર માટે લોઢાના ચણા ચાવવા જેવું બની રહેશે. આ બજેટમાં સરકારે ઈન્ફાસ્ટ્રકચર અને ઈન્વેસ્ટમેન્ટ સહિતના મુદ્દાને ધ્યાને રાખી વિવિધ જોગવાઈઓ તો કરી છે પરંતુ આ જોગવાઈની અસર લાંબાગાળે બજાર પર પડશે તે પહેલા સરકાર માટે આવક અને જાવક વચ્ચેના સમતોલનને જાળવવું જરૂરી છે. નિકાસ ઘટશે અને આયાત વધશે તો સરકારની તિજોરી પર વધુ બોજ પડશે. વૈશ્ર્વિક પરિબળો પણ સરકાર માટે મુશ્કેલી સર્જે તેવી દહેશત છે.

  • ‘ટ્રેક’ઉપર પુરપાટ દોડતી કરવા ‘ખાનગીકરણ’ના સહારે રેલવે!!

રેલવેને સુવિધાસભર બનાવવા માટે સરકાર ઘણા સમયી પ્રયાસ કરી રહી છે. દરમિયાન હવે રેલવેની સુવિધાઓનું ખાનગીકરણ કરવા માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો ઈ રહ્યાં છે. આઈઆરસીટીસી દ્વારા સંચાલીત તેજસ ટ્રેનનો પ્રયોગ સફળ નિવડ્યા બાદ હવે ૧૫૦ ટ્રેન દોડાવવા માટે ખાનગી કંપનીઓ માટે દ્વાર ખોલી નખાયા છે. આ સાથે જ ટ્રેક રીન્યુ કરવા, ઈલેકટ્રીફીકેશન અને નવી લાઈન નાખવા સહિતની કામગીરી રેલવે વિભાગ દ્વારા ચાલી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં રૂા.૭૦૨૫૦ કરોડ જેટલી રકમ રેલવેની સુવિધા વિકસાવવા તેમજ કુલ ૧૬૧૦૪૨ કરોડ જેટલી રકમ આધુનિકરણ માટે ફાળવવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટને પણ પ્રોત્સાહિત કરવાનો નિર્ણય બજેટમાં લેવામાં આવ્યો છે. આ સો રેલવે ટ્રેક પર મસમોટી સોલાર પાવર પેનલ નાખવાની દરખાસ્ત પર પણ વિચારણા હા ધરાઈ છે.

ટુરિસ્ટ સ્ળોને ટ્રેની જોડી દેવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો હા ધરાયા છે. વર્ષ ૨૦૧૮ થી  ૨૦૩૦ સુધીમાં રેલવેને રૂા.૫૦ લાખ કરોડના તોતીંગ મુડી રોકાણની જરૂરીયાત છે. આ માટે સરકાર ખાનગીકરણનો સહારો લઈ હોવાનું સામે આવી રહ્યું છે.  અહીં નોંધનીય છે કે, દેશમાં રેલવેને કનેકટીવીટીનું સૌી મોટુ સંશાધન માનવામાં આવે છે. નાના વર્ગી લઈ અમીર વર્ગના લોકો રેલવેનો અનુકુળતા મુજબ ઉપયોગ કરે છે. મોદી સરકાર આવ્યા બાદ રેલવેની કાયાપલટ કરવાની તૈયારીઓ ઈ હતી. રેલવે સ્ટેશન ચોખ્ખા યા છે. અત્યાધુનિક વ્યવસઓ મળવા લાગી છે. વાયફાયની સગવડ લોકોને મળે છે. આ સાથે જ રિઝર્વેશનની લાંબી કતારોમાંથી રાહત મળી છે. એકંદરે આગામી સમયમાં રેલવેને નવા વાઘા પહેરાવવામાં આવશે તે નિશ્ર્ચિત છે.

  • ટાયર-ટુ અને ટાયર-થ્રી નગરમાં અત્યાઆધુનિક સારવાર માટે કોર્પોરેટ હોસ્૫િટલોના રસ્તા ખુલ્લા

ટાયર-ટુ અને ટાયર-્રી નગરોમાં લોકો માટે કોર્પોરેટ હોસ્પિટલોની સારવારના રસ્તા ખુલ્યા છે. અત્યાર સુધી સરકાર આયુષ્યમાન ભારત ઈન્સ્યોરન્સ સ્કીમ દ્વારા ગામડે-ગામડે હેલ્કેર ફેસેલીટી આપવાના પ્રયાસ કરી રહી હતી. પરંતુ ફંડની ફાળવણીમાં રહી જતાં ગેપના કારણે તમામ લોકો સુધી આરોગ્યની સુવિધા પહોંચી શકતી ન હતી. ભારતમાં અનેક ગામડા એવા છે. જ્યાં આરોગ્ય લગતી સુવિધા ની. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રૂા.૬૯૦૦૦ કરોડ હેલ્કેર સેકટર પાછળ વાપરવાનો નિર્ણય લેવાયો છે. ગત બજેટમાં આ રકમ ૬૩૦૦૦ કરોડ હતી. હવે સરકારે યોગ્ય પ્રમાણમાં રકમ ફાળવવાનો નિર્ણય લેતા ટાયર-ટુ અને ટાયર-્રીની શ્રેણીમાં આવતા નગરોમાં પીપીપીના ધોરણે હોસ્પિટલોનું નિર્માણ થશે.  આયુષ્યમાન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં ૨૧૦૦૦ હોસ્પિટલોનો સમાવેશ ઈ ચૂકયો છે. જો કે, ઘણી વખત એવું બન્યું છે કે, ત્યાં કોર્પોરેટ હોસ્પિટલમાં દર્દીને આ યોજનાનો લાભ ન મળ્યો હોય. સરકાર દ્વારા આપવામાં આવતી રકમ કરતા આવી હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ વધુ હોય છે. પરિણામે બન્ને વચ્ચે ગેપ જોવા મળે છે. આ ગેપ પુરવા ચાલુ વર્ષના બજેટમાં પ્રયાસ યો છે. લોકો સુધી આયુષ્યમાન ભારત જેવી યોજનાનો લાભ સરળતાી પહોંચે તે સરકાર માટે જરૂરી છે. પરંતુ ખાનગી હોસ્પિટલોએ સારવાર આપ્યા બાદ સલવાઈ જતી રકમ પણ તુરંત આપવામાં આવે તે મહત્વનું બની જાય છે.

  • કર ભરવામાંથી છટકી જતાં એન.આર.આઇ.ને સાણસામાં લેવાશે

ટેકસહેવન ગણાતા દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીયો નાણા કમાવવા જાય છે. આ દેશોમાં વેરો ભરવાનો રહેતો ની. જો કે, આ ભારતીયો એનઆરઆઈ હોવાી ભારતમાં પણ વેરો ભરવામાંથી  છટકી જતાં હોય છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે જે એનઆરઆઈ કર ભરવો ન પડે તે માટેના પેંતરા કરતા હોય તેમની પાસેથી કર વસુલવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી એનઆરઆઈની ટેકસ લાયેબીલીટી ઉપર અનેક પ્રકારના સવાલ ઉઠયા હતા. જો કે, હાલના બજેટમાં કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને આ બાબતે ચોખવટ કરી છે. એનઆરઆઈની ગ્લોબલ આવક પર નહીં પરંતુ સનિક આવક પર ટેકસ લાદવામાં આવ્યો છે. એકંદરે ભારતીય જ્યુડીકશનની અંદર આવતા એનઆરઆઈના ઉદ્યોગ ધંધા ઉપર ટેકસ લગાવવામાં આવશે. જો એનઆરઆઈ અન્ય દેશમાં કર ન ભરતો હોય તો તેને ભારતમાં કર ભરવાનો રહેશે. જો કે, આ કાયદામાંી અન્ય દેશોમાં મજૂરીએ જતાં બોનોફાઈડ વર્કરોને બાકાત રાખવામાં આવ્યા છે. ક્યાં એનઆરઆઈ પાસેી ટેકસ લેવો અને ક્યાં પાસેી ન લેવો તે વચ્ચે ખુબજ પાતળી ભેદરેખા નક્કી કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયના કારણે મીડલ ઈસ્ટ દેશોમાં કામ કરતા કામદારોને રાહત મળશે. ટેકસ ફ્રી ગણાતા દેશમાં ‘કામ’ કરીને પૈસા રળતા લોકોને ટેકસ ભરવો નહીં પડે પરંતુ ટેકસમાં છટકી જવા ઈચ્છતા એનઆરઆઈને ટેકસ ભરવો પડશે.

  • ધોળાવિરા- હડપ્પા જેવી સંસ્કૃતિને ‘જીવંત’ કરવા બજેટમાં ૩૧૫૦ કરોડની જોગવાઇ

ધોળાવીરા અને લોલ જેવી હડપ્પન સંસ્કૃતિની સાઈટોને જીવંત કરવાના હેતુી બજેટમાં રૂા.૩૧૫૦ કરોડની રકમને જોગવાઈ કરવામાં આવી છે. ધોળાવીરા અને લોલ જેવા સ્ળોનો વિકાસ આ રકમના માધ્યમી કરવામાં આવશે. કચ્છના ધોળાવીરામાં લાંબા સમયી વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ સો અમદાવાદ જિલ્લાના લોલમાં પણ હડપ્પન સંસ્કૃતિની સાઈટ વિકસાવવામાં આવે છે. આ બન્ને સાઈટો પર સરકાર મ્યુઝિયમ બનાવવાની યોજના ધરાવી રહી છે. સરકારે કેન્દ્રીય બજેટમાં ધોળાવીરામાં આર્કિયોલોજીકલને પ્રોત્સાહન મળે તેની સો હડપ્પન સંસ્કૃતિને લગતી વિગતો લોકો સુધી પહોંચે તે માટે મ્યુઝિયમ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. આ પાછળ હવે બજેટમાં નાણા ફાળવાયા છે. આ સો અમદાવાદ જિલ્લામાં લોલ નજીક પણ નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેકટ ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, ધોળાવીર આર્કિયોલોજીકલ સાઈટ દેશની પાંચમી સૌી ખ્યાતનામ સાઈટ ગણવામાં આવે છે. જે ૭૦ હેકટર જેટલી જમીનમાં ફેલાઈ છે. યુનેસ્કોએ આ સાઈટને વર્લ્ડ હેરીટેજમાં સન આપ્યું છે. ૧૨૦૦ વર્ષ પહેલા વિકસીત યેલી સંસ્કૃતિના પુરાવા ધોળાવીરા આર્કિયોલોજીકલ સાઈટમાંી મળી આવે છે. આ સ્ળને તે સમયના વોટર મેનેજમેન્ટનો ઉત્કૃષ્ટ નમૂનો માનવામાં આવે છે. આ સો જ અમદાવાદ નજીકની લોલ સાઈટ પણ ઈન્ડુસ-સરસ્વતી સંસ્કૃતિનો ઉત્કૃષ્ટ નમુનો માનવામાં આવે છે. આ બંને સ્ળોના વિકાસ માટે સરકારે ફંડ ફાળવ્યું છે. આ ઉપરાંત હરિયાણાની રખીગાર્હી, ઉત્તરપ્રદેશની હસ્તીનાપુરા, આસામની શિવસાગર અને તમિલનાડુની અદિચાનાલુર સહિતની સાઈટોના વિકાસ અને મ્યુઝિયમ બનાવવા સરકારે ભંડોળ ફાળવ્યું છે.

કેન્દ્રીય બજેટમાં ગુજરાતને શું મળ્યું?

ગીફટ સિટીમાં ઈન્ટરનેશનલ બુલીયન એક્ષચેન્જ સપવાની જાહેરાત : રોજગારીની તકો ઉભી કરવાની મામણ

કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારામને ઈન્ફાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ઈન્ફાસ્ટ્રકચરના વિકાસ માટે મસમોટા આંકડા જાહેર યા હતા. તેની સો ઈન્વેસ્ટમેન્ટ ખેંચી લાવવા માટે પણ વિવિધ રાહતોની વણઝાર જોવા મળી હતી. અલબત આ બજેટમાં ગુજરાતને શું મળ્યું તેવો પ્રશ્ર્ન દરેક ગુજરાતીને થાય છે. ગુજરાતના ગીફટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલીયન એક્ષચેન્જ બનાવવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. જે ગુજરાતના વિકાસ માટે ખુબજ અગત્યનો ભાગ ભજવશે.

ગાંધીનગરના ગીફટ સિટીમાં ઈન્ટરનેશનલ બુલીયન એક્ષચેન્જ ઉભુ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બુલીયન એક્ષચેન્જના કારણે ગોલ્ડ, સીલ્વર સહિતના બુલીયનમાં યોગ્ય ભાવ રોકાણકારોને મળશે. આ સાથે જ ઈન્ટરનેશનલ બુલીયન એક્ષચેન્જના કારણે રોજગારીની લાખો તક ઉભી થશે, તેવું માનવામાં આવે છે. નિર્મલા સીતારામને આંતરરાષ્ટ્રીય બુલીયન સેન્ટરની જાહેરાત કરી ગુજરાતના ગીફટ સિટીને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચાડયું છે. આ જાહેરાતના કારણે ગુજરાતમાં મસમોટા વિદેશી મુડી રોકાણો આવવાની આશા પણ સેવવામાં આવી છે.

બજેટમાં આ સાથે કિસાન રેલની જાહેરાત પણ ઈ છે. રેલવેના કોચમાં રેફ્રીજરેટરનું નિર્માણ કરવામાં આવશે. જેનાથી  દૂધને લાંબા સમય સુધી સાચવી શકાશે. ગુજરાતની અમુલ ડેરી દૂધ ઉત્પાદન ક્ષેત્રે અવ્વલ છે. આવી સ્થિતિમાં સરકારની કિસાન રેલ યોજના મહત્વની બની જશે. ઉપરાંત સરકારે સરકારી સંસ ઉપરના કરવેરા મુદ્દે પણ કેટલીક બાંધછોડ કરવાની તૈયારી દર્શાવી હતી. ગુજરાતમાં ધોળાવીરા અને લોલ જેવી આર્કિયોલોજીકલ સાઈટના વિકાસ માટે પણ ફંડ ફાળવવામાં આવ્યું છે.

શેરબજાર રિકવરી તરફ ૨૩૦ પોઈન્ટનો ઉછાળો

બજેટ દરમિયાન બોલેલા કડાકા બાદ આજે ગ્રીન ઝોનમાં યેલું ટ્રેડીંગ

શનિવારે કેન્દ્રીય બજેટની જાહેરાત સમયે ભારતીય શેરબજારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. બજારને બજેટ માફક ન આવ્યું હોય તે રીતે ટ્રેડીંગ દિવસના અંતે ૧૦૦૦ પોઈન્ટનું ગાબડુ પડી ગયું હતું. લાખો રોકાણકારોના કરોડો રૂપિયા એક જ દિવસમાં ધોવાયા હતા. આ પ્રકારનું ગાબડુ લાંબા સમયે બજારમાં જોવા મળતા રોકાણકારોમાં ભયનો માહોલ ઉભો યો હતો. દરમિયાન આજે શેરબજાર રીકવરી તરફ આગળ વધ્યું છે. આ લખાય છે ત્યારે શેરબજારમાં ૨૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.

નિફટી ફીફટી ૮૧ પોઈન્ટના ઉછાળા સો ૧૧૭૪૩ પોઈન્ટમાં ટ્રેડ ઈ રહ્યો છે. સેન્સેકસ પણ ૩૯૯૮૫ ના અંક સો ગ્રીન ઝોનમાં ટ્રેડ ઈ રહ્યો છે. બેંક નિફટી, નિફટી ૫૦૦ અને બીએસઈ મીડકેપમાં ત્તેજી જોવા મળી છે. એમએફએસએલ, નોકરી, ગોદરેજ,એસ્કોર્ડ અને એસ.કે.ફીન ઈન્ડિયા જેવા શેરની આગેવાનીમાં બજાર અત્યારે ગ્રીન ઝોનમાં જોવા મળ્યું છે. બીજી તરફ ઈન્ફાટ્રેલ, જેએનકે બેંક અને ડીએચએફએલ જેવા શેરોમાં નરમાસ છે.

એમએફએસએલ ૯ ટકાના ઉછાળા સો ટ્રેડ ઈ રહ્યો છે. નોકરી ૬.૨૯ ટકાના ઉછાળા સો ટ્રેડ યો છે. એક્ષકોર્ટમાં પણ ૫ ટકાી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. શનિવારે કેન્દ્રીય બજેટ દરમિયાન નબળા પડેલા શેર અત્યારે ધીમે ધીમે ગ્રીન ઝોનમાં આવવા મામણ કરે છે. બજાર ૨૦૨૦ના અંત સુધીમાં ૫૦ હજારની સપાટીને ટચ કરે તેવી અપેક્ષાઓ વચ્ચે શનિવારે આવેલા મંદીના તોફાને અનેક રોકાણકારોની સંપતિમાં કડાકો બોલાવ્યો હતો. દરમિયાન આજે બજારને રીકવરી કરવામાં મહદઅંશે સફળતા મળી હોય તેવી ફલીત યું છે.

Loading...