Abtak Media Google News

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અંગેના એકશન પ્લાન વિશે ચર્ચા-વિચારણા યોજાઈ: મુખ્યમંત્રી દ્વારા પરિણામ દર્શક સુચનો કરાયા: ૪ વિભાગોની મહત્વની યોજના-કામોની સમીક્ષા યોજાઈ

કોરોના મહામારી બાદ ગુજરાતના અથેતંત્રને પુન:ધબકતું કરવાના ચોક્કસ નિધોર અને આયોજન સાથે અનલોક ૧.૦માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ગુજરાત સરકાર વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા એક્શન મોડમાં છે. જેના પરિણામ સ્વરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની  અધ્યક્ષતામાં છેલ્લા સપ્તાહથી બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાતમાં વિકાસના કામોમાં વધુ ઝડપ લાવવાના હેતુથી તેમજ ચાલુ નાણાકીય વષે ૨૦૨૦-૨૧ના બજેટમાં સમાવિષ્ટ વિવિધ વિભાગોની મહત્વની યોજના, એકશન પ્લાન અને તેના કામોની પ્રગતિ સંદર્ભે સમીક્ષા કરવા  આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલ સહિત સંબંધિત વિવિધ વિભાગોના મંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકો યોજાઈ હતી.

જેમાં  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોના મહામારીની પ્રવતેમાન સ્થિતિમાં લોકહિતની કઈ કઈ યોજનાઓ તેમજ  કયા કયા વિકાસકામોને પ્રાધાન્ય આપવું તેના ઉપર મુખ્યત્વે ભાર મૂકવામાં આવ્યો હતો. તેમને સૂચન કયુઁ હતું કે, વિભાગો પણ લોક કલ્યાણ તેમજ વિકાસ કામોની અગ્રતા પોતાની જરૂરિયાત મુજબ તૈયાર કરીને રજૂ કરે તે જરૂરી છે. મુખ્યમંત્રીએ ચાલુ વષેના બજેટમાં નવી બાબતોમાં તેમજ કોરોના મહામારીમાં ગુજરાતના લોકોને આથિક સહાય કરતું  રાજ્ય સરકાર દ્વારા  તાજેતરમાં જાહેર કરાયેલું મહત્વનું આત્મનિભેર ગુજરાત સહાય પેકેજનો  લોકોને ઝડપી લાભ આપવા ઉપર ખાસ ભાર મૂકવા જેવા મહત્વપૂર્ણ સૂચનો કયો હતા.આ ઉપરાંત બાકી વિકાસ કામો ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવા પણ તમામ સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી.

મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે સવારના સત્રમાં વિવિધ ૪ વિભાગોની યોજના-કામોની સમીક્ષા યોજાઈ હતી. જેમાં  કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ,પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ નમેદા,જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગોની સમીક્ષા યોજાઈ હતી.  રાજયના નાણા વિભાગના સંકલનમાં રહીને યોજાયેલી આ વિવિધ વિભાગોની મહત્વની યોજનાઓ અને કામોની સમીક્ષા અંગેની મેરેથોન બેઠકોમાં સંબંધિત વિભાગના મંત્રીઓ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવઓ,મુખ્યમંત્રીના અગ્ર સચિવ  એમ.કે.દાસ, મુખ્ય મંત્રીના માહિતી સચિવ  અશ્વિની કુમાર વગેરેએ ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કયો હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.