Abtak Media Google News

ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ હેઠળ બેંકોએ ૧ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપ્યું

વૈશ્ર્વિક મહામારી બાદ અનેેક ઉધોગોને માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકારે લઘુ અને મધ્યમ ઉધોગોને બેઠા કરવા માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ યોજનાને અમલી બનાવી છે જેમાં હાલ આ સ્કિમ હેઠળ બેંકોએ એક લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપ્યું છે. આ સ્કિમ હેઠળ નાણા મંત્રાલય દ્વારા ૩ લાખ કરોડ રૂપિયાનું ફંડ લઘુ અને મધ્યમ ઉધોગોને આપવા માટે જણાવાયું હતું જેના ભાગરૂપે હાલ એક લાખ કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી છે. આંકડાકિય માહિતી મુજબ બેંકો દ્વારા હાલ દોઢ લાખ કરોડ રૂપિયાની રકમને મંજુરી આપવામાં આવી છે જેના ભાગરૂપે ૧૮ ઓગસ્ટ સુધીમાં ૧૦૦ ટકા લોન લઘુ અને મધ્યમ ઉધોગોને આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા જે ૨૦ લાખ કરોડ રૂપિયાનું જે આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાનો જ આ એક ભાગ લઘુ અને મધ્યમ ઉધોગો માટેનો છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકડાઉનમાં લઘુ અને મધ્યમ ઉધોગોને ઘણી ખરાબ અસર પહોંચી છે ત્યારે આ સ્થિતિમાંથી ઉધોગને બહાર લાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.  મોટા ઉધોગો માટે લઘુ અને મધ્યમ ઉધોગ કરોડરજજુ સમાન છે જો આ ઉધોગોની આર્થિક સ્થિતિ નહીં સુધરે તો દેશના અર્થતંત્ર ઉપર તેની માઠી અસર પહોંચશે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજનામાં ૧૨ પબ્લીક સેકટર બેંક, ૨૪ પ્રાઈવેટ સેકટર બેંક અને ૩૧ એનડીએફસી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે લઘુ અને મધ્યમ ઉધોગોને બેઠો કરવા માટે મદદગાર સાબિત થશે. ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ હેઠળ જે લોન લઘુ અને મધ્યમ ઉધોગોને આપવામાં આવે છે તે માટે ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા ૧૦૦ ટકા ગેરેન્ટી પણ આપે છે. હાલ ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં દોઢ લાખ કરોડ રૂપિયાને મંજુરી આપવામાં આવી છે જેમાંથી એક લાખ કરોડ રૂપિયાની ચુકવણી પણ કરી દેવાઈ છે.  આંકડાકિય માહિતી મુજબ ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ હેઠળ પબ્લીક સેકટર બેંકોએ ૭૬ હજાર કરોડ રૂપિયાની સામે ૫૬ હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધેલી છે જેની સામે પ્રાઈવેટ સેકટર બેંકોએ ૭૪ હજાર કરોડની સામે ૪૫ હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરી હોવાનું પણ જણાવ્યું છે. પબ્લીક સેકટર બેંકોની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ ધિરાણ આપનારી બેંક એસ.બી.આઈ બાદ કેનેડા બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના નામ સામે આવ્યા છે. સૌથી વધુ આવક અને રકમ મહારાષ્ટ્ર રાજયએ એકત્રિત કરી છે જેમાં બેંકોએ ૭૭૫૬ કરોડ રૂપિયાની લોનની મંજુરી સામે ૬૦૦૭ કરોડ રૂપિયા ૧૮ ઓગસ્ટ સુધીમાં આપ્યા છે. અંતમાં મુખ્યત્વે એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે કે સરકાર દ્વારા જે લોન આપવામાં આવી રહી છે તેને પરત ત્યારે જ કરી શકાશે જયારે ઉત્૫ાદનમાં વધારો થાય. સરકાર હાલ લઘુ અને મધ્યમ ઉધોગોને જનભાગીદારી સાથે જોડાવવા માટેની એક પહેલ હાથ ધરી છે.

ઇમરજન્સી ક્રેડિટ લાઇન યોજના થકી રાજકોટ જિલ્લામાં લધુ ઉઘોગો અને મઘ્યમ ઉઘોગો માટે બેન્કોએ  ૮૦૨.૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી !

સરકાર લધુ અને મઘ્યમ ઉઘોગોને વેગવંતુ બનાવવા ઇમરજન્સી ક્રેડિટ લાઇન યોજના શરૂ કરી છે, જેના ભાગરૂપે બેન્કો પોતાના નાણાનાં કોથળા ખોલી રહી છે. રાજકોટ જીલ્લા માટે જો વાત કરવામાં આવે તો હાલ ૧૫૦૫૬ અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી ૧૪૮૬૧ અરજીઓને મંજુર કરવામાં આવી છે. મંજુર થયેલી અરજીઓ પૈકી બેન્કોએ ૯૦૦.૯૮ કરોડ રૂપિયા આપવાની મંજુરી આપી છે, જેના ભાગરૂપે હાલ બેન્કોએ ૮૦૨.૧૦ કરોડ રૂપિયા ઉઘોગોને ચુકવાઇ ગયા છે. હાલ જે અરજી થયેલી છે, તેમાંથી ૮૯ અરજીઓને નામંજુર કરવામાં આવી છે, જેમાં અપૂરતા દસ્તાવેજી અને સ્કિમમાં ફિટ ન થતાં ઉઘોગોને નામંજુર કરવામાં આવ્યા છે. બીજી તરફ ૧૦૬ અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે, જેને ૩૦ સપ્ટેમ્બર સુધી મંજુર કરવા માટે સરકાર દ્વારા તાકીદ પણ કરવામાં આવી છે. બીજી તરફ વિવિધ બેન્કો કે જેને ૮૦૨.૧૦ કરોડ રૂપિયા ઉઘોગોને આવ્યા છે, તેમાં આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા ૧૭૩.૬ કરોડ રૂપિયા , એચડીએફસી બેન્ક દ્વારા ૧૪૦.૨૩ કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૧૫.૦૩ કરોડ રૂપિયા, એસબીઆઇ દ્વારા ૪૩.૨૬ કરોડ રૂપિયા, બેન્ક ઓફ બરોડા દ્વારા ૯૩.૩૫ કરોડ રૂપિયા, યુનિયન બેન્ક દ્વારા ૭૫.૦૩ કરોડ રૂપિયા જયારે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૯૦.૭૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

સંપૂર્ણ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ જે ઉઘોગોની લોન ચાલુ હોઇ તેઓને અતિરિકત ૨૦ ટકાની વધુ લોન આપવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. બેન્કોને નાણા પરત ન આવે તેનો ડર ઉદભવિત ન થાય તે માટે સરકાર ઉઘોગો માટે બેન્કોની સામે ગેરેન્ટરની ભૂમિકા ભજવી રહી છે. સરકાર હાલ વધુને વધુ નાણા આપી લધુ અને મઘ્યમ ઉઘોગો વેગવંતુ બનાવે તે દિશામાં સરકાર હાત પ્રયત્નો કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.