Abtak Media Google News

યૂનિક કોડ IMEI નંબરને બદલી નાખવામાં આવ્યો હોય તો પણ નવી ટેકનિકથી ફોનને ટ્રેસ કરવું શક્ય બનશે

મોબાઈલ ફોન ચોરી થવાની વધતી ઘટનાઓને અટકાવવા માટે કેન્દ્ર સરકાર આગામી મહિનાથી નવી પદ્ધતિ અપનાવવા જઇ રહી છે. જો ફોનમાંથી SIM કાર્ડ કાઢવામાં આવ્યું હોય કે પછી હેન્ડસેટની ઓળખ માટે જારી થનાર યૂનિક કોડ IMEI નંબરને બદલી નાખવામાં આવ્યો હોય તો પણ નવી ટેકનિકથી ફોનને ટ્રેસ કરવું શક્ય બનશે. એટલું નહીં ફોનના ચોરી થતાં કે ગુમ થતાં જ સંપૂર્ણ ડેટા અને સેવા બંધ થઈ જશે. એટલે કે જે પણ વ્યક્તિએ ફોન ચોર્યો છે તે તેનો ઉપયોગ નહીં કરી શકે.

કેવી રીતે કામ કરશે આ ટેકનોલોજી?

જુલાઈ 2017માં મોબાઈલ ફોન ટ્રેકિંગ પ્રોજેક્ટ હેઠળ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટરશરૂ કરાયું છે. સીઆઈઈઆર હેઠળ તમામ હેન્ડસેટ કંપનીઓ દ્વારા જારી થનારા IMEI નંબર અને ટેલિકોમ કંપનીઓ દ્વારા અપાતું નેટવર્ક એક પ્લેટફોર્મ પર આવી જશે. એટલે કે હવે સીઆઈઈઆર સીધું મોબાઈલ ફોનને નિયંત્રિત કરી શકે છે. જેમ કે ફોન ચોરી થશે કે ગુમ થશે તો ગ્રાહક ટેલીકોમ ઓપરેટરને અથવા સીધા ટેલિકોમ્યુનિકેશ વિભગ દ્વારા જારી હેલ્પલાઈન નંબર પર ફોન કરીને હેન્ડસેટને બ્લોક કરાવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.