ઉપલેટામાં સોનાની બંગડીનો નમુનો જોવા માગી રૂ.૧.૨૮ લાખની ઘરેણાની ઠગાઇ

140

વાસ્તાનું આમંત્રણ આપવા આવેલા શખ્સે માતા-પુત્રીની સોનાની બંગડી અને માળા લઇ રફુચક્કર: ‘ઠગ’ સીસીટીવીમાં કેદ

ઉપલેટાના જવાહર સોસાયટીમાં મકાનના વાસ્તાના આમંત્રણના બહાને આવેલા ઠગે પોતાની બહેનના લગ્ન હોવાથી સોનાની બંગડી અને માળા નમુના માટે માગી લઇ જઇ રૂ. ૧.૨૮ લાખની કિંમતના સોનાના ઘરેણાની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટાની જવાહર સોસાયટી શેરી નંબર ૧માં રહેતી રમાબેન ગોરધનભાઇ રૈયાણી નામની મહિલાએ અજાણ્યા શખ્સ સામે રૂ.૧.૨૮ લાખના સોનાના ઘરેણાની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રમાબેન અને તેની પુત્રી જયાબેન ઘરે એકલા હતા ત્યારે રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે મકાનના વાસ્તાનું આમંત્રણ દેવા આવ્યાનું કહી વાત ચીત દરમિયાન પોતાની બહેનના લગ્ન હોવાથી સોનાની બંગડી બનાવવી છે તેમ કહી રમાબેન અને જયાબેનની સોનાની બંગડી અને સોનાની માળાનો નમુનો સોનીને બતાવવા માટે માગીને લઇ ગયા બાદ રફુચક થઇ છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઇ. એમ.જે.પરમાર સહિતના સ્ટાફે છાત્રાલયના સીસીટીવી ફુટેજમાં ઠગના ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.

Loading...