પ્રોડકશન લીંકડ ઈનસેન્ટીવ સ્કિમ હેઠળ વૈશ્વિક મોબાઈલ કંપની ભારતમાં આવશે

વૈશ્વિક કંપનીઓ દેશમાં આવતાની સાથે જ ૫૦ હજાર નવી રોજગારીની તકો ઉભી થશે

વૈશ્વિક સ્તર પર ચાઈના સાથેના વ્યાપારીક મુદાને ધ્યાને લઈ વિશ્વ આખાનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે. ઘણીખરી વૈશ્વિક કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે વિચાર અને ઈચ્છા દાખવે છે. સરકારે આ તમામ વિદેશી કંપનીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે અનેકવિધ સ્કિમોને અમલી બનાવી છે જેમાંથી પી.એલ.આઈ એટલે કે પ્રોડકશન લીંકડ ઈનસેન્ટીવ સ્કિમ. આ સ્કિમનો લાભ લેતી કંપનીઓને સરકાર અનેકવિધરૂપે સહાય પણ કરશે. હાલના તબકકે કેન્દ્ર સરકાર મેક ઈન ઈન્ડિયાને વધુને વધુ પ્રમોટ કરવા માટે વિચાર કરી રહ્યું છે. આયાતી ચીજવસ્તુઓ પર રોક લગાવવી સ્થાનિક ઉત્પાદનને વેગવંતુ કેવી રીતે બનાવી શકાય તે માટે સરકાર વિચારણા પણ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ તકે પ્રોડકશન લીંકડ ઈનસેન્ટીવ સ્કિમ હેઠળ ભારતમાં વૈશ્વિક મોબાઈલ કંપનીઓ દેશમાં પ્લાન્ટ સ્થાપિત કરશે સામે ૫૦ હજાર નવી રોજગારીની તકો પણ ઉભી થશે. ભારત દેશ ઉત્પાદન મોબાઈલ ક્ષેત્રે વધારવા માટે મથામણ કરી રહ્યું છે. દેશે જો ઉત્પાદનમાં વધારો કરવો હોય તો રોજગારીની તકો પણ ઉભી કરવી એટલી જ જરૂરી છે.

ભારત દેશ ડિજિટલ તરફ હાલ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે વૈશ્વિક કંપનીઓને વિવિધ પ્રકારની પ્રોત્સાહક સ્કિમો આપી ભારત તરફનું વલણ મજબુત બનાવવા માટે કાર્ય કરે છે. પીએલઆઈ સ્કિમ હેઠળ સરકાર જે કંપનીઓ મોબાઈલના ઉત્પાદન માટે ભારત દેશમાં પ્લાન્ટ સ્થાપિત કરશે તેઓને ૪ થી ૬ ટકા ઈન્ક્રીમેન્ટલ વેચાણમાં સહાય મળવાપાત્ર રહેશે. આ હેતુસર સરકાર પીએલઆઈ સ્કિમ હેઠળ ૪૧ હજાર કરોડ રૂપિયા બજારમાં ઠાલવશે જેનાથી વિદેશી કંપનીઓને પણ લાભ મળતો રહે. મોબાઈલ ઉત્પાદન ક્ષેત્રે ભારત અત્યાર સુધી સહેજ પણ આગળ આવ્યું નથી ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લેતા ભારત માટે ઉજળી તક સાંપડી છે. અત્યાર સુધી કુલ ૨૨ જેટલી કંપનીઓ ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે તૈયાર થઈ છે જેમાં એપલ, સેમસંગ, રાઈઝીંગ સ્ટારનો પણ સમાવેશ થયો છે.

વૈશ્વિક કંપનીઓને ભારતમાં લાવવાની સાથે દેશના લોકોને રોજગારી મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્ન હાથધરી રહ્યું છે. વડાપ્રધાન મોદીના ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીના સ્વપ્નને સાકાર કરવા અને ૮ ટકા જીડીપી ગ્રોથને આંબવા માટે દરેક ક્ષેત્રમાં યોગ્ય વળતર મળી રહે તે માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. બીજી તરફ સરકાર ભારતને ડિજિટલ ક્ષેત્રે વધુ સમૃદ્ધ બનાવવા માટે ઘણાખરા પ્રયત્નો પણ હાથધર્યા છે જેમાંથી મોબાઈલ ઉત્પાદન કંપનીઓને દેશમાં લાવી સ્થાનિક લોકોને પુરતા નાણા મળી રહે તે માટે વૈશ્વિક કંપનીઓ માટે પીએલઆઈ સ્કીમને લાગુ કરવામાં આવી છે. સરકારની આ સ્કિમને દેશની સ્થાનિક મોબાઈલ ઉત્પાદક કંપનીઓએ વધાવી લીધી છે. આ નિર્ણયથી માત્ર રોજગારી જ નહીં પરંતુ સ્થાનિક કંપનીઓને પણ કમાવવાની તક ઉભી થશે.

Loading...