Abtak Media Google News

યુવતીના કાકા સહિત છ શખ્સોએ હથોડી અને ધોકા વડે માર માર્યોનો નોંધાતો ગુનો

શહેરના જુના મોરબી રોડ પર પ્રેમલગ્ન કરનાર યુવક પર યુવતિના પરિવારે હથોડી અને ધોકા વતી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા દર્શનભાઇ શૈલેષભાઇ ગૌસ્વામી નામના રર વર્ષનો યુવાન જુના મોરબી રોડ પર હતો. ત્યારે જગદીશભાઇ ભોગાયતા સહીત છ શખ્સોએ દર્શન ગૌસ્વામી પર હથોડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર અર્થે સીવીલ હોસ્૫િટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમીક પુછતાછમાં જગદીશ ગૌસ્વામીએ જગદીશ ભોગાયતાની ભત્રીજી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેનો ખાર રાખીને યુવતિના કાકા સહીતના શખ્સોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પીએસઆઇ એમ.એફ. ડામોર સહીતના સ્ટાફે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.