Abtak Media Google News

રાજકોટથી બાઇક પર માણાવદરના સણોસરા જતાં જીવલેણ અકસ્માત સર્જાયો: પતિની નજર સામે પત્નીનું મોત: પુત્ર ગંભીર.

રાજકોટથી માણાવદરના સણોસરા વતનમાં બાઇક પર જઇ રહેલા પટેલ દંપત્તી જામવાડી નજીક પાણી પીવા ઉભા રહ્યા ત્યારે પાછળથી પુર ઝડપે ઘસી આવેલી કારના ચાલકે માતા-પુત્રને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલી પટેલ યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. અને તેના માસુમ પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે રવિરત્ન મેઇન રોડ ભક્તિધામ ફલેટમાં રહેતા મહેશભાઇ વલ્લભભાઇ મેંદપરા તેની પત્ની જીજ્ઞાશાબેન અને માસુમ પુત્ર કૈયાન બાઇક પર માણાવદરના સણોસરા ગામે પોતાના વતનમાં જઇ રહ્યા હતા.

ત્યારે ગોંડલ નજીકના જામવાડી પેટ્રોલ પંપ પાસે પાણી પીવા માટે બાઇક ઉભુ રાખ્યું ત્યારે પાછળથી પુર ઝડપે ઘસી આવેલી જી.જે.૯એમ. ૬૨૨૯ નંબરની વેગનઆર કારના ચાલકે જીજ્ઞાશાબેન અને તેના પુત્ર કૈયાનને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા જીજ્ઞાશાબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું અને કૈયાનને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ગોંડલ તાલુકા પોલીસ મથકના એસએસ.આઇ. એલ.બી.ડીંડોરે મહેશભાઇ મેંદપરાની ફરિયાદ પરથી વેગનઆરના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.