Abtak Media Google News

વિરાણી સ્કુલના મેદાનમાં સતત ત્રીજા વર્ષે આયોજન: આયોજકો અબતકનીમુલાકાતે

સુથાર સમાજની સંસ્થા જી.એચ.પી. ગ્રુપ દ્વારા સુથાર જ્ઞાતિના ભાઇઓ-બહેનો માટે ગજજર રાસોત્સવનું જાજરમાન આયોજન વિરાણી સ્કુલનાં વિશાળ ગ્રાઉન્ડમાં મંગળવાર તા. ૧૯ ની સાંજે ૬ થી ૧૧ ના આયોજન કરવામાં આવ્યું છે.૫૦૦૦ ખેલૈયાઓ રમી શકે એવું અને ૮૦૦૦ જ્ઞાતિજનો આ આયોજનને નિહાળી શકે તેવી અલાયદી બેઠક વ્યવસ્થાની સાથે ૧ લાખ વોટ લાઇન એરે સાઉન્ડ સીસ્ટમ, જાકમજોળ વ્હાઇટ લાઇટીંગ, અઘ્યતન ફુડ ઝોન, પાકીંગ, એકસ મીલટ્રીમેન સીકયુરીટી અને અનુભવી બાઉન્સરો દ્વારા સુરક્ષીત સમગ્ર કાર્યક્રમ આ કાર્યક્રમમાં જ્ઞાતિની નાની બાળઓના હસ્તે આરતી કરીને દાંડીયા રાસનો કાર્યક્રમ શરુ કરાશે. આ આયોજનને માન આપી પોલીસ કમિશ્નર શ્રી  અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ. કમિશ્નર બાંછાનિતી પાની, એસ.પી. શ્રી અંતરીપ સુદ સાથે બધા જ રાજકીગ આગેવાનો, સરકારી અમલદારો, અગ્રણી ઉઘોગપતિઓ, સામાજીક આગેવાનો, બહાર ગામથી જ્ઞાતિ સંસ્થાઓના હોદેદારો તેમજ સમગ્ર રાજકોટ સુથાર સમાજના જ્ઞાતિજનો ઉ૫સ્થિત રહેશે.આયોજન મુંબઇનું મશહુર ઓરકેસ્ટ્રા બાંબુબિટસ અને મુંબઇ સુમધુર ગાયકો વિનય કુમાર, જયેશ ગાંધી, સોનિકા શર્મા અને તૃપ્તિ નાયક ગરબાની રમઝટ બોલાવશે. તેમની સાથે વિશેષ ઉ૫સ્થિતી માં તાજેતરમાં રીલીસ થયેલ ગુજરાતી ફિલ્મ હદ થઇ ગઇ ની હિરોઇન રીયા ગોર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરશે. શહેરના નામાંકિત નિર્ણાયકો દ્વારા સિલેકશન કરવામાં આવશે અને ખેલૈયાઓને લાખેણા ઇનામો પણ અપાશે સમગ્ર કાર્યક્રમનું એકરીગ રાજકોટના પ્રખ્યાત આર.જે.સુજલ દ્વારા કરવામાં આવશે.આ અયોજનને સફળ બનાવવા યોગીનભાઇ છનીયારાની આગેવાન હેઠળ અનીલ ખંભાયતા, કીરીટ જોલાપરા, વૈભવ તલસાણીયા, જીજ્ઞેશ સંચાણીયા, મુકેશ કરગથરા, દેવાંગ ગજજર, સંજય કથ્રેચા, દીપક ભારદીયા, હર્ષદ સીનરોજા, ગીરીશ વડગામા, હીતેશ દુદકીયા, મનીષ દસાડીયા, અશોક અધેરા, રીતેષ ધ્રાઁગધરીયા મૌલીક ધ્રાંગધ્રરીયા શૈલેષ ખંભાયતા શૈલેષ વેકરીયા, મિહિર ખંભાયતા, કલ્પેશ સંચણિયા, વિપુલ અખીયાણીયા, પ્રજેશ છનીયારા, અનીલ ધ્રાંગધરીયા જનક પંચાસરા, ચંદ્રેશ વિસાવડીયા, સહીત ૬૦ લોકોની અલગ અલગ સમીતીએ જહેમત ઉઠાવી રહ્યા છે. દેવ ભારદીયા, ગીરીશ વડગામા, ભાવેશભાઇ સહીતના કાર્યક્રમની રુપરેખા આપવા ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.