કલેકટર કચેરીની જનરલ શાખા હવેથી ‘ખાસ શાખા’તરીકે ઓળખાશે

72

જનરલ શાખાના નવા નામકરણનો પરિપત્ર જાહેર કરતાં જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા

રાજકોટ જીલ્લા કલેકટર કચેરીમાં આવેલી જનરલ શાખાનું નવું નામકરણ કરવાનો કલેકટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ શાખામાં અગત્યની ખાસ કામગીરી થતી હોવાથી તેને ખાસ શાખા નામ આપવામાં આવ્યું હોવાનો જીલ્લા કલેકટરે પરીપત્ર પણ જાહેર કર્યો છે.

જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે કલેકટર કચેરી, રાજકોટ જીલ્લામાં આવેલ જનરલ બ્રાંચમાં મોટાભાગે રાજય સરકારના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કામગીરી, જીલ્લાની ફરીયાદ સહ સંકલનની કામગીરી થાય છે. રાજય સરકારના વિવિધ ખાતા કે કચેરીઓ સાથે સતત પત્ર વ્યવહારથી ટેલીફોનીક સુચનાઓથી કામગીરીઓ થાય છે. આમ જનરલ શાખામાં અગત્યની ખાસ પ્રકારની કામગીરી કરવાની થતી હોવાથી જે ઘ્યાને લઇ ‘જનરલ શાખા’ ના બદલે ‘ખાસ શાખા’ નામાભિધાન કરવામાં આવે તે જરુરી છે.

જેથી આ કચેરીની જે શાખાને જનરલ શાખા થી ઓળખવામાં આવે છે તેને હવેથી ખાસ શાખા નામાભિધાન કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે. તમામ કચેરીઓએ હવેથી તે પ્રમાણે પત્ર વ્યવહાર કરવાનો રહેશે.

Loading...