Abtak Media Google News

ભાજપના ૧૦ કોર્પોરેટરોએ ૨૦ પ્રશ્ર્નો અને કોંગ્રેસના ૯ કોર્પોરેટરોએ ૨૬ પ્રશ્ર્નો રજુ કર્યા: બોર્ડ તોફાની બને તેવા એંધાણ

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૯મી એપ્રિલના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો શહેરીજનોને લગતા વિવિધ પ્રશ્ર્ને અધિકારીઓ પર તુટી પડે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. પ્રશ્ર્નોતરી કાળમાં ચર્ચા કરવા માટે ભાજપના ૧૦ કોર્પોરેટરોએ ૨૦ પ્રશ્ર્નો અને કોંગ્રેસના ૯ કોર્પોરેટરોએ ૨૬ પ્રશ્ર્નો રજુ કર્યા હોય બોર્ડ તોફાની બને તેવી સંભાવના હાલ વર્તાય રહી છે.

મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને આગામી ૧૯મી એપ્રિલના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના ૧૦ કોર્પોરેટરોએ ૨૦ પ્રશ્ર્નો અને ૯ કોર્પોરેટરોએ ૨૬ પ્રશ્ર્નો રજુ કર્યા છે. જેમાં સૌપ્રથમ કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાના બાંધકામ, ગાર્ડન અને વોટર વર્કસને લગતા પ્રશ્ર્નની ચર્ચા થશે.

બોર્ડના પ્રશ્ર્નોતરીકાળમાં સીમાબેન જાદવ, અશ્ર્વિનભાઈ ભોરણીયા, અનિતાબેન ગોસ્વામી, મનસુખભાઈ કાલરીયા, વર્ષાબેન રાણપરા, અજયભાઈ પરમાર, અંજનાબેન મોરઝરીયા, દેવરાજભાઈ મકવાણા, વિદ્યાબેન વાછાણી, બીનાબેન આચાર્ય, મનિષભાઈ રાડીયા, રેખાબેન ગજેરા, ગાયત્રીબા વાઘેલા, મુકેશભાઈ રાદડિયા, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી અને ગીતાબેન પુરબીયાએ અલગ-અલગ પ્રશ્ર્નો રજુ કર્યા છે. બોર્ડમાં સિટી એન્જિનિયર સ્પેશિયલ અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા ભરવા માટે ઉમેદવારની પસંદગી કરવા, પારડી રોડ કોમ્યુનિટી હોલનું પૂ.રણછોડદાસજીબાપુ કોમ્યુનિટી હોલ તથા શોપીંગ સેન્ટર નામકરણ કરવા સહિતની અલગ-અલગ ૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.