ગરીબોનો જઠરાગ્ની ઠારી સેવાની સરવાણી વહાવતો પાટીદાર સમાજ

55

માનવ કલ્યાણ મંડળના સહયોગથી ગરીબોને  ભોજન, દુધ અને છાશ સહિતનું થતુ વિતરણ

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાઇરસનો કહેર છે ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસ સામે લડવા માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. ત્યારે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેનાથી રોજરોજનું કમાઇને ગુજરાત ચાલવતા લોકોને તકલીફ પડી રહી છે. રાજકોટનું માનવ કલ્યાણ મંડળ તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા શ્રમિક લોકો માટે ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે કલેકટર તંત્રની તાકીદ પ્રમાણે એક મહિની ચાલે તે રીતનું કાચું રાશન પણ સંસ્થા દ્વારા આપવામાં આવી રહ્યું છે.

મુકેશભાઇ મેરજાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે,  જે સમયથી લોકડાઉન થયું છે ત્યારે મને વિચાર આવ્યો કે જે લોકો રોજરોજનું કમાઇને ખાઇ છે. તે લોકોની હાલત આ સમયે અત્યંત ખરાબ હશે. તો તે લોકોને હેરાન ગતી ન થાય તે માટે અમે લોકોને દુધ-ખીચડીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે બીજા રાજયના શ્રીમતો અહીં મજુરી કામ કરતા હતા. તેમને તેમના વતન પાછા પહોંચાડવા માટે કલેકટર સાથે વાતચીત કરીને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તે લોકો માટે માસ્ક અને સેનેટરાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમારી સંસ્થા દ્વારા આ ત્રિજુ રસોડું ચલાવવામાં આવી રહ્યું છે જેમાં અમે ગુંદી-ગાંઠિયા રોટલીના ફૂડ પકેેટે તૈયાર કરીને શહેરના અનેક વિસ્તારોમાં વિતરણ કરીએ છીએ. સાથે સાથે કલેકટર મેડમની સુચના પ્રમાણે એક મહિની સાથે તેવી કાચા રાશનની ૩૦૦૦ કીટીનું વિતરણ તંત્રને સાથે રાખી તેમની સુચનાઓ પ્રમાણે વિતરણ કરવામાં આવશે. અમે અમારા રસોડામાં મહિલાએ સોશ્યલ ડીસટન્સ રાખીને વસ્તુઓ બનાવવાની સેવા આપી રહી છે.

Loading...