Abtak Media Google News

કોર્પોરેશનના વાહનો આરટીઓના નિયમ મુજબ નહિ ચાલતા નરેશ પરમારે ઠાલવ્યો રોષ

સ્વચ્છ ભારત મિશન સાકાર કરવા માટે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરના ખુણે ખૂણાથી કચરો ભેગો કરવા માટે ટીપ્પરવાન શ‚ કરવામાં આવેલ છે. પણ શું આ ટિપરવાનને આટીઓ નિયમ મુજબ ચલાવાય છે? વોર્ડ નં.૧૫માં અમુક ટિપ્પરવાનની જયારે હાલત જોવા મળી ત્યારે એવું સમજવામાં આવેલ કે કદાચ રાજકોટ કોર્પોરેશનના વાહનોને આરટીઓ નિયમ લાગુ પડતા નહી હોય અમુકમાં સાઈલેન્સન નથી અમુકમાં સાઈડ સિગ્નલ નથી અમુકમાં અંદર સીટો પણ ફાટેલી તુટેલી હાલતમાં જોવા મળી છે. હેડ લાઈટના ઠેકાણા નથી.અમુક ટીપરવાન તો ડિઝલના ભાવ વધારાના લીધે અધવચ્ચે ડિઝલ વિના બંધ હાલતમાં જોવા મળી હતી.

જો આવી હાલતમાંક ઈ અન્ય સામાન્ય નાગરીક વાહન લઈને નિકળે તો આરટીઓ અને ટ્રાફીક પોલીસ સરળ રીતે ચલાવી લેશે?

રાજકોટ શહેર મ્યુનિ. કોર્પો.ના કમિશ્નર દ્વારા સુકો ભીના કચરો અલગ રાખવાની સુચના જાહેર કરવામાં આવેલ હોય તો તેમને કેમ કચરો ભેગી કરતી ટીપરવાન પર નજર પડતી નથી? ડિઝીટલ ગુજરાતમાં કોર્પોરેશન દ્વારા આવા વાહનો નિયમ મુજબ ચાલે ખરા તેવા પ્રશ્ન સાથે રાજકોટ શહેર કોંગ્રેસ અનુ. જાતી વિભાગ પ્રમુખ વોર્ડ નં.૧૫ પરમાર નરેશભાઈ જે વશરામભાઈ ચાંડપા, અરવિંદભાઈ મુછડીયા, હિરાવાલ પરમાર, રમેશ વઘેરા હિરાભાઈ ચાવડાએ નારાજગી વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.