Abtak Media Google News

હોટલ મેનેજર સહિત નવ શખ્સોની ધરપકડ: રૂ.૯૩૮૦૦નો મુદામાલ કબ્જે

શહેરનાં બસ સ્ટેન્ડની પાછળ આવેલી હોટલ તેજ પેલેસમાં જુગાર રમતા મેનેજર સહિત ૯ શખ્સોને ડીસીબીએ રૂ. ૯૩૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બસ સ્ટેન્ડ પાછળ ભૂતખાના ચોક પાસે આવેલી હોટલ તેજ પેલેસમાં જુગાર રમાતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળતા હોટલના રૂમ નં. ૩૧૪માં દરોડો પાડી જુગટુ રમતા કિશોરભાઈ મણીલાલ રૂપારેલ, મહેન્દ્રભાઈ છગનભાઈ ઢોલરીયા, અફઝલ મહમદભાઈ ચૌહાણ, મનીષ મહમદભાઈ આડેસરા, ભાવેશ હરદાસભાઈ સોજીત્રા, વિપુલ મહિન્દ્રભાઈ જોષી, ગોપાલ રાયધનભાઈ ડાંગર ચોટીલાના ભરત મનસુખભાઈ અધારા અને હોટલની આડમાં જુગાર રમાડતો હોટલ મેનેજર માનશાહી રણબહાદૂરશાહી નેપાળી નામના શખ્સોને ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પી.એમ. ધાખડા, એ.એસ. આઈ. વિજયસિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, ફિરોજભાઈ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા અને સોકતભાઈ ખોરમ સહિતના સ્ટાફે ઝડપી લઈ જુગાર પટમાંથી રૂ ૯૩૮૦૦ની રોકડ જપ્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.