Abtak Media Google News

મેષ (અ,લ,ઈ) :

The-Future-Of-The-Weekly-Zodiac
the-future-of-the-weekly-zodiac

આ સપ્તાહમાં ભાતૃ- ભગીની સુખ તથા શાળા-સાળી સાથેના પારિવારીક સંબંધોમાં સુમેળ સધાય. નવા વાહનની ખરીદી માટે યોગ્ય સમય. નવ દંપતિ માટે ઉતમ સમય, વાત પ્રકૃતિ વાળાએ કાળજી રાખવી.  વિદેશાગમનની તક,  વિદ્યાભ્યાસ ઉતમ રહે,  ઓવરઓલ,  મેષ રાશિ માટે આ સપ્તાહ  ૮૦ થી ૯૦ ટકા લાભદાયી તથા સુખરૂપ નીવડશે. દિનાંક ૨૯ -૩૦ ત્થા ૩ ઓગસ્ટ કામકાજ માટે સાનુકુળ.

સિંહ (મ,ટ) :

The-Future-Of-The-Weekly-Zodiac
the-future-of-the-weekly-zodiac

ખાણી પીણી,  કેટરિંગ કે રેસ્તોરાં, હોટેલ વ્યવસાય તથા રંગ, ડાઈંગ બિઝ્નેશ વાળાઓ કાળજી રાખવી,  વાહનો ધીમેથી ચલાવવા, પારિવારીક કે દામપત્ય સંબંધમાં કાળજી લેવી…. સરેરાશ ફળ , છતાં નવા નવા અવસર દ્વારા લાભની વકી, બાહ્ય આકર્ષણ યોગની સંભાવના, દુષિત યોગ વાળા જાતકો એ દુર રહેવુ. આ સપ્તાહે  નવી તક મળતાં, તેને યથામતિ ઝડપી લેવી.  નોકરીયાત વર્ગ માટે આ ભ્રમણ સારુ નીવડશે.  ૧ ઓગસ્ટ લાભદાયી રહેશે.

મિથુન (ક,છ,ઘ) :

The-Future-Of-The-Weekly-Zodiac
the-future-of-the-weekly-zodiac

ધન હાની  તથા આકસ્મિક ખર્ચાઓ વધવા સંભાવના,  પારીવારીક સુખમાં ઓટની સંભાવના. આરોગ્ય પ્રતિ સાચવવું,   અંગત કામમાં અવરોધ, ધંધા વ્યવસાયમાં હળવી સ્થિરતા અને સફળતા અંગે નવી દિશા સાંપડે, રાજ્ય તરફથી માન સન્માન ની વકી, પૈતૃક સંપતિની બાબત સરળ બને, જાહેર સાહસ તથા નવા ઉદ્યોગ-ધંધા માટે ઉતમ અને શ્રેષ્ઠ સમય. લાલચ,છળને જાણી કાયદાની અંદર રહી કામ કરનારને સરેરાશ લાભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ) :

The-Future-Of-The-Weekly-Zodiac
the-future-of-the-weekly-zodiac

અણધાર્યો લાભ. કે અવસર પ્રાપ્ત થાય. સ્થાવર સંપતિમાં હળવો વધારો થાય.  કર્મચારી વર્ગમાં બદલી કે પ્રમોશનના યોગ, આથી બોલીને બગાડવું નહિ. અન્યેતર સંબંધોથી દામ્પત્ય જીવનમાં ખટરાગ થવા સંભવ.  આથી બે નંબરના ચોપડાઓ બંધ રાખવા.  સ્કીન ડિસીઝથી પ્રોબ્લેમ થવાની વકી,  કોઈ પણ પ્રકારના ઉંટ્વૈદા ન કરવા,  ભાગીદાર સાથે સુમેળ બનાવી ચાલવુ, રેવન્યુ કે દસ્તાવેજી કાર્યમાં અતિ ચોક્ક્સાઈ રાખવી અન્યથા ભવિષ્યમાં તકલિફ આવવા વકી.

વૃશ્ચિક (ન,ય) :

The-Future-Of-The-Weekly-Zodiac
the-future-of-the-weekly-zodiac

શારીરિક શ્રમમાં  વધારો થવા સંભવ,  માનસિક તનાવ હળવા થવાની સંભાવના, નાણાભીડથી સાચવાવું, સ્કીન ડિસીઝથી સંભાળવું. વ્યવસાયના વિકાસ યોગોપ્રવાસ અને ભ્રમણના યોગો, આ સપ્તાહ લાભદાયક નિવડે, સંતાન સુખ, વિદ્યા-શૈક્ષણિક ક્ષેત્રે સફળતા માન કે સન્માન તથા બુધ્ધિ પ્રધાન વ્યવસાયમાં સફળતા.

તુલા (ર,ત) :

The-Future-Of-The-Weekly-Zodiac
the-future-of-the-weekly-zodiac

વિદેશમાં વસવાટ વાળા માટે સાનુકુળતા રહેશે, વિદેશ ભ્રમણ. વાયુ સંબંધીત વ્યવસાય વાળા થોડુ સાચવવુ,  સંબંધો સુધારવાની તકો, ફસાયેલા નાણા છુટા થવાની વકી, નાના મતભેદમાં સુમેળ સર્જાય. અણધારી વિદેશ વ્યવસાયિકપ્રવાસની તક. સંતાન સુખ, આ સપ્તાહ સારુ ફળ આપશે, તેમજ દાન -ધર્માદા માટે યોગ્ય સમય.

કન્યા (પ,ઠ,ણ) :

The-Future-Of-The-Weekly-Zodiac
the-future-of-the-weekly-zodiac

કારીગર, શિલ્પીઓ, આર્ટીસન લોકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે, કોઈ પણ નવા કાર્ય પૂરી ચોકસાઈ સાથે શરુ કરવા.  વાયુ તેમજ પિત પ્રકોપથી થોડુ સંભાળવુ.  વાણી વર્તનથી નાના નાના મતભેદ થવા વકી. જેવા  અન્યથા સરેરાશ ફળ આપનાર છે,  બાકી અન્ય સુખોમાં પણ  સરેરાશ કે શૂન્યવત્ રહે. વાહન અકસ્માતથી સંભાળવું. ૨ – ૩ ઓગસ્ટ સાનુકુળ રહેશે.

કુંભ (ગ,શ,ષ) :

The-Future-Of-The-Weekly-Zodiac
the-future-of-the-weekly-zodiac

રોગ મુક્તિ, સુંદર સમય, રોગ શત્રુ અને દેવામાંથી મુક્તિ. દાંમ્પત્યજીવન સુમેળ સંવાદી બને. ધંધાવ્યવસાયમાં ભાગીદાર સાથે સુમેળતા સર્જાય. વિદેશથી લાભાલાભ ,  ધન લાભ-ધન સંચયના ઉતમ યોગો, ધાર્મિકતા, આધ્યાત્મિકતા તરફ ગમન, આ રાશિના  જાહેર ક્ષેત્રના લોકો જેવા કે સંત-મહંતો તથા નેતા, અભિનેતા માટે સરેરાશ સમય.

મીન (દ,ચ,ઝ,થ) :

012 1
the-future-of-the-weekly-zodiac

પુત્ર -પૌત્રાદિ સુખમાં વધારો,  પરિવારમાં સુમેળતાનો વધારો , આકસ્મિક ધન લાભ, ઈંસ્યોરંસ કે મ્યુચ્યલ ફંડના એજન્ટ ને ફાયદો.  શત્રુભાવનો નાશ.  ધન લાભ, જમીન મકાનના યોગ, ઉતમ ઐશ્વર્ય,સુખ પ્રાપ્ત થાય, સાથે આધ્યાત્મિકની સાચો ઉદય થાય. અનેક વિધ ક્ષેત્રો તથા જ્ઞાનની સીમા વિસ્તરે,  મીન માટે આ સપ્તાહ એટલે આનંદ હી આનંદ

મકર (ખ,જ) :

010 1
the-future-of-the-weekly-zodiac

ભાગીદારથી લાભ, બિઝનેસમાં  આકસ્મિક  લાભ થવા વકી. કર્મ બળ વધે, તેમજ માર્કેટીંગ કે પોર્પેગેન્ડા માટે ઉતમ સમય. પ્રગતિનુ નવુ સોપાન મળે, કફની તાસિર વાળા જાતકોએ વાયવ્ય તથા અગ્નિ દક્ષિણ દિશાના વાસ્તુ દોષથી ખાસ કાળજી લેવી.

ધન (ભ,ફ,ધ,ઢ) :

009 1
the-future-of-the-weekly-zodiac

પરચુરણ કાર્યમાં  નાહકની ઉપાધી આવવા વકી, દાંપત્ય જીવનમાં ખટરાગ કે કલેશ જેવુ વાતાવરણ. તેમ ભાગીદાર પ્રત્યે ઉદાસીનતા. તથા સ્વસુર પક્ષેથી લાભ …  નવ સંતાન માટે યોગ્ય સમય, નવા વ્યવસાય ઉદ્યોગ માટે સારો સમય આરોગ્યમાં ચડાવ ઉતાર. ઘરેલુ પ્રશ્નોમાં વધારો. સપ્તમ સ્થાને થી રાહુ ભ્રમણ હોતા નિરાંતે કે સમય લઈ ને કોઈ પણ નિર્ણય લેવા.

કર્ક (ડ,હ) :

004 1
the-future-of-the-weekly-zodiac

પ્રવાસની ઉતમ તકો, યોગો,  જીર્ણ રોગોથી મુક્તિ,  પ્રેમ -મિત્રતા, લાગણીના સંબંધમાં મધુરતા, તેમજ જાહેર ક્ષેત્રના કાર્યમાં સંયમ રાખવો જરુરી, અન્યથા ગેરલાભ. જમીન તથા નવ મકાનના યોગ.રોકાણ માટે ઉતમ સમય સંપતિ-વિતના સંચય તથા આવકમાં  વધારો, સ્થિરતાના યોગો. ભાગ્ય ઉન્નતિ,આરોગ્ય નિરામય રહે, વિદેશથી લાભ સાથે નવી દિશા અને નવી તકો સાંપડે, લોકપ્રિયતામાં વધારો થાય .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.