સાપ્તાહિક રાશી ભવિષ્ય

579
the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

મેષ (અ,લ,ઈ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

મેડીકલ ક્ષેત્રના તમામ કાર્યમાં વિલંબ થવાની શકયતા રહેશે. તબીબો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે, ફાર્મસી ક્ષેત્રે કોઈ ના કોઈ વિધ્ન આવવાની સંભાવના નકારી શકાતી નથી. એલર્જી કે ટોક્સીટી કે ફૂડ પોઈઝનીંગની શકયતા. બને બહારનો આહાર ત્યાગવો.  હોટેલ રેસ્તોરાં  કે રીસોર્ટ વ્યવસાયી માટે શુભ સમાચારની  શરુઆત. ૨૧ ઓગસ્ટ ૨૨ ઓગસ્ટ શ્રેષ્ઠ દિવસ. આ દિવસમાં પડતર કાર્યોને હાથમાં લેવાં.  આ બે દિવસોમાં જુની ઉઘરાણી પાકવાની સંભાવના.

સિંહ (મ,ટ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

સિંહ રાશિના જાતકના જન્માક્ષરમાં બનતાં શુભ યોગો માટે આ સપ્તાહ સારુ નિવડશે. આ સપ્તાહ માટે મુદસદીભર્યા કામ ન કરવા, બને તો નિખાલસ પણે અધુરા કાર્યો સંપન્ન કરવાં.  મૈત્રી -પારિવારિક સંબંધોમાં તિરાડ ન પડે તે અંગે ચોક્ક્સાઈ રાખવી.  દેશમાં કે વિદેશમાં રહી ઉચ્ચ અભ્યાસ કરતા છાત્રો માટે સારુ સપ્તાહ. ૨૧ તથા ૨૪ ઓગસ્ટ સાનુકુળ તથા લાભદાયી દિવસ રહેશે.

મિથુન (ક,છ,ઘ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

આ સપ્તાહે પ્રવાસ તથા મુસાફરી રહેવાની શક્યતા. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ અનુકૂળ રહેવાની સંભાવના. સાથે ઉપરી અધિકારી સાથે કામ કરવામાં થોડુ સાચવવું,  પ્રવાસ દરમ્યાન વ્યવાસાયિક સંપર્કો મળવાની પૂરેપૂરી સંભાવના.  મિથુન રાશિના જાતકોએ આ સપ્તાહ માટે પણ શ્રાવણીયાં જુગારથી  દુર રહેવું અત્યંત હિતાવહ છે. દાર્શનિક -ફિલોસોફીના અનુસારી માટે સારો સમય. નવા નવા દર્શન તેમજ સાધના પ્રાપ્ત થવાંના યોગો. નિવૃત લોકો માટે આ સપ્તાહ ઋચિકર રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

આ સપ્તાહ દરમ્યાન સખત પરિશ્રમ રહેવાની શકયતા. બોલીને  બગડી ગયેલા સંબંધો સુધરતાં જણાય. નિષ્ઠાવાન અધિકારી/ કર્મચારી માટે સારો સમય. આ સપ્તાહે તેના કાર્ય બદલ નોંધ લેવાય તેવી વકી. બદલી તથા પ્રમોશન ના યોગ.  વ્હીકલ ગેરેજ વાળા માટે સારો સમય. નાના નાના ઉદ્યોગ ધંધા તથા કુટિર ઉદ્યોગ  માટે સારુ સપ્તાહ.  હેવી ઉદ્યોગ ક્ષેત્રે અડચણો.  નાની નાની ફાઈનાંસ કંપની માટે આ સપ્તાહ થોડુ કઠીન રહેશે. આથી, ધીરજથી કામ આગળ ધપાવવું.  ૧૭ થી ૨૦ ઓગસ્ટ સુધીનો સમયમાં મધ્યમ મધ્યમ સાનુકુળતા બની રહેશે,

વૃશ્ચિક  (ન,ય)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

વિદ્યાર્થીઓ માટે સારુ અને સુંદર સપ્તાહ. તેમજ ખાનગી ક્ષેત્રે કામ કરનારાં લોકો માટે સાનુકુળ સમય. આ સપ્તાહ વાહનો ધીમેથી હંકારવા. નવા કાર્યો માટે આ સપ્તાહ અનુકુળ રહેશે.

ઉતરતી પન્નોતિ વાળા જાતકોએ સમજી વિચારીને કાર્ય કરવાં  ખાસ કરી અધુરા રહેલા કાર્યો. આહારમાં પથ્યાપથ્ય જાળવવું. બહારી આહાર ત્યાગવો. આ સપ્તાહ ગુસ્સો રહે તો સયંમથી કામ લેવું. એકંદરે આ સપ્તાહ વૃશ્ચિક રાશિ માટે સારુ નિવડશે.

તુલા  (ર,ત)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

તુલા રાશિના જાતકો માટે, આ સપ્તાહ પણ  કૌટુંબીક મામલે  આનંદ, નિજાનંદ અને પરમાનંદની અનુભતિ કરાવશે સાથે પ્રગાઢ શાંતિનો પણ અનુભવ કરાવશે. માથા પર લાગતાં બોજાઓ હળવાં થતાં નજરે દેખાશે. ધંધા વ્યવસાયમાં  ધીમી ગતિએ પ્રગતિની શરુઆત થશે. ધંધા વ્યવસાયના અધુરા કાર્યો પૂર્ણ થઈ જશે. વાતની તાસીર વાળા જાતકોએ આરોગ્યની સંભાળ લેવી. તદુપરાંત આડા અવળાં આકર્ષણો કે સંબંધોથી દુર રહેવું,  આવા અવૈધ સમીકરણો માટે આ સપ્તાહ સાનુકુળ નથી. સરકારી કર્મચારીના તમામ વર્ગ માટે સાનુકુળ સમય. જાહેર ક્ષેત્રના લોકો માટે સારો સમય.

કન્યા (પ,ઠ,ણ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

આ સપ્તાહ દરમ્યાન ક્ધયા રાશિના જાતકો સુમતિથી કામ કરવું. બોલીને કે વાતચીત કરતાં કરતાં અમુક સંબંધો ન બગડી જાય તેની ખાસ તકેદારી રાખવી. સરકારી, સહકારી કે કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતા તમામ કર્મીઓ માટે આ સપ્તાહ લાભદેય નિવડશે. જુના, પેન્ડીંગ કાર્યોને ધીરજથી આગળ વધારવાં. આરોગ્ય તથા પ્રવાસમાં વિશેષ કાળજી લેવી. તદન બુદ્ધિથી કામ લેનાર લોકો માટે આ સપ્તાહ નબળુ રહેશે.

કુંભ  (ગ,શ,ષ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

આ સપ્તાહ શૈક્ષણિક ક્ષેત્રે  લાભકારક તથા અનુકુળ સાથે પરિણામ લક્ષી નિવડશે. શૈક્ષણિક સંસ્થાપકોએ પોતાની સંસ્થામાં વિવાદ ન આવે તેની ખાસ તકેદારી રાખવી. તેમ જ જુના વિવાદોને તિલાંજલી આપવાનો શ્રેષ્ઠ સમય. હાઉસ મેનેજર અર્થાત ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભકારી નિવડશે. આર્ટીસન લોકો માટે આ સપ્તાહ સુંદર અને આવક વાળુ રહેશે. પરિવારમાં સુમેળ સાધવો. બગડેલ સંબંધો સુધારવા માટે આ સપ્તાહનો સમય અનુકુળ છે.  લાંબા ગાળાના લાભ માટે જમીન રોકાણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય. આધ્યાત્મિક લોકો માટે આરોગ્ય સાચવવું.

મીન  (દ,ચ,ઝ,થ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

યુવા વર્ગ તથા કોલેજના સ્ટુડેંટ્સ, સ્કોલર્સ તથા ગૃહિણી માટે આ સપ્તાહ આવકવાળુ તથા ફળદાયી નિવડશે.  આ સપ્તાહે પણ પરિજનો-સ્વજનો વચ્ચે સુમેળતામાં વધારો થવાની સંભાવના.   સગાં તથા પરિજનો દ્વારા  ધન લાભના અવસરો.  આ સપ્તાહ માટે,  ઉતાવળે બોલવાની ટેવ પર સેંસર રાખવું, તેમજ ખુબ વિચારી બોલવું. એક્સપોર્ટ ઈંપોર્ટ ફર્મ માટે આ સપ્તાહ થોડુ કષ્ટદાયી રહેશે, આથી સંભાળીને નવા નવા વ્યવહાર કરવાં. વિદેશ વસતાં જાતકો માટે સાનુકુળ સમય. અધુરા રહેલા કાર્યંએ પૂર્ણ કરવા માટે સારો સમય.

મકર  (ખ,જ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે ઉતમ તકો, યોગો,  જુના પુરાણા રોગ તથા કરજ માંથી થી છુટકારો થશે.  કૌટુંબીક બાબતોમાં યથામતિ કામ કરવું, પ્રેમ -મિત્રતા, લાગણીના સંબંધમાં થોડા વત્તા અંશ ઉતાર ચડાવ જોવા મળશે.  તેમજ સરકારી ક્ષેત્રના કામકાજમાં થોડી ધીરજ રાખી આગળ વધવુ.  જમીન તથા નવ મકાનના યોગ.રોકાણ માટે ઉતમ સમય સંપતિ તથા રોકડા ની બચત તથા તેમાં વધારો થશે.  પરદેશથી લાભના અનેક અવસરો મળશે. પન્નોતિ ચાલતી હોવાંથી વાણી પર સંયમ રાખી ઉપરોકત કાર્યોને વેગ આપવો. ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ.  માનસિક તનાવ રહે તો સુતાં પહેલા વાંસળીનુ સંગીત ખાસ સાંભળવું.

ધન  (ભ,ફ,ધ,ઢ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

દૈહિક પરિશ્રમ સાથે માનસિક તનાવ હળવો થવાની સંભાવના. ખાનગી ક્ષેત્રના ઉચ્ચાધિકારી માટે હજુ પણ આ સપ્તાહ કષ્ટદાયી, લપીયું રહેશે. ધીરજથી કાર્ય કરવાં. નીચલા વર્ગ સાથે સુમેળ સાધીને કાર્ય આગળ વધારવાં. નાણાભીડ હળવી થવાની સંભાવના. ટ્રેડીંગ ક્ષેત્રે, વેચાણના નવા નવા અવસરો ઉભા થશે. વ્યાપાર અર્થ પ્રવાસ થવાં સંભાવના. શ્રાવણી જુગાર માટે ઈલ્લે ઈલ્લે. અન્યથા કારાવાસમાં વાસો થશે. દાંપત્ય જીવનમાં સંવાદિતા રહેશે. સંતાનો સાથે આનંદ તથા હરખના પ્રસંગો ઉભા થશે.  આ સપ્તાહના અંતિમ ત્રણ દિવસ ખુબ જ સારા રહેશે.

કર્ક  (ડ,હ)

the-future-of-the-weekly-zodiac-5
the-future-of-the-weekly-zodiac-5

બોલીને બગડેલા તમામ સંબંધોમાં અચાનક સુધારો જણાશે, ઉતાવળીયા લોકો એ આ સપ્તાહ માટે ઉતાવળ ત્યાગ કરવી.   કર્ક રાશિના જાતકો આ સપ્તાહ માટે શેર બજારને પોસ્ટપોન કરવી. (હાની થવાની સંભાવના.)   મોસાળ તથા સાસરા પક્ષ તરફની ઘરેલુ બાબતોમાં સન્માન મળવાની સંભાવના.  મૈત્રી સંબંધોથી લાભ થવા સંભવ. અધુરા રહેલા ધંધાદારી કાર્ય પૂર્ણ કરવા પ્રયાસ કરવો.  તેમજ, ઈંટરનેટ કે  જાહેર ખબર ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ સારું નીવડશે. તેમજ વિજ્ઞાપન દ્વારા પુષ્કળ લાભ થવાની શકયતા

Loading...